વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
પશ્ચિમ એશિયાના લોજિસ્ટિક્સ વિક્ષેપો વચ્ચે નિકાસકારોને ટેકો આપવા માટે સરકારે રીલીફ (RELIEF - રેસિલિયન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઈન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન) ઈન્ટરવેન્શનની ઓપરેશનલ સમયસીમા લંબાવી
પોસ્ટેડ ઓન:
02 OCT 2026 11:01AM by PIB Ahmedabad
પશ્ચિમ એશિયામાં સતત ભૂ-રાજકીય વિક્ષેપો અને અખાત તથા અડીને આવેલા પ્રદેશોમાં દરિયાઈ લોજિસ્ટિક્સ પર તેની અસરને ધ્યાનમાં રાખીને, વાણિજ્ય વિભાગે નોટિફિકેશન નંબર 37/2026-27 તારીખ 30 સપ્ટેમ્બર 2026 દ્વારા એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) હેઠળ સમયબદ્ધ ઈન્ટરવેન્શન, રીલીફ (RELIEF) – રેસિલિયન્સ એન્ડ લોજિસ્ટિક્સ ઈન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશનના ઘટક II હેઠળની સમયસીમા લંબાવી છે.
રીલીફ (RELIEF) યોજનાનું ઘટક II નિકાસકારોને 95% જોખમ કવરેજ સાથે નિર્દિષ્ટ પ્રદેશોમાં આગામી શિપમેન્ટ માટે ECGC કવર મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ઘટક 16 માર્ચ 2026ના રોજ અથવા ત્યારબાદ મેળવેલ સ્ટેન્ડ અલોન પોલિસીઓ અથવા હોલ ટર્નઓવર પોલિસીઓ માટે ઉપલબ્ધ છે. લાભો હેઠળ આવરી લેવામાં આવેલા કાર્ગોના પ્રકારોમાં ફૂલ કન્ટેનર લોડ (FCL), લેસ ધેન કન્ટેનર લોડ (LCL), અને રીફર કન્ટેનર (ઊર્જા શિપમેન્ટ સિવાય) નો સમાવેશ થાય છે. વધુમાં, રીલીફ (RELIEF) નું આ ઘટક સુનિશ્ચિત કરે છે કે નિકાસકારો દ્વારા ચૂકવવામાં આવતું પ્રીમિયમ પાત્ર સમયગાળા માટે વિક્ષેપ પૂર્વેના સ્તરથી વધુ વધારવામાં આવશે નહીં.
અખાત અને વ્યાપક પશ્ચિમ એશિયા દરિયાઈ કોરિડોરમાં વિક્ષેપોને કારણે ઉદ્ભવતા અસાધારણ ભાડામાં વધારો, વધેલા વીમા પ્રીમિયમ અને યુદ્ધ સંબંધિત નિકાસ જોખમોથી પ્રભાવિત ભારતીય નિકાસકારોને ટેકો આપવા માટે લક્ષિત ઈન્ટરવેન્શન તરીકે 19 માર્ચ 2026ના રોજ રીલીફ (RELIEF) શરૂ કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત એક્સ્ટેન્શન નિકાસ સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા, વેપાર પ્રવાહ જાળવી રાખવા અને પ્રવર્તમાન ભૂ-રાજકીય અને લોજિસ્ટિક્સ અનિશ્ચિતતાઓ વચ્ચે નિકાસકારોને ટેકો આપવાની ભારત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
SM/BS/GP/JT
(રીલીઝ આઈડી: 2318068)
મુલાકાતી સંખ્યા : 11