આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

કેબિનેટે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોના 14 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 656 કિમીનો વધારો થશે


પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ ₹10,783 કરોડ છે અને તેને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે

પોસ્ટેડ ઓન: 09 SEP 2026 3:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના કુલ ₹ 10,783 કરોડના ખર્ચના 03 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ખડગપુર – ઝારસુગુડા (બાગદેહી) 4થી લાઇન
  • કટની – પેન્દ્રા રોડ 4થી લાઇન
  • બિલાસપુર (ઉસલાપુર) – પેન્દ્રા રોડ 3જી લાઇન

વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલવે માટે ઓપરેશનલ કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડને ઓછી કરવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા આ પ્રદેશના લોકોને "આત્મનિર્ભર" બનાવશે જેનાથી તેમની રોજગારી/સ્વ-રોજગારીની તકોમાં વધારો થશે.

સંકલિત આયોજન અને હિતધારકોના પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.

પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોના 14 જિલ્લાઓને આવરી લેતા ત્રણ પ્રોજેક્ટ્સ, ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 656 કિલોમીટરનો વધારો કરશે. પ્રસ્તાવિત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ અંદાજે 4,790 ગામડો સુધીની કનેક્ટિવિટી વધારશે, જે લગભગ 56 લાખની વસ્તી ધરાવે છે.

પ્રસ્તાવિત ક્ષમતા વર્ધન દેશના અસંખ્યા પ્રમુખ પ્રવાસન સ્થળો માટે રેલ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જેમાં તારાતારિણી મંદિર, શ્રી ક્ષેત્ર જગન્નાથ મંદિર (ઝારસુગુડા નજીકનું પ્રાચીન મંદિર), બાંધવગઢ ટાઇગર રિઝર્વ, વિરાટેશ્વર મંદિર, અમરકંટક મંદિર, જ્વાલેશ્વર ધામ, અચાનકમાર ટાઇગર રિઝર્વ, ખુટાઘાટ ડેમ, મલ્હાર પુરાતત્વીય સ્થળ, રતનપુર મહામાયા મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ કોલસા, સિમેન્ટ, લોખંડ અને સ્ટીલ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના મહત્વપૂર્ણ માર્ગો છે. ક્ષમતામાં વધારો કરવાના આ કામોથી વાર્ષિક 27 MTPA (મિલિયન ટન) જેટલો વધારાનો માલવાહક ટ્રાફિક શક્ય બનશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહનનું સાધન હોવાથી, તે દેશના આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે. તેમજ, તેલની આયાત ઓછી કરવામાં (~12 કરોડ લિટર) અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં (~62 કરોડ કિગ્રા) મદદ કરશે જે 2.48 કરોડ વૃક્ષો વાવવા સમાન છે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2308276) મુલાકાતી સંખ્યા : 24