યુવા બાબતો અને રમત મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે તેના તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ્સ 2024ની જાહેરાત કરી
ભારતના રાષ્ટ્રપતિ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025 ની સાથે આ એવોર્ડ્સ પ્રદાન કરશે
પોસ્ટેડ ઓન:
02 SEP 2026 4:23PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકારે વર્ષ 2024 માટેના તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ્સ (TNNAA) ની જાહેરાત કરી છે. આ એવોર્ડ્સ ચાર શ્રેણીઓને આવરી લે છે - લેન્ડ એડવેન્ચર (જમીની સાહસ), વોટર એડવેન્ચર (જળ સાહસ), એર એડવેન્ચર (આકાશી સાહસ) અને લાઈફટાઈમ એચીવમેન્ટ (જીવનકાળની ઉપલબ્ધિ).
આ એવોર્ડ્સ સાહસના ક્ષેત્રમાં વ્યક્તિઓની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓને બિરદાવે છે અને પડકારજનક પરિસ્થિતિઓમાં સહનશક્તિ, જોખમ ખેડવાની ક્ષમતા, ટીમ વર્ક અને ઝડપી તથા અસરકારક નિર્ણય લેવાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રત્યત્ન કરે છે. સરકારે TNNAA 2024 માટે નીચેના એવોર્ડ વિજેતાઓને મંજૂરી આપી છે:
|
ક્રમ
|
નામ
|
શ્રેણી
|
|
1.
|
કુમારી બલજીત કૌર
|
લેન્ડ એડવેન્ચર
|
|
2.
|
શ્રી સ્કાલઝંગ રિગઝિન
|
લેન્ડ એડવેન્ચર
|
|
3.
|
શ્રી રિમો સાહા
|
વોટર એડવેન્ચર
|
|
4.
|
શ્રી શિવ પ્રસાદ ચમોલી
|
લાઈફ ટાઈમ એચીવમેન્ટ
|
એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025 ની સાથે તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ્સ પ્રદાન કરવામાં આવશે. એવોર્ડ સમારોહની તારીખ અલગથી જાહેર કરવામાં આવશે. દરેક એવોર્ડ વિજેતાને એક પ્રતિમા (સ્ટેચ્યુએટ), પ્રમાણપત્ર અને રૂ. 15 લાખની પુરસ્કાર રકમ પ્રાપ્ત થશે. નેશનલ સિલેક્શન કમિટીની ભલામણોને આધારે આ પસંદગીઓ કરવામાં આવી હતી. કમિટીએ નામોની સમીક્ષા કરી હતી અને યોગ્ય ચકાસણી બાદ આ રાષ્ટ્રીય સન્માન પ્રદાન કરવા માટે એવોર્ડ વિજેતાઓની ભલામણ કરી હતી.
આ એવોર્ડ્સનો હેતુ પડકારજનક પરિસ્થિતિઓમાં ઝડપ અને અસરકારકતા સાથે પ્રતિભાવ આપવાની ક્ષમતાને પ્રોત્સાહિત કરતી વખતે, યુવાનોમાં હિંમત, સહનશક્તિ, શિસ્ત, જોખમ લેવાની વૃત્તિ અને સહકારી ટીમ વર્કની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. તે દેશભરમાં સાહસિક પ્રવૃત્તિઓમાં વ્યાપક ભાગીદારીને વેગ આપે છે. આ એવોર્ડ્સ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની અને યુવાનોમાં હિંમત, સ્થિતિસ્થાપકતા અને ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પોષવાની સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2306024)
મુલાકાતી સંખ્યા : 11