માહિતી અને પ્રસારણ મંત્રાલય
છેલ્લા એક વર્ષમાં પબ્લિક બ્રોડકાસ્ટર્સની એડિટોરિયલ સ્વાયત્તતા કે કામગીરી અંગે કોઈ ફરિયાદો મળી નથી
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:26PM by PIB Ahmedabad
સરકારે દેશમાં પ્રસાર ભારતીના બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે વર્ષ 2021-26 માટે બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND) નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના 31.3.2027 સુધી લંબાવવામાં આવી છે. બજેટમાં ફાળવવામાં આવેલ ભંડોળ, વાસ્તવિક ખર્ચ અને આવક નિર્માણ પ્રસાર ભારતીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
એડિટોરિયલ બાબતોની સમીક્ષા નિયમિતપણે એડિટર-ઇન-ચીફ અને વરિષ્ઠ એડિટોરિયલ ટીમ દ્વારા કરવામાં આવે છે. જ્યારે જરૂર પડે ત્યારે, પ્રસાર ભારતીની એડિટોરિયલ નીતિઓ અને પ્રોગ્રામ કોડનું પાલન સુનિશ્ચિત કરવાની સાથે સમાચારની ગુણવત્તા, સચોટતા, સંતુલન અને પ્રસ્તુતિમાં સુધારો કરવા માટે માર્ગદર્શન અને સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. એડિટોરિયલ સામગ્રી સંબંધિત ફરિયાદો સહિત દર્શકોની ફરિયાદો કે પ્રતિક્રિયાઓ (ફીડબેક) સ્થાપિત નીતિ મુજબ યોગ્ય કાર્યવાહી માટે સંબંધિત એડિટોરિયલ ટીમને મોકલવામાં આવે છે.
છેલ્લા એક વર્ષમાં, પબ્લિક બ્રોડકાસ્ટર્સની સ્વાયત્તતા, નિમણૂકો અથવા એડિટોરિયલ કામગીરી અંગે પત્રકારો, કર્મચારીઓ અથવા મીડિયા સંસ્થાઓ તરફથી કોઈ ફરિયાદો કે ઔપચારિક રજૂઆતો મળી નથી. જોકે, અરજદારો તરફથી નિમણૂક અંગેની 07 ફરિયાદો મળી હતી.
આકાશવાણી દેશની લગભગ 98% વસ્તી અને વિસ્તારના આધારે લગભગ 90% ભાગને આવરી લે છે. "DD ફ્રી ડિશ" સબ્સ્ક્રિપ્શન ચાર્જ વિના દેશમાં ગમે ત્યાં મેળવી શકાય છે. પ્રસાર ભારતી તેની નિયમિત એડિટોરિયલ પ્રક્રિયાના ભાગરૂપે તેના સમાચારની ગુણવત્તા, સામગ્રી અને પ્રસ્તુતિમાં સતત સુધારો કરવા માટે વ્યૂઅરશિપ ડેટા, પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ અને સોશિયલ મીડિયા એનાલિટિક્સની સમીક્ષા કરે છે અને આ આંતરદ્રષ્ટિનો ઉપયોગ કરે છે.
આ માહિતી માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા આજે લોકસભામાં એડવોકેટ પ્રિયા સરોજ અને શ્રી પુષ્પેન્દ્ર સરોજ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2294871)
आगंतुक पटल : 12