સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સંરક્ષણ મંત્રીએ ICG કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સીમાચિહ્નરૂપ નીતિગત સુધારાઓનું અનાવરણ કર્યું

प्रविष्टि तिथि: 28 JUL 2026 12:33PM by PIB Ahmedabad

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) માટે બે મહત્વપૂર્ણ નીતિગત સુધારાઓનું અનાવરણ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય અધિકારીઓની ભરતી અને સેવા શરતોમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે, અને ડ્યુટી દરમિયાન દરિયામાં ગુમ થયેલા કર્મચારીઓના પરિવારોને એક્સ-ગ્રેસિયા સહાય મંજૂર કરવાની વહીવટી પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ, DG ICG ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ 28 જુલાઈ, 2026ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

છેલ્લા પાંચ દાયકામાં ICGની ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરતા, સંરક્ષણ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ભવિષ્યલક્ષી નીતિઓ 2027માં તેની સ્વર્ણિમ જયંતિ તરફ આગળ વધી રહેલા બળના મનોબળ અને ઓપરેશનલ કાર્યક્ષમતાને વધુ મજબૂત કરશે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના ICGને આધુનિક, સક્ષમ અને ભવિષ્ય માટે તૈયાર દરિયાઈ દળ તરીકે મજબૂત કરવાના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો હતો.

જાતિ-તટસ્થ ઇન્ડક્શન અને કારકિર્દી પ્રગતિ

પ્રથમ નીતિ માર્ગદર્શિકા ICGમાં અધિકારી ભરતી માટે જાતિ-તટસ્થ માળખું રજૂ કરીને એક વ્યાપક અને મહિલા-કેન્દ્રિત અભિગમ અપનાવે છે.  નીતિના મુખ્ય વિશેષતાઓમાં પુરુષ ઉમેદવારોની સમકક્ષ મહિલા ઉમેદવારોને પણ શોર્ટ સર્વિસ એપોઇન્ટમેન્ટ (SSA) તેમજ પરમનેન્ટ એપોઇન્ટમેન્ટ (PA) હેઠળ ભરતી કરવાની જોગવાઈનો સમાવેશ થાય છે. SSA પણ પુરુષ ઉમેદવારો માટે ખૂલ્લી મૂકવામાં આવી છે.

આ નીતિ પ્રારંભિક તાલીમ તબક્કાથી જ કારકિર્દીની પ્રગતિ માટે સમાન તકો સુનિશ્ચિત કરે છે. હાલના PA મહિલા અધિકારીઓને પણ પાત્રતાની શરતોની પરિપૂર્તિને આધીન ઉચ્ચ હોદ્દા પર બઢતી માટે વિચારણામાં લેવામાં આવશે. SSA પર હાલમાં સેવા આપતા મહિલા અધિકારીઓને પણ નિર્ધારિત શરતોની પરિપૂર્તિને આધીન તેમની સેવાને PAમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. આ પ્રગતિશીલ પગલું નારી શક્તિ અને રાષ્ટ્રના દરિયાઈ સુરક્ષા તંત્રમાં સમાન તક પ્રત્યે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

દરિયામાં ગુમ થયેલા કર્મચારીઓ માટે સુવ્યવસ્થિત એક્સ-ગ્રેસિયા પ્રક્રિયાઓ

બીજો નીતિગત સુધારો તે કર્મચારીઓના નજીકના સંબંધીઓ (NoK) ને રાહત અને વહીવટી સરળતા આપે છે જેઓ કમનસીબે ડ્યુટી દરમિયાન દરિયામાં ગુમ થઈ જાય છે. નીતિના મુખ્ય અંશોમાં એક્સ-ગ્રેસિયાના હેતુ માટે ડ્યુટી દરમિયાન દરિયામાં ગુમ થયેલા ICG કર્મચારીને 'મૃત માની લેવા' ની સત્તાનો સમાવેશ થાય છે. આ સુધારો NoK ને એક્સ-ગ્રેસિયા વળતર અને ટર્મિનલ લાભો મંજૂર કરવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ અને ઝડપી બનાવે છે. આ ઉપાય સુનિશ્ચિત કરે છે કે બહાદુર કર્મચારીઓના પરિવારોને માનસિક આઘાતના સમયગાળા દરમિયાન લાંબા સમય સુધી વહીવટી વિલંબનો સામનો કરવો ન પડે.

 

IJ/BS/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290293) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Tamil , Telugu