પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્કાયરૂટ એરોસ્પેસને શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રીએ નાગરિકોને ઓર્બિટલ લોન્ચ વ્હીકલ, વિક્રમ-1ના પ્રક્ષેપણના સાક્ષી બનવા માટે નાગરિકોને આમંત્રિત કર્યા

प्रविष्टि तिथि: 18 JUL 2026 9:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે, ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ, વિક્રમ-1ના પ્રથમ ઓર્બિટલ લોન્ચ પૂર્વે સ્કાયરૂટ એરોસ્પેસને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેને દેશની અંતરિક્ષ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિક્રમ-1નું પ્રક્ષેપણ ભારતના અંતરિક્ષ મહત્વાકાંક્ષાઓ માટે એક નવી સરહદ ખોલવાનું પ્રતીક છે અને તે નવીનતા, ટેકનોલોજી અને સાહસિકતામાં દેશની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ નાગરિકોને, ખાસ કરીને યુવાનોને, આ સીમાચિહ્નરૂપ મિશનના સાક્ષી બનવા માટે પણ આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભારતની અંતરિક્ષ યાત્રા માટે એક ઐતિહાસિક નવી સરહદ!

આજે સવારે 11:30 વાગ્યે સ્કાયરૂટ એરોસ્પેસ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ, વિક્રમ-1નું પ્રથમ ઓર્બિટલ લોન્ચ કરશે.

આ ફોર-સ્ટેજ રોકેટ ઝડપી અને ઓન-ડિમાન્ડ લોન્ચ સેવાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મિશન આપણા યુવાનોની પ્રતિભા, દ્રઢ સંકલ્પ અને સાહસિક ભાવનાને ઉજાગર કરે છે. તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે આપણા અંતરિક્ષ-ક્ષેત્રના સુધારાઓ નવીનતા અને સાહસ માટે નવી તકો ખોલી રહ્યા છે.

સફળ પ્રક્ષેપણ માટે સમગ્ર સ્કાયરૂટ એરોસ્પેસ ટીમને મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ. વિક્રમ-1 ઊંચી ઉડાન ભરે, ઇતિહાસ રચે અને નવીનતા લાવનારાઓની પેઢીને પ્રેરણા આપે.

હું તમામ ભારતીયોને, ખાસ કરીને મારા યુવાન મિત્રોને, આ ઐતિહાસિક મિશનને નિહાળવા અને #IndiaWithVikram1 નો ઉપયોગ કરીને ટીમ સ્કાયરૂટને સફળતાની શુભેચ્છાઓ પાઠવવામાં જોડાવા આગ્રહ કરું છું.

@SkyrootA

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2286013) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Odia , Tamil , Malayalam