પ્રધાનમંત્રીનું કાર્યાલય
56મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ (IPhO) 2026માં સુવર્ણ ચંદ્રકો જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
13 JUL 2026 1:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલંબિયાના બુકારામંગા ખાતે આયોજિત 56મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ (IPhO) 2026માં સુવર્ણ ચંદ્રકો જીતવા બદલ કનિષ્ક જૈન, રિદ્ધેશ અનંત બેંદાલે, ઋષિત ગર્ગ, શ્રેષ્ઠ સુરાના અને સ્વરિત જોશીની ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ દેશની યુવા શક્તિની અસીમ ક્ષમતા અને વિજ્ઞાન તથા સંશોધન પ્રત્યેના તેમના જુસ્સાનું વધુ એક ઉદાહરણ પ્રતિબિંબિત કરે છે.
શ્રી મોદીએ એ પણ નોંધ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં ભારતીય વિદ્યાર્થીઓએ આ પ્લેટફોર્મની વિવિધ આવૃત્તિઓમાં અપવાદરૂપ રીતે સારું પ્રદર્શન કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આપણા યુવાનો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન!
કોલંબિયાના બુકારામંગા ખાતે આયોજિત 56મી ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ (IPhO) 2026માં સુવર્ણ ચંદ્રકો જીતવા બદલ કનિષ્ક જૈન, રિદ્ધેશ અનંત બેંદાલે, ઋષિત ગર્ગ, શ્રેષ્ઠ સુરાના અને સ્વરિત જોશીની ભારતીય ટુકડીને અભિનંદન.
તેમની આ સિદ્ધિ આપણી યુવા શક્તિની અસીમ ક્ષમતા અને વિજ્ઞાન તથા સંશોધન પ્રત્યેના તેમના જુસ્સાનું વધુ એક ઉદાહરણ પ્રતિબિંબિત કરે છે. એ બાબત પણ એટલી જ પ્રશંસનીય છે કે છેલ્લા એક દાયકામાં, આપણા વિદ્યાર્થીઓએ આ પ્લેટફોર્મની વિવિધ આવૃત્તિઓમાં અપવાદરૂપ રીતે સારું પ્રદર્શન કર્યું છે.”
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2284039)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Assamese
,
Marathi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
हिन्दी
,
Punjabi