પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી રાજસ્થાનના બાલોતરામાં વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસની ઝલક શેર કરી

प्रविष्टि तिथि: 04 JUL 2026 10:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાલોતરામાં આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. વિશાળ જનમેદનીની નોંધ લેતા, તેમણે કાળઝાળ ઉનાળાની ગરમીનો સામનો કરવા બદલ લોકો પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આ વિશાળ જનમેદનીને વર્તમાન શાસનની જોરદાર પુષ્ટિ તરીકે અર્થઘટન કર્યું.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં ઝલક શેર કરતા, શ્રી મોદીએ કહ્યું:

જોધપુર એરપોર્ટ પર ન્યુ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરીને આનંદ થયો.

મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત, તે સમગ્ર રાજસ્થાનમાં પ્રવાસન, વેપાર અને આર્થિક તકોને પણ મજબૂત કરશે.

નવી-જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આપણા દેશના દરેક ભાગને જોડવાની આપણી પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર સતત ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

આજે પચપદરા ખાતે સંકલિત રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ, HPCL રાજસ્થાન રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરશે, સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, રોજગારીનું સર્જન થશે અને આર્થિક પરિવર્તનને વેગ આપશે. આત્મનિર્ભર ભારત તરફની આપણી સફરમાં આ વધુ એક સીમાચિહ્નરૂપ છે.

રાજસ્થાનના બાલોતરામાં દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેધ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને જોવાની સુવર્ણ તક મળી. અહીંની અત્યાધુનિક રિફાઇનરીથી આપણા ઊર્જા સેક્ટરને એક નવી મજબૂતી મળવાની છે.

શહેરોમાં કનેક્ટિવિટીના ઝડપી વિસ્તરણ માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ જ દિશામાં આજે જયપુર મેટ્રોના ફેઝ-2 નો શિલાન્યાસ કરીને ખુબ જ ખુશી થઈ છે.

આજે રાજસ્થાનના આશરે 54 હજાર યુવા સાથીઓને સરકારી નિમણૂક પત્ર સોંપીને ખુબ સંતોષનો અનુભવ થયો છે. હું તેમને અભિનંદન આપવાની સાથે જ રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

રાજસ્થાનના બાલોતરામાં અપાર સંખ્યામાં પધારેલા મારા પરિવારજનોના જોશ અને ઉત્સાહથી ખબર પડે છે કે તેઓ રાજ્યમાં થઈ રહેલા ચોતરફા વિકાસ કાર્યોથી કેટલા ખુશ છે.

વીતેલા એક દાયકામાં અમે દેશની ઊર્જા ક્ષમતાને વધારવાના અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે.  જ પ્રયાસોનું પરિણામ છે કે આજે 21મી સદીના સૌથી મોટા ઊર્જા સંકટ પર નવા ભારતની ઇચ્છાશક્તિ ભારે પડી છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે ડીઝલ-પેટ્રોલ પર આવેલા સંકટને જોતા ઘણી બધી અફવાઓ ફેલાવવાની અને ડરાવવા-ભડકાવવાની રાજકીય રમતો રમવામાં આવી. પરંતુ ભારતે પોતાની ડિપ્લોમેસી અને દોસ્તીથી દરેક સંકટ પર કાબૂ મેળવીને તમામ ખોટા ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા.

યુદ્ધની પરિસ્થિતિમાં ખેડૂતો માટે ફર્ટિલાઇઝરની સમસ્યા હોય કે MSMEs સાથે જોડાયેલા પડકારો, અમે આનાથી નિપટવા માટે યોગ્ય સમયે સચોટ પગલાં લીધાં. આનાથી તેઓ આજે પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.

અમારી સરકાર ઊર્જાના અન્ય સ્ત્રોતો પર પણ કામ કરી રહી છે. રાજસ્થાન પર સૂર્યદેવની કૃપાને જોતા અહીં વિશ્વસ્તરીય સોલર પાર્ક બનાવવાની સાથે-સાથે સૌર ઊર્જા સાથે જોડાયેલા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2281199) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam