નાણા મંત્રાલય
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વના પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર સંપૂર્ણ કસ્ટમ ડ્યુટી મુક્તિ 15 જુલાઈ 2026 સુધી લંબાવી
પોસ્ટેડ ઓન:
30 JUN 2026 5:20PM by PIB Ahmedabad
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના પરિણામે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ઊભી થયેલી અડચણોને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉ એક અસ્થાયી અને લક્ષિત રાહત તરીકે મહત્વના પેટ્રોકેમિકલ ઉત્પાદનોની આયાત પર 30 જૂન, 2026 સુધી સંપૂર્ણ કસ્ટમ ડ્યુટી (સીમા શુલ્ક) મુક્તિ આપી હતી.
આ સમયગાળા દરમિયાન ભારતીય પેટ્રોલિયમ કંપનીઓને એલપીજી (LPG) ના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું હોવાથી, સ્થાનિક બજારમાં પેટ્રોકેમિકલ્સની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ મુક્તિ આપવામાં આવી હતી. હવે જ્યારે પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે, ત્યારે અસરગ્રસ્ત ક્ષેત્રો માટે સરળ અને અવરોધ રહિત સંક્રમણ (ટ્રાન્ઝિશન) સુનિશ્ચિત કરવા માટે, ઉક્ત મુક્તિને વધુ 15 દિવસના ગાળા માટે એટલે કે 15 જુલાઈ, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત આવરી લેવામાં આવેલા ઉત્પાદનોની યાદી અગાઉ સૂચિત કર્યા મુજબ જ રહેશે.
સરકાર ભારતના ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષેત્રને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉની જેમ જ, આ મુક્તિથી પેટ્રોકેમિકલ ફીડસ્ટોક અને ઇન્ટરમીડિએટ્સ પર નિર્ભર એવા પ્લાસ્ટિક, પેકેજિંગ, ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો સહિતના વ્યાપક ઉદ્યોગોને લાભ મળવાની અપેક્ષા છે. આનાથી અંતિમ ઉત્પાદનોના ગ્રાહકોને પણ રાહત મળશે.
નોટિફિકેશન મેળવવા માટે અહીં ક્લિક કરો
અગાઉ જારી કરાયેલી પ્રેસ નોટની લિંક: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248110®=3&lang=1
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2279437)
મુલાકાતી સંખ્યા : 66