રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભાના સભાપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે રાજ્યસભા ચેમ્બરમાં નવ-નિર્વાચિત/પુનઃનિર્વાચિત સભ્યોને શપથ/પ્રતિજ્ઞા લેવડાવી

प्रविष्टि तिथि: 25 JUN 2026 4:50PM by PIB Ahmedabad

માનનીય સભાપતિ, રાજ્યસભા, શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે રાજ્યસભા ચેમ્બરમાં દસ નવ-નિર્વાચિત/પુનઃનિર્વાચિત સભ્યોને શપથ/પ્રતિજ્ઞા  લેવડાવી હતી, જેમના નામ શ્રી પ્રવીણ ચક્રવર્તી, શ્રી દેબાશીષ સામંતરાય, શ્રી સના સતીશ બાબુ, શ્રી વિજય ચિંતકાયલા, શ્રી ભાષ્યમ રામા કૃષ્ણા, શ્રી લિંગામનેની રમેશ, શ્રી રાજેશ પરમાનંદ શુક્લા, શ્રી બૈદ્યનાથ રામ, શ્રી નથવાણી પરિમલ અને શ્રી તાઈ તાગાક છે.

પાંચ સભ્યોએ હિન્દીમાં, એક સભ્યે અંગ્રેજીમાં, એક સભ્યે તમિલમાં અને ત્રણ સભ્યોએ તેલુગુમાં શપથ/પ્રતિજ્ઞા લીધી હતી. ચાર સભ્યો આંધ્રપ્રદેશ રાજ્યના છે, બે ઝારખંડના, જ્યારે તમિલનાડુ, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાંથી એક-એક સભ્ય છે.

આ પ્રસંગે કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ; ગૃહના કેટલાક સભ્યો સહિત અન્ય મહાનુભાવો; રાજ્યસભાના મહાસચિવ શ્રી પી. સી. મોદી અને સચિવાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2277830) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Kannada