ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શુક્રવાર, 26 જૂન 2026 ના રોજ નવી દિલ્હીમાં એનકોર્ડ (NCORD) ની 10મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે
કેન્દ્રીય ગૃહ મંત્રી “વિઝન ડોક્યુમેન્ટ ઓન નાર્કોટિક્સ કંટ્રોલ (2026-2029)” અને “એનસીબી (NCB) વાર્ષિક અહેવાલ- 2025” પણ બહાર પાડશે
વિઝન ડોક્યુમેન્ટ પીએમ મોદીના નશામુક્ત ભારતના વિઝનને સાકાર કરવા માટે માર્ગદર્શક માળખા તરીકે કામ કરશે
શ્રી અમિત શાહ ₹6,000 કરોડના 2,09,500 કિલો ડ્રગ્સનો નાશ કરવા માટે ઓનલાઈન ડ્રગ ડિસ્પોઝલ પખવાડિયા અભિયાનનો શુભારંભ કરશે
શ્રી અમિત શાહ જમ્મુ અને ગુવાહાટીમાં NCB ની ઝોનલ કચેરીઓનું ઉદ્ઘાટન કરશે
નશાના દૂષણનો સામનો કરવા માટેના સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોની સમીક્ષા અને મૂલ્યાંકન કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે
प्रविष्टि तिथि:
24 JUN 2026 2:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ શુક્રવાર, 26 જૂન 2026ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD)ની 10મી સર્વોચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી આ બેઠક, પીએમ મોદીના નશામુક્ત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે સરકારના પ્રયાસોને વધુ સુદ્દઢ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે હાઇબ્રિડ મોડમાં 44 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના મુખ્ય હિસ્સેદારોની સાથે રાજ્ય સરકારો અને ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના 108 પ્રતિનિધિઓને એકસાથે લાવશે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી “વિઝન ડોક્યુમેન્ટ ઓન નાર્કોટિક્સ કંટ્રોલ (2026-2029)” બહાર પાડશે. સંબંધિત કેન્દ્રીય સરકારી વિભાગો, ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક પરામર્શ દ્વારા તૈયાર કરાયેલ આ વિઝન ડોક્યુમેન્ટ નશાના દૂષણના માંગ-ઘટાડા, પુરવઠા-ઘટાડા અને નુકસાન-ઘટાડાના પાસાઓને સંબોધવા માટે એક સહિયારો રોડમેપ પ્રદાન કરશે. આ રોડમેપ, જે નેટવર્ક-કેન્દ્રિત અમલીકરણ અભિગમની પરિકલ્પના કરે છે, તેમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન સંકલિત અને ટકાઉ રીતે અન્ય પગલાંની સાથે કૃત્રિમ માદક પદાર્થોના પડકારો, ડાર્કનેટ-સક્ષમ હેરફેરનો સામનો કરવા, યુવાનોને નશાથી દૂર રાખવા, ડ્રગ યુઝર્સ માટે સારવાર અને પુનર્વસન કેન્દ્રોની પહોંચ વિસ્તારવા માટે લેવાના પગલાંનો પણ સમાવેશ થાય છે. આ દસ્તાવેજ અમલીકરણ, માંગમાં ઘટાડો, પુનર્વસન, જાહેર જાગૃતિ, ક્ષમતા નિર્માણ અને આંતર-એજન્સી સંકલનને એકીકૃત કરતી વખતે તમામ હિસ્સેદારો માટે જવાબદારીઓ, સમયમર્યાદા અને માપી શકાય તેવા લક્ષ્યોને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરે છે. આ વિઝન ડોક્યુમેન્ટ દેશભરમાં નશાના દૂષણને રોકવા માટે નીતિ ઘડતર, અમલીકરણ અને સંસ્થાકીય મજબૂતીકરણ માટે માર્ગદર્શક માળખા તરીકે કામ કરશે.
શ્રી અમિત શાહ NCB નો વાર્ષિક અહેવાલ- 2025 પણ બહાર પાડશે અને જમ્મુ તેમજ ગુવાહાટીમાં નવનિર્મિત NCB ઝોનલ કચેરીઓનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, માદક પદાર્થોનો નાશ કરવા માટેની વિશેષ ઝુંબેશ ‘ડ્રગ ડિસ્પોઝલ ફોર્ટનાઈટ કેમ્પેઈન’ (પખવાડિક અભિયાન) શરૂ કરવામાં આવશે. આ પખવાડિયા દરમિયાન, વિવિધ કેન્દ્રીય અને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કાયદા અનુસાર સમગ્ર ભારતમાં અંદાજે ₹6,000 કરોડની કિંમતના 2,09,500 કિલોગ્રામ માદક પદાર્થોનો નાશ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
આ બેઠક દેશમાં નશાના દૂષણનો સામનો કરવા માટે તમામ સંબંધિત હિસ્સેદારો દ્વારા કરવામાં આવેલા સામૂહિક પ્રયાસોની વ્યાપક સમીક્ષા અને મૂલ્યાંકન માટે એક મંચ પૂરો પાડશે. આ વિચાર-વિમર્શ ભાગ લેનારા રાજ્યો, વિભાગો અને એજન્સીઓને અસરકારક નાર્કોટિક્સ નિયંત્રણના લક્ષ્યને હાંસલ કરવા માટે નવેસરથી જોમ અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધવા માટે સક્ષમ બનાવશે. દેશમાં નશાના દૂષણનો અસરકારક રીતે સામનો કરવા માટે સમગ્ર સરકારી અભિગમની જરૂરિયાત પર ભાર મૂકવાની સાથે, આ ઉચ્ચ સ્તરીય બેઠક આગામી ત્રણ વર્ષમાં દેશભરમાં ગેરકાયદે હેરફેર અને ડ્રગના દુરુપયોગનો અસરકારક રીતે સામનો કરવા સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ બેઠક દેશમાં ડ્રગ ટ્રાફિકિંગ સામે સરકારની ‘ઝીરો ટોલરન્સ પોલિસી’ને વધુ મજબૂત કરશે તેવી અપેક્ષા છે, જેના પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2277402)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam