MIFF banner

MIFF 2026 એ ભારતના મહિલા પ્રતીકોને એનિમેટેડ શ્રદ્ધાંજલિ આપતી સિરીઝ 'ભારતી ઔર બીબો'ના વર્લ્ડ પ્રીમિયરની યજમાની કરી

19મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF 2026) NFDC અને પપેટિકા મીડિયા દ્વારા નિર્મિત અને સ્નેહા રવિશંકર દ્વારા નિર્દેશિત હિન્દી એનિમેશન સિરીઝ 'ભારતી ઔર બીબો' ના વર્લ્ડ પ્રીમિયરની યજમાની કરી હતી. આ સિરીઝનો પરિચય આપતાં, રવિશંકરે આ પ્રોજેક્ટ પર NFDCના સહયોગની નોંધ લેતા તેને એક વિશાળ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. આ સિરીઝ એક ડિસ્ક્લેમર (ડિસ્ક્લેમર એટલે કે અસ્વીકરણ) સાથે શરૂ થાય છે કે ભારતી આ મહાન મહિલાઓને શ્રદ્ધાંજલિ તરીકે મહિલાઓની વાર્તાઓ તેમના બિનસંપાદિત (unedited) સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે.

યુવાન ભારતી અને તેના જાદુઈ સાથી બીબો જેનું નામ ભારતનું સ્ત્રી સ્વરૂપ દર્શાવે છે ના માધ્યમથી કહેવામાં આવેલ, દરેક એપિસોડ ડ્રાઈવર, સંભાળ રાખનાર (caregiver), કથક નર્તક, ખેડૂત, જિમ્નાસ્ટ અને કલાકાર તરીકે રોજિંદી ભૂમિકાઓમાં મહિલાઓની ઉજવણી કરતા સમૂહગાન (કોરસ) સાથે શરૂ થાય છે, જેમાં સાર્વત્રિક પંક્તિ છે: “નારી મેં દેવી મેં, મુઝસે હૈ સબકુછ, મુઝમે હૈ સબકુછ”. આ વિવિધતાસભર પ્રસ્તુતિ મહાન મહિલાઓની છબીને રૂઢિચુસ્ત (સ્ટીરિયોટાઇપ) બનાવવાનો ઇનકાર કરે છે.

આ સિરીઝ ભારતના ચાર વાસ્તવિક જીવનના મહિલા પ્રતીકોની પ્રોફાઇલ દર્શાવે છે. અહલ્યાબાઈ હોલ્કર ઈન્દોરના શાહી પરિવારમાંથી મરાઠા રાણીના વહીવટી ડહાપણ અને રાજદ્વારી તરીકેના ઉદયને દર્શાવે છે, જેમાં મહિલાઓ પાલનપોષણ કરનાર તરીકે તેમની સાસુ દ્વારા પ્રતિબિંબિત થાય છે, જેમણે તેમને મજબૂત નેતૃત્વના પાઠ શીખવ્યા હતા.

રાણી દુર્ગાવતી ગોંડવાના રાણીના શાસન અને અકબર હેઠળના મુઘલ સામ્રાજ્ય સામેની તેમની અવજ્ઞાને રેખાંકિત કરે છે જેમને તેમના માણસો દ્વારા વો તો મહજ એક ઔરત હૈશબ્દો સાથે નકારી કાઢવામાં આવ્યા હતા, તે પહેલાં તેમના દ્રઢ સંકલ્પે તેમને તેમની શક્તિ સ્વીકારવાની ફરજ પાડી હતી. આ એપિસોડ તેમના શરણાગતિના બદલે મૃત્યુને પસંદ કરવા સાથે સમાપ્ત થાય છે, જે વારસો જબલપુરની રાણી દુર્ગાવતી યુનિવર્સિટી દ્વારા સન્માનિત છે. એનિમેટર ગુલાબી રંગ, જે સામાન્ય રીતે નાજુક સ્ત્રીત્વ સાથે જોડાયેલો છે, તેને સબવર્ટ (ઉલટાવી) કરે છે અને તેને હિંમતની પ્રચંડ સેના તરીકે પુનઃ અર્થઘટન કરે છે.

રાણી રાશમોની કોલકાતાના સામાજિક સુધારકને અનુસરે છે જેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને પડકારી હતી, જાહેર કલ્યાણ માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કર્યું હતું અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સાથે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા કાયદા સહિતના સુધારાઓને આગળ વધાર્યા હતા. આ એપિસોડ દક્ષિણેશ્વર મંદિરમાં પૂજારીઓ દ્વારા પૂજા કરવાનો ઇનકાર કરવાના માધ્યમથી ધાર્મિક પિતૃસત્તાને પણ પડકારે છે કારણ કે તે એક મહિલા દ્વારા બનાવવામાં આવ્યું હતું.

સાલુમરાદા થિમ્માક્કા, જે શાહી કથાઓથી શૈલીમાં ભિન્ન છે, તે કર્ણાટકના પર્યાવરણવાદીનું ચિત્રણ કરે છે જેઓ ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા અને નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવ્યા, ત્યારબાદ તેમણે સેંકડો વૃક્ષો વાવ્યા અને તેમને પોતાના બાળકોની જેમ ઉછેર્યા, જેમને પાછળથી પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.

બધા એપિસોડ્સમાં, આ સિરીઝ વિધવાત્વ, લગ્ન અને આ મહિલાઓ દ્વારા સહન કરવામાં આવેલી શાંત ભાવનાત્મક કિંમતોના પ્રમાણિક ચિત્રણને વણે છે. વાર્તા કહેવાની એક સૂક્ષ્મ બારીકાઈ તેનું જાતિ સંતુલન (gender balance) છે, જે નારીવાદી અભિગમની તરફેણમાં સંપૂર્ણપણે માતૃસત્તાક માળખાનો પ્રતિકાર કરે છે.

એજ્યુટેનમેન્ટ (edutainment) ફોર્મેટ ઇતિહાસને યુવા મન માટે સુલભ અને આકર્ષક બંને બનાવે છે. એવા સમયે જ્યારે ભારતના આવા વીર મહિલાઓનો વારસો સ્મૃતિમાંથી લુપ્ત થવાનું જોખમ છે, ત્યારે 'ભારતી ઔર બીબો' બાળકો માટે તેમના યોગદાનને જાણવા, મૂલવવા અને આગળ વધારવા માટે એક રીમાઇન્ડર તરીકે કામ કરે છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2276089   |   Visitor Counter: 12