સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

DRDO એ દેશની આગામી પેઢીની સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું

प्रविष्टि तिथि: 13 JUN 2026 7:06AM by PIB Ahmedabad

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ વિવિધ પ્રકારના દુશ્મનના જોખમો સામે દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરતી બહુવિધ નિર્ણાયક ટેકનોલોજીઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે. લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલો સામે બહુસ્તરીય સંરક્ષણ અને મધ્યમ અંતર પર એન્ટિ-શિપ ક્ષમતા દર્શાવવા માટે જૂન 10 અને 11, 2026ના રોજ સતત ત્રણ ફ્લાઇટ-ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા.

બહુસ્તરીય બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ (BMD) ક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્ટરસેપ્ટર્સે તેમના સંબંધિત લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા. આ સિસ્ટમો ઉભરી રહેલા મિસાઇલ જોખમોનો સામનો કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથે ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે.

આ પરીક્ષણોએ દેશને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલો સુધી નષ્ટ કરવાની BMD ક્ષમતા ધરાવતા રાષ્ટ્રોના ભદ્ર (એલિટ) જૂથમાં મૂકી દીધો છે. નેવલ એન્ટિ-શિપ મિસાઇલ-મીડિયમ રેન્જ (NASM-MR)નું પ્રથમ ફ્લાઇટ-ટેસ્ટ પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ-ટેસ્ટ્સ DRDO અને સંરક્ષણ દળોના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રત્યક્ષ જોવામાં આવ્યા હતા.

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આ નિર્ણાયક ટેકનોલોજીઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવા બદલ DRDOને અભિનંદન પાઠવ્યા છે.

સંરક્ષણ આર એન્ડ ડી (R&D) વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ શ્રી રાજેશ કુમાર સિંહે પરીક્ષણોનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું અને DRDO તથા ઉદ્યોગના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી.

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2272405) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Telugu , Malayalam