માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 14 જૂન, 2026 ના રોજ ફ્રાન્સના નીસ (Nice) ખાતે સંયુક્ત રીતે 'ભારત ઇનોવેટ્સ 2026' નું ઉદ્ઘાટન કરશે


વૈશ્વિક ડીપ ટેક, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને આગળ ધપાવવા માટે ભારત-ફ્રાન્સ ભાગીદારી

प्रविष्टि तिथि: 12 JUN 2026 6:00PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ફ્રાન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે 14 જૂન 2026 ના રોજ ફ્રાન્સના પેલેસ ડેસ એક્સપોઝિશન ડી નીસ (Palais des Expositions de Nice) ખાતે સંયુક્ત રીતે 'ભારત ઇનોવેટ્સ 2026' (Bharat Innovates 2026) નું ઉદ્ઘાટન કરવાના છે.

ભારત સરકાર દ્વારા આયોજિત, 'ભારત ઇનોવેટ્સ 2026' કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની એક પહલ છે. કાર્યક્રમમાં 120 ભારતીય સંશોધકો (ઇનોવેટર્સ), 15 જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) અને અગ્રણી કોર્પોરેટ્સ તેમજ વેન્ચર કેપિટલ ફર્મ્સ સહિત 500 થી વધુ રોકાણકારો, વૈશ્વિક સીઈઓ (CEOs) અને ઉદ્યોગ જગતના નેતાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઊર્જા, હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ જેવા 13 મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવશે, જે ભારતની વધતી જતી નવીનતા અને ડીપ ટેક (Deep Tech) ઇકોસિસ્ટમને હાઇલાઇટ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર શ્રી અજય કુમાર સૂદ, જેમણે 'ભારત ઇનોવેટ્સ 2026' માટે ભારતમાંથી 120 સ્ટાર્ટ-અપ્સ પસંદ કરવા માટે ટેકનિકલ ઓવરસાઇટ કમિટીનું નેતૃત્વ કર્યું હતું, તેઓ પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

'ભારત ઇનોવેટ્સ 2026' ની પ્રથમ આવૃત્તિ નીસ ખાતે વૈશ્વિક રોકાણકારો અને ઉદ્યોગો સમક્ષ ભારતના ડીપ ટેક સંશોધકો અને સ્ટાર્ટ-અપ્સનું પ્રદર્શન કરશે. કાર્યક્રમ ભારત અને વૈશ્વિક હિતધારકો વચ્ચે નવીનતા-આધારિત ભાગીદારીને આગળ ધપાવવા માટે એક ઉચ્ચ પ્રભાવશાળી પ્લેટફોર્મ તરીકે કામ કરશે તેવી અપેક્ષા છે. કાર્યક્રમ દરમિયાન ડીપ ટેક, સંશોધન અને વિકાસ (R&D), સ્ટાર્ટ-અપ સ્કેલિંગ અને ક્રોસ-બોર્ડર રોકાણની સુવિધામાં મજબૂત સહયોગી માળખા સહિત અનેક મુખ્ય જાહેરાતો અને પરિણામોની અપેક્ષા છે.

કાર્યક્રમ સહ-વિકાસ (co-development), ટેકનોલોજી વિનિમય અને ઉભરતી ટેકનોલોજીના પ્રવેગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય અને ફ્રેન્ચ નવીનતા ઇકોસિસ્ટમ્સ વચ્ચે સંસ્થાકીય ભાગીદારી માટેના નવા માર્ગો પર પણ પ્રકાશ પાડશે. ભારત ઇનોવેટ્સને ભાગ લેનારા સંશોધકો અને સંસ્થાઓને રોકાણકારો, કોર્પોરેશનો, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને સરકારી હિતધારકો સાથે રોકાણ, ટેકનોલોજી વેલિડેશન, સહ-વિકાસની તકો, પાયલોટ પ્રોજેક્ટ્સ, મેન્યુફેક્ચરિંગ ભાગીદારી, ટેકનોલોજી ટ્રાન્સફર અને એબ્સોર્પ્શન માટેના માર્ગો બનાવવા, બજાર પ્રવેશ (માર્કેટ એન્ટ્રી) અને ભારતીય નવીનતાઓના આંતરરાષ્ટ્રીય સ્કેલિંગ માટે જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

'ભારત ઇનોવેટ્સ 2026' થી વૈશ્વિક નવીનતા નેટવર્ક્સ સાથે ભારતનો સહયોગ ગાઢ બનાવવા અને ટેકનોલોજી-આધારિત વિકાસ તેમજ સાહસિકતા (આંત્રપ્રિન્યોરશિપ) માટે અગ્રણી કેન્દ્ર તરીકેની સ્થિતિ વધુ મજબૂત થવાની અપેક્ષા છે. કાર્યક્રમ 'ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ' (India-France Year of Innovation) ના નેજા હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરી 2026 માં મુંબઈ ખાતે ભારતના પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

ભારત ઇનોવેટ્સ વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો: https://bharatinnovates.in/

SM/BS/JD


(रिलीज़ आईडी: 2272301) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी