ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

ઇન્ડિયા એઆઇ (IndiaAI) મિશને સ્વદેશી 'વાર્યા' (Varya) લોન્ચ કર્યું, જે પોસાય તેવી કિંમતે ગુણવત્તા પ્રદાન કરવાનો દાવો કરતું વીડિયો સ્ટોરી જનરેટિંગ એઆઇ મોડલ છે


એઆઇ મિશનના સમર્થન હેઠળ અવતાર.એઆઇ (Avataar.ai) દ્વારા વિકસાવવામાં આવેલ 'વાર્યા' વીડિયો જનરેશનનો સમય 50 સ્ટેપ્સથી ઘટાડીને 4 કરવાનો દાવો કરે છે, જે તેને અગ્રણી મોડલ્સ કરતાં દસ ગણું વધુ કાર્યક્ષમ બનાવે છે

શિક્ષણથી લઈને ઈ-કોમર્સ સુધી, વાર્યા ભારતમાં પોપ્યુલેશન સ્કેલ પર પોસાય તેવી એઆઇ વીડિયો જનરેશન સેવા લાવે છે અને સ્માર્ટ પ્રોમ્પ્ટિંગ દ્વારા ટેક્સ્ટને વીડિયોમાં રૂપાંતરિત કરવાની અપાર ક્ષમતા પ્રદાન કરે છે

प्रविष्टि तिथि: 12 JUN 2026 3:09PM by PIB Ahmedabad

એઆઇ-નેટિવ ટ્રાન્સફોર્મેશન કંપની અવતાર (Avataar) દ્વારા આજે 'વાર્યા' (Varya) લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતની આગામી પેઢીના વપરાશકર્તાઓ માટે ફ્રન્ટિયર વીડિયો એઆઇને સસ્તું, સુલભ અને સુસંગત બનાવવા માટે બનાવવામાં આવેલ એક ડિસ્ટિલ્ડ વીડિયો મોડલ છે.

આ લોન્ચિંગ આજે નવી દિલ્હીમાં એક પ્રેસ ઇવેન્ટમાં ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના સચિવ શ્રી એસ. કૃષ્ણનની ગરિમામય ઉપસ્થિતિમાં અવતારની લીડરશિપ ટીમ સાથે કરવામાં આવ્યું હતું.

વાર્યાને ભારતના કોઈ સામાન્ય વિચાર માટે નહીં, પરંતુ ભારતના ઘણા વિવિધ સંદર્ભો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મોડલ ભારતના પ્રદેશો, તહેવારો, સમુદાયો, ખોરાક, કપડાં, જાહેર સ્થળો અને રોજિંદા જીવનમાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ વિઝ્યુઅલ આઉટપુટને સમજવા અને જનરેટ કરવા માટે બનાવવામાં આવ્યું છે. ગામડાના ક્લાસરૂમમાં વિઝ્યુઅલ લેસન (દ્રશ્ય પાઠ) બનાવતા શિક્ષકથી લઈને, પ્રોડક્ટની જાહેરાતો બનાવતા એમએસએમઈ (MSME) સુધી, કે વીડિયો દ્વારા જાહેર માહિતી મેળવતા નાગરિક સુધી, વાર્યાનો ઉદ્દેશ્ય એક સરળ વિચારને ગતિશીલ વાર્તામાં બદલવાનો છે.

સ્વદેશી ફાઉન્ડેશન એઆઇ ક્ષમતાઓ બનાવવા માટે ઇન્ડિયાએઆઇ મિશન દ્વારા પસંદ કરાયેલી કંપનીઓમાં અવતાર સામેલ હતી. સબસિડીવાળા રાષ્ટ્રીય એઆઇ કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુલભતાએ આ સંશોધનને સક્ષમ બનાવ્યું જેના કારણે વાર્યાનું નિર્માણ થયું, જે દર્શાવે છે કે કેવી રીતે જાહેર એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાનિક ઇનોવેશનને વેગ આપી શકે છે.

વીડિયો જ્યારે શિક્ષણ, વાણિજ્ય, સંદેશાવ્યવહાર અને સ્ટોરીટેલિંગ માટેનું પ્રાથમિક માધ્યમ બની રહ્યો છે, ત્યારે કાર્યક્ષમ રીતે ઉચ્ચ ગુણવત્તાવાળી વીડિયો સામગ્રી (કન્ટેન્ટ) જનરેટ કરવાની ક્ષમતા વધુને વધુ મહત્વપૂર્ણ બની રહી છે.

ઇન્ડિયાએઆઇ મિશનના સમર્થનથી વિકસિત, વાર્યા એક ડિસ્ટિલેશન ટેકનિકનો ઉપયોગ કરે છે જે વીડિયો જનરેશનને 50 સ્ટેપ્સથી ઘટાડીને 4 સ્ટેપ્સ કરે છે, જ્યારે તેની આઉટપુટ ગુણવત્તા સમાન રીતે જાળવી રાખે છે. અવતારના આંતરિક ઇન્ફરન્સ-કોસ્ટ બેન્ચમાર્ક અનુસાર, વાર્યા પ્રતિ સેકન્ડ ₹0.48ના દરે વીડિયો જનરેટ કરી શકે છે, જે તેને વિશ્વના કેટલાક અગ્રણી વૈશ્વિક વીડિયો મોડલ્સ કરતાં 10 ગણું વધુ ખર્ચ-કાર્યક્ષમ બનાવે છે.

આ પ્રોડક્ટનો અનુભવ એક સરળ રીત પર આધારિત છે: વિચાર (આઇડિયા) વીડિયો વાર્તા (સ્ટોરી). વપરાશકર્તાઓ એક વિચાર ટાઇપ કરી શકે છે, ઇમેજ અપલોડ કરી શકે છે, વીડિયો જનરેટ કરી શકે છે અને વધારાની ક્લિપ્સ દ્વારા વાર્તા આગળ વધારી શકે છે. એક પ્રોમ્પ્ટ એક પાઠ, એક જાહેરાત, એક માર્ગદર્શિકા, એક ફિલ્મ અથવા એક યાદ બની શકે છે.

ભારત માટે, જ્યાં એઆઇએ માત્ર લાખો લોકો માટે જ નહીં પરંતુ 1.4 અબજથી વધુ લોકો માટે કામ કરવાનું છે, ત્યાં કાર્યક્ષમતા એ કોઈ તકનીકી વિગત નથી. તે સર્વસમાવેશકતાનો પાયો છે.

વાર્યા ભારતના એઆઇ (AI) લક્ષ્યને પ્રતિબિંબિત કરે છે

લોન્ચિંગ પ્રસંગે બોલતા સચિવ શ્રી એસ. કૃષ્ણનને જણાવ્યું હતું કે, “ઇન્ડિયાએઆઇ મિશન હેઠળ સમર્થિત ફાઉન્ડેશનલ મોડલ્સમાંથી એકનું લોન્ચિંગ એ ભારતની એઆઇ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. વાર્યા એ સંશોધન-આધારિત ક્ષમતા નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે જેને આપણે સક્ષમ કરવા માંગીએ છીએ. આ એક ગૌરવની ક્ષણ છે જે સ્વદેશી એઆઇ ક્ષમતાઓ બનાવવા અને એક વાઇબ્રન્ટ ડીપ-ટેક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ફાઉન્ડેશનલ મોડલ્સ માટે વ્યૂહાત્મક સમર્થન દ્વારા, અમે મોટા પાયે ઇનોવેશન સક્ષમ કરી રહ્યા છીએ અને આગામી પેઢીના એઆઇ સોલ્યુશન્સ માટે બિલ્ડિંગ બ્લોક્સ બનાવી રહ્યા છીએ. અમે ભારતની એઆઇ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા અને કરકસરયુક્ત ઇનોવેશન આગળ વધારવા માટે ઉત્સુક છીએ જે વિશ્વ કક્ષાનું અને પોપ્યુલેશન સ્કેલ પર સુલભ હોય.”

અવતાર વાર્યાના મોડલ આર્કિટેક્ચર, ડિસ્ટિલેશન પદ્ધતિ અને બેન્ચમાર્કની રૂપરેખા આપતો એક ટેકનિકલ અહેવાલ પણ પ્રકાશિત કરશે.

વાર્યા ઇનોવેશન દ્વારા સસ્તું એઆઇ

લોન્ચિંગ પ્રસંગે બોલતા અવતારના સીઇઓ (CEO) અને સહ-સ્થાપક શ્રવંત અલુરુએ જણાવ્યું હતું કે, “ભારતની એઆઇ તકો માત્ર સૌથી મોટા મોડલ્સ દ્વારા વ્યાખ્યાયિત થશે નહીં. તે સૌથી કાર્યક્ષમ મોડલ્સ દ્વારા પણ વ્યાખ્યાયિત થશે. વાર્યા સાબિત કરે છે કે ફ્રન્ટિયર-ક્વોલિટી વીડિયો એઆઇને નાટકીય રીતે વધુ કાર્યક્ષમ અને સુલભ બનાવી શકાય છે. 1.4 અબજ લોકોના દેશ માટે, પરવડે તેવી કિંમત એ માત્ર એક ફીચર નથી, તે એક પૂર્વશરત છે. અમે માનીએ છીએ કે આગામી અબજો વાર્તાઓ, પાઠ, જાહેરાતો, સેવાઓ અને અનુભવો એઆઇ દ્વારા બનાવવામાં આવશે અને તે ક્ષમતાઓ દરેક માટે ઉપલબ્ધ હોવી જોઈએ, માત્ર થોડા લોકો માટે નહીં.”

તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે “પોસાય તેવું એઆઇ એ સર્વસમાવેશક એઆઇ છે, અને અવતાર વાર્યા સાથે જે નિર્માણ કરી રહ્યું છે તે મહત્વપૂર્ણ છે કારણ કે તે વાતચીતને માત્ર એઆઇ ક્ષમતાથી આગળ વધારીને એઆઇ સુલભતા પર લાવે છે. ભારત પાસે પોપ્યુલેશન-સ્કેલના ઉપયોગ માટે એઆઇ પ્રોડક્ટ્સ બનાવવા માટે પ્રતિભા, બજારની ઊંડાઈ અને કલ્પના શક્તિ છે. ભારતીય કંપનીઓ માત્ર મોટા મોડલ્સ બનાવીને નહીં, પરંતુ વધુ કાર્યક્ષમ અને સંદર્ભ-જાગૃત મોડલ્સ બનાવીને વૈશ્વિક સ્તરે કેવી રીતે સ્પર્ધા કરી શકે છે તેનું વાર્યા એક મજબૂત ઉદાહરણ છે જે સુલભતાનો વિસ્તાર કરે છે.”

અવતાર વિશે

અવતાર એ એક એઆઇ-નેટિવ ટ્રાન્સફોર્મેશન કંપની છે જે ડોમેન-સ્પેશિયલાઇઝ્ડ એઆઇ પ્રોડક્ટ્સ બનાવે છે જે એન્ટરપ્રાઇઝિસને કાર્યક્ષમતા વધારવા, નવા ઓપરેટિંગ મોડલ્સ અનલોક કરવા અને ડિફેન્સિબલ આઇપી-લેડ (IP-led) ક્ષમતાઓ બનાવવામાં મદદ કરે છે. કંપની ઉચ્ચ વિકાસવાળા બજારોમાં વાસ્તવિક દુનિયાના વ્યવસાય અને ગ્રાહક વપરાશના કિસ્સાઓ પર એઆઇ લાગુ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ડિસ્ટિલ્ડ વીડિયો જનરેશન શું છે?

ડિસ્ટિલ્ડ વીડિયો જનરેશન એ મશીન લર્નિંગમાંથી એક મોડલ કમ્પ્રેશન ટેકનિક છે જ્યાં એક કોમ્પેક્ટ "સ્ટુડન્ટ" મોડલ મોટા, ધીમા "ટીચર" મોડલના આઉટપુટની નકલ કરે છે જે નકામી ગણતરીઓને દૂર કરીને ક્ષમતાઓ સ્થાનાંતરિત કરે છે. સ્ટાન્ડર્ડ વીડિયો મોડલ્સ ક્લીન આઉટપુટ આપતા પહેલા 50 થી વધુ નોઇઝી સ્ટેપ્સમાંથી પસાર થાય છે; ડિસ્ટિલેશન વિદ્યાર્થીને મોટાભાગના સ્ટેપ્સ છોડી દેવાનું અને માત્ર થોડા જ ઇટરેશનમાં સમાન ગુણવત્તા આપવાનું શીખવે છે. વાર્યા ભારતમાં પ્રથમ વખત વીડિયો માટે આ ગ્રાઉન્ડબ્રેકિંગ ટેકનિક લાગુ કરે છે જે ફ્રન્ટિયર-ક્વોલિટી વીડિયો જનરેશનને પોપ્યુલેશન સ્કેલ પર સસ્તું, ઝડપી અને સુલભ બનાવે છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2272186) आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Odia , Tamil , Kannada , Malayalam