ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ મંગળવાર, 9 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (LPMS) લોન્ચ કરશે


આ પહેલ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ અને સરહદ પારના વેપાર તથા મુસાફરોની અવરજવરમાં સુરક્ષા પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે

LPMS એ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે જે લેન્ડ પોર્ટ્સ (જમીન બંદરો) પરની કામગીરીને એકીકૃત પ્રણાલીમાં જોડવા માટે તૈયાર કરાયું છે

એરપોર્ટ અને સીપોર્ટની જેમ જ લેન્ડ પોર્ટ્સને લોજિસ્ટિક્સ અને નિયામક (રેગ્યુલેટરી) માહિતીના સુરક્ષિત, રીઅલ-ટાઇમ આદાનપ્રદાનથી સજ્જ કરશે

કાર્ગો અને મુસાફરોની પ્રક્રિયા માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લો, જેમાં સ્લોટ બુકિંગ, ચુકવણી, ટ્રેકિંગ અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સ સામેલ છે

प्रविष्टि तिथि: 07 JUN 2026 6:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતની સરહદ અને આંતરિક સુરક્ષાને એક નવો વેગ મળ્યો છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ મંગળવાર, 9 જૂન 2026ના રોજ નવી દિલ્હીમાં લેન્ડ પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (LPMS) લોન્ચ કરશે.

આ પહેલ ટેક્નોલોજી-આધારિત ઉકેલો દ્વારા સરહદ પારના વેપાર અને મુસાફરોની અવરજવરમાં કાર્યક્ષમતા, પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ પ્રત્યે મોદી સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

આ અવસરે, કેન્દ્રીય ગૃહ મંત્રી ડાવકી (મેઘાલય) અને શ્રીમંતપુર (ત્રિપુરા) લેન્ડ પોર્ટ્સ ખાતે નવવિકસિત સ્ટેકહોલ્ડર્સ આવાસ સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરશે, જે સરહદ સુરક્ષા કર્મચારીઓ અને અન્ય મૂલ્યવાન હિસ્સેદારો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટને વધુ મજબૂત બનાવશે.

LPMS ની રજૂઆત એ આધુનિક, ટેક્નોલોજી-સક્ષમ સ્માર્ટ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ તરફની ભારતની સફરમાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે, જે વેપાર સુવિધા, કનેક્ટિવિટી, રાષ્ટ્રીય સુરક્ષા અને 2027 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને મજબૂત કરવા પર દેશના વ્યૂહાત્મક ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.

LPMS એ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે જે લેન્ડ પોર્ટ્સ પરની કામગીરીને એકીકૃત પ્રણાલીમાં જોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે લોજિસ્ટિક્સ અને નિયામક માહિતીના સુરક્ષિત, રીઅલ-ટાઇમ આદાનપ્રદાનને સક્ષમ બનાવે છે, જે લેન્ડ પોર્ટ્સને એરપોર્ટ અને સીપોર્ટ્સ પર કાર્યરત ડિજિટલ સિસ્ટમ્સની સમકક્ષ લાવે છે. એક તટસ્થ અને ઓપન પ્લેટફોર્મ તરીકે, LPMS સરકારી એજન્સીઓ અને ખાનગી ઓપરેટરો સહિત વિવિધ હિસ્સેદારો વચ્ચે સીમલેસ સંકલન સરળ બનાવશે, જેથી વિલંબમાં ઘટાડો થશે અને કામગીરીની કાર્યક્ષમતામાં વધારો થશે.

આ પ્રણાલી કાર્ગો અને મુસાફરોની પ્રક્રિયા માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લો રજૂ કરે છે, જેમાં સ્લોટ બુકિંગ, પેમેન્ટ્સ, ટ્રેકિંગ અને સિંગલ-વિન્ડો ક્લિયરન્સનો સમાવેશ થાય છે. ICEGATE, ULIP અને મોટર વાહન ઇકોસિસ્ટમ જેવા મુખ્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ સાથે સંપૂર્ણ રીતે સંકલિત, LPMS ઇન્ટરઓપરેબલ (પરસ્પર કાર્યક્ષમ), કાર્યક્ષમ અને પારદર્શક બોર્ડર મેનેજમેન્ટને સક્ષમ બનાવશે.

લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (LPAI), જે ગૃહ મંત્રાલયના સરહદ વ્યવસ્થાપન વિભાગ હેઠળની એક વૈધાનિક સંસ્થા છે, તે વેપાર, કનેક્ટિવિટી અને પ્રાદેશિક સહયોગને સરળ બનાવવા માટે લેન્ડ પોર્ટ્સના વિકાસ અને સંચાલન માટે જવાબદાર છે. હાલમાં, LPAI ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો પર 15 લેન્ડ પોર્ટ્સ - ભારત-પાકિસ્તાન સરહદ પર અટારી (પંજાબ) અને ડેરા બાબા નાનક (પંજાબ); ભારત-નેપાળ સરહદ પર રૂપાડીહા (ઉત્તર પ્રદેશ), રક્સૌલ (બિહાર) અને જોગબની (બિહાર); ભારત-ભૂતાન સરહદ પર દરંગા (આસામ); ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ (પશ્ચિમ બંગાળ), ડાવકી (મેઘાલય), સુતારકાંડી, ગોલકગંજ અને માંકાચર (આસામ), અગરતલા, શ્રીમંતપુર અને સબરૂમ (ત્રિપુરા); અને ભારત-મ્યાનમાર સરહદ પર મોરેહ (મણિપુર) નું સંચાલન કરે છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2270075) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam