ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અભ્યાસક્રમના સુધારા અંગે ઉદ્યોગ જગત સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી


વ્યવહારિક એક્સપોઝર (પ્રાયોગિક જ્ઞાન), ઉદ્યોગ-સંકલિત શિક્ષણ, ફેકલ્ટી ડેવલપમેન્ટ (શિક્ષકોનો વિકાસ) અને સહિયારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું

પોસ્ટેડ ઓન: 28 MAY 2026 4:03PM by PIB Ahmedabad

ઉભરતા ટેકનોલોજીકલ પ્રવાહો માટે શિક્ષાર્થીઓને વધુ સારી રીતે સજ્જ કરવા માટે ભારત સરકાર AI અભ્યાસક્રમમાં વ્યાપક સુધારા માટે ઉદ્યોગ જગત સાથે સહયોગ કરી રહી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં AI અભ્યાસક્રમ ટાસ્કફોર્સ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ટાસ્કફોર્સે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓમાં હાલના બેચલર ઓફ ટેકનોલોજી (B.Tech) કોમ્પ્યુટર સાયન્સ અને તેની સાથે સંકળાયેલા અભ્યાસક્રમોનો બેઝલાઇન અભ્યાસ કર્યો હતો. આ કવાયત ઉદ્યોગના નિષ્ણાતો અને નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ (NASSCOM) ની ભાગીદારીમાં હાથ ધરવામાં આવી હતી.

જો કે આ અભ્યાસમાં સ્વીકારવામાં આવ્યું છે કે ભારતીય અભ્યાસક્રમમાં AI ના કવરેજનો વિસ્તાર થયો છે, પરંતુ તેમાં નોંધપાત્ર ખામીઓ (ગેપ્સ) જોવા મળી છે. આ ખામીઓ શિક્ષણશાસ્ત્ર (પેડાગોજી), ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનરેટિવ AI, મશીન લર્નિંગ ઓપરેશન્સ (MLOps) અને ફાઉન્ડેશનલ મોડેલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક એક્સપોઝર (પ્રાયોગિક જ્ઞાન) માં હતી.

ટાસ્કફોર્સના ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રો:

  • એપ્લિકેશન-ઓરિએન્ટેડ પેડાગોજી (એપ્લિકેશન-આધારિત શિક્ષણશાસ્ત્ર): પ્રથમ સેમેસ્ટરથી જ લેક્ચર-આધારિત શિક્ષણને બદલે વાસ્તવિક ઉદ્યોગના ઉપયોગના કેસો (યુઝ કેસીસ) પર આધારિત શિક્ષણ તરફ સ્થળાંતર કરવું.
  • ક્રેડિટ-લિંક્ડ કરિક્યુલમ ઇન્ટિગ્રેશન (ક્રેડિટ-લિંક્ડ અભ્યાસક્રમ સંકલન): સેમેસ્ટર-વાર વ્યવસ્થિત રોલઆઉટ સાથે ઔપચારિક શૈક્ષણિક ક્રેડિટ સિસ્ટમમાં જ AI કોર્સનો સમાવેશ કરવો.
  • વધારેલું વ્યવહારિક એક્સપોઝર: ડિગ્રીના પ્રકાર અને પસંદ કરેલી વિશેષતા (સ્પેશિયલાઇઝેશન) ના આધારે, વર્તમાન 25-30 ટકા પ્રાયોગિક જ્ઞાનથી વધારીને 40-75 ટકા સુધીનું પરિવર્તન કરવું.
  • ઇન્ડસ્ટ્રી-ઇન્ટિગ્રેટેડ પેડાગોજી (ઉદ્યોગ-સંકલિત શિક્ષણશાસ્ત્ર): કેપસ્ટોન પ્રોજેક્ટ્સ, એન્ડ-ટુ-એન્ડ AI સોલ્યુશન એન્જિનિયરિંગ અને લો-કોડ તેમજ નો-કોડ ટૂલ્સના ઉપયોગ દ્વારા સમગ્ર પ્રોગ્રામ દરમિયાન ઉદ્યોગ જગતના એક્સપોઝરની વહેંચણી કરવી.
  • રિસ્પોન્સિબલ AI (જવાબદાર AI) એક સતત કડી તરીકે: સ્વતંત્ર મોડ્યુલોને બદલે તમામ સેમેસ્ટરમાં રિસ્પોન્સિબલ AI અને AI ગવર્નન્સ (AI શાસન) નું સંકલન કરવું.
  • મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ ઓપ્શન્સ (બહુવિધ પ્રવેશ-નિકાસ વિકલ્પો): એક લવચીક માર્ગ જે પહેલા વર્ષ પછી પ્રમાણપત્ર (સર્ટિફિકેટ), બીજા વર્ષ પછી ડિપ્લોમા અને ત્રીજા વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા પ્રદાન કરે છે.

ફેકલ્ટી ડેવલપમેન્ટ (શિક્ષકોના વિકાસ) પર ભાર અભ્યાસક્રમ સુધારણાની સાથે ફેકલ્ટીની તૈયારી પણ એટલી જ જરૂરી હોવાનું સ્વીકારીને, પરામર્શમાં સૂચિત રોડમેપના કેન્દ્રમાં ફેકલ્ટી ક્ષમતા નિર્માણને રાખવામાં આવ્યું છે. ભલામણોમાં નીચેની બાબતો સામેલ છે:

  • વ્યવસ્થિત ટ્રેન--ટ્રેનર (ટ્રેનર્સ માટેની તાલીમ) પ્રોગ્રામ્સ,
  • ક્યુરેટેડ કોર્સ કન્ટેન્ટ (અભ્યાસ સામગ્રી),
  • પ્રમાણિત મૂલ્યાંકન માળખું (એસેસમેન્ટ ફ્રેમવર્ક), અને
  • વર્તમાન ઉદ્યોગના સાધનો અને પ્લેટફોર્મ્સ સાથે સુમેળ સાધતી આધુનિક લેબ્સ

અનુભવી ઉદ્યોગ વ્યાવસાયિકોને અંશકાલિક ફેકલ્ટી  તરીકે જોડવા માટે કેન્દ્રિત હસ્તક્ષેપની પણ ભલામણ કરવામાં આવી હતી. આ ક્લાસરૂમમાં ઊંડા વ્યવહારુ જ્ઞાનને લાવવા માટે પ્રીમિયર બિઝનેસ સ્કૂલોના સફળ મોડેલ પર આધારિત છે.

સહિયારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર (શેર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) કેન્દ્ર સ્થાને સહભાગીઓએ રાષ્ટ્રીય સ્તરના સહિયારા AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચનાની વધુમાં દરખાસ્ત કરી હતી. આ ટ્રિપલ હેલિક્સ મોડેલને ઉદ્યોગ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે સમર્થન આપવામાં આવશે. આનાથી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ (GPU) કમ્પ્યુટ, એજ ડિવાઇસીસ, સોફ્ટવેર સ્ટેક્સ અને સબ્સ્ક્રિપ્શન-આધારિત પ્લેટફોર્મ્સની સમાન પહોંચ સુનિશ્ચિત થશે.

ભવિષ્યનો રોડમેપ પરામર્શ આગામી ચાર તાત્કાલિક પગલાંઓ પર સર્વસંમતિ સાથે સમાપ્ત થયો:

  1. રાષ્ટ્રીય સ્તરે કમ્પ્યુટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી અને શીખનારાઓની સંખ્યા માટેની જરૂરિયાતોનો અંદાજ.
  2. ચાલુ બેચના પાંચમાથી આઠમા સેમેસ્ટરમાં સુધારેલા અભ્યાસક્રમને ઔપચારિક રીતે અપનાવવા માટે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) સાથે જોડાણ, તેમજ નવી આવનારી બેચ માટે તેનું સંપૂર્ણ સંકલન.
  3. ફેકલ્ટી ડેવલપમેન્ટ રોડમેપ, જેમાં ઉદ્યોગની આગેવાની હેઠળની તાલીમ, અનુભવોનું આદાનપ્રદાન અને કોર્પોરેટ વ્યાવસાયિકો માટે શિક્ષકો તરીકે સેવા આપવાનો વ્યવસ્થિત માર્ગ સામેલ છે.
  4. નોન-સ્ટેમ (Non-STEM) વિદ્યાશાખાઓ માટે સમાંતર ટ્રેક, જેને AI જાગૃતિ, પાયાની AI સાક્ષરતા અને બિન-તકનીકી ભૂમિકાઓમાં AI ના વ્યવહારિક ઉપયોગને આવરી લેતા એક અલગ કાર્યપ્રવાહ તરીકે હાથ ધરવામાં આવશે.

 

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2266288) મુલાકાતી સંખ્યા : 12