રાષ્ટ્રપતિ સચિવાલય
ઈદ-ઉલ-ઝુહા (બકરી ઈદ) ની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છા
प्रविष्टि तिथि:
27 MAY 2026 6:39PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-ઝુહાની પૂર્વસંધ્યાએ તમામ દેશવાસીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી છે.
પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, “ઈદ-ઉલ-ઝુહાના અવસરે, હું તમામ દેશવાસીઓ અને વિદેશમાં વસતા ભારતીયો, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈ-બહેનોને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.
આ તહેવાર ભક્તિ, ત્યાગ અને નિઃસ્વાર્થ ભાવનાનું પ્રતિક છે. તે આપણને માનવતાની સેવા કરવા, ખાસ કરીને એવા લોકો જેઓ વંચિત છે તેમને મદદ કરવા માટે પ્રેરણા આપે છે.
આ અવસરે, આવો આપણે સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના આપણા સંકલ્પને વધુ મજબૂત કરીએ”.
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
SM/BS/JD
(रिलीज़ आईडी: 2266005)
आगंतुक पटल : 127
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam