ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સીમા સુરક્ષા બળ (BSF) ના અલંકરણ સમારોહ અને રુસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા


BSF ના જવાનોનું સન્માન, રાષ્ટ્ર પ્રત્યે અડગ નિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને પૂર્ણ સમર્પણનું પ્રતીક છે

મોદી સરકાર આગામી એક વર્ષમાં ડ્રોન, રડાર, આધુનિક કેમેરા અને ટેકનોલોજીથી સજ્જ ‘Smart Border Project’ લાવીને અભેદ્ય બોર્ડર ગ્રીડ બનાવશે

ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી રોકવા માટે સંકલ્પબદ્ધ સરકારો છે, BSF તેમની સાથે મળીને કામ કરે

ગૃહમંત્રીએ ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં BSF ને જિલ્લા પ્રશાસનો, પોલીસ સ્ટેશનો, પંચાયત અને પટવારીઓ સાથે મળીને ઘૂસણખોરી રોકવા માટે કામ કરવાના નિર્દેશ આપ્યા

બોર્ડર સિક્યોરિટી આઇસોલેટેડ ડ્યુટી નથી, ટેરિટોરિયલ રિસ્પોન્સિબિલિટી છે

મોદી સરકારનું ઇન્ટરનલ સિક્યોરિટીનું વિઝન - સમસ્યાઓને જડમાંથી ઉખાડી ફેંકવાની છે, ‘નક્સલવાદ બાદ હવે ઘૂસણખોરી સમાપ્ત થશે’

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું સાયબર થ્રેટ્સ, હાઇબ્રિડ વોરફેર અને ડ્રોન વોરફેરનો સામનો કરવા માટે એક વર્ષમાં ‘નવી બોર્ડર સિક્યોરિટી સ્ટ્રેટેજી’ લાવીશું

મોદી સરકાર બોર્ડર પર ‘ટેકનોલોજી-ડ્રિવન સ્માર્ટ સિક્યોરિટી ગ્રીડ’ ઊભી કરવાનો રોડમેપ તૈયાર કરી રહી છે

તે જમાનો જતો રહ્યો, જ્યારે આતંકી હુમલા અને નક્સલવાદીઓ બેખૌફ નરસંહાર કરતા હતા અને સરકારો માત્ર વાટાઘાટો કરતી હતી, આ નવી ડિફેન્સ ડોક્ટ્રિન છે, મોદી ડોક્ટ્રિન છે

મોદીજીએ High Powered Demography Mission ની જાહેરાત કરી, ટૂંક સમયમાં જ આની કમિટી બનાવીને કામ શરૂ થઈ જશે

અમે ભારતમાં Unnatural Demographic Change નહીં થવા દઈએ, એક-એક ઘૂસણખોરોને બહાર કાઢીશું

બે મહિનાની અંદર જ મોદી સરકાર તમામ CAPF જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ માટે એક બહુ મોટો કાર્યક્રમ લઈને આવશે

પોસ્ટેડ ઓન: 22 MAY 2026 5:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સીમા સુરક્ષા બળના અલંકરણ સમારોહ અને રુસ્તમજી સ્મૃતિ વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. અવસરે ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર (નિદેશક), સેક્રેટરી (સચિવ) સીમા પ્રબંધન અને સીમા સુરક્ષા બળ (BSF)ના ડાયરેક્ટર જનરલ (મહાનિદેશક) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે અલંકરણ સમારોહ બળની અડગ નિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને રાષ્ટ્ર પ્રત્યે પૂર્ણ સમર્પણનું પ્રતીક છે. 1965 ના યુદ્ધ પછી સરહદોની સુરક્ષા વ્યવસ્થામાં જોવા મળેલી ખામીઓ (ગૅપ્સ) નો ઊંડો અભ્યાસ કર્યા બાદ એક એવા બળની જરૂરિયાત અનુભવાઈ જે શાંતિના સમયમાં પણ આપણી સરહદોની સુરક્ષા કરે. તે સમયે પદ્મ વિભૂષણ શ્રી કે. એફ. રુસ્તમજીના નેતૃત્વમાં બીએસએફ (BSF) ની રચના થઈ અને ત્યારથી બળે સમગ્ર દેશની સરહદોની સુરક્ષાને સુનિશ્ચિત કરી છે. તેમણે કહ્યું કે શ્રી રુસ્તમજીએ સીમા સુરક્ષા બળનો જે પાયો નાખ્યો હતો તેના પર સુરક્ષાના ક્ષેત્રમાં એક ભવ્ય ઇમારત બનાવવાનું કામ આજે બીએસએફએ કર્યું છે જે દેશ માટે ગૌરવની વાત છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ બીએસએફની મહિલા ટીમ દ્વારા માઉન્ટ એવરેસ્ટ પર સફળ આરોહણ કરવાની ઐતિહાસિક સિદ્ધિ માટે દળના તમામ સભ્યો અને સીમા સુરક્ષા બળના તમામ જવાનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે એવરેસ્ટની ચોટી પર જ્યારે વંદે માતરમ ગાવામાં આવે છે ત્યારે અહીં દિલ્હીમાં બેસીને પણ આપણા મનમાં ખૂબ આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે. ગૃહ મંત્રીએ કહ્યું કે સીમા સુરક્ષા બળની વીરાંગનાઓને વિશ્વની સૌથી ઊંચી ચોટી પર વંદે માતરમનું ગાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે સીમા સુરક્ષાના ક્ષેત્રમાં આજે કેટલાય પ્રકારના નવા પડકારો આપણી સામે ઊભા છે. ગેરકાયદેસર ઘૂસણખોરી, નાર્કોટિક્સની તસ્કરી, ગાયોની તસ્કરી, નકલી કરન્સી (ચલણી નોટો), સંગઠિત ગુનાખોરી, ડ્રોન દ્વારા હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરી સહિત કેટલાય પ્રકારના પડકારો સીમા સુરક્ષા બળની સામે છે, પરંતુ બીએસએફએ સતત પડકારોનો સામનો કરવા માટે સુનિયોજિત પ્રયાસ કર્યો છે. શ્રી શાહે કહ્યું કે બીએસએફએ પોતાની પાસે ઉપલબ્ધ સંસાધનોનો સર્વોત્તમ ઉપયોગ કરીને તમામ પડકારોનો સખત સામનો કરી દેશની સુરક્ષા કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં બળની ભૂમિકાને વધુ સમન્વયિત અને વ્યાપક બનાવવી પડશે.

શ્રી અમિત શાહે કહ્યું કે હવે આપણે માત્ર પરંપરાગત પદ્ધતિથી સરહદોની સુરક્ષા કરી શકીએ. આપણે રાજ્ય પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPFs), અન્ય સશસ્ત્ર દળ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય પ્રશાસન સાથે મળીને સુરક્ષા ગ્રીડને મજબૂત કરવી પડશે ત્યારે આપણે નવા પડકારોનો સામનો કરી શકીશું. આપણે સીમા સુરક્ષાને એક આઇસોલેટેડ (અલગ) જવાબદારી તરીકે જોવાને બદલે એક ટેરિટોરિયલ રિસ્પોન્સિબિલિટી (પ્રાદેશિક જવાબદારી) તરીકે જોવી પડશે ત્યારે આપણે તમામ પડકારોને પાર કરવામાં સફળ થઈશું. શ્રી શાહે એવું પણ કહ્યું કે આપણે આવનારા જોખમોને પણ જોવા પડશે. આપણી જવાબદારી છે કે સરહદ પારથી ઘૂસણખોરી દ્વારા કૃત્રિમ રીતે જનસાંખ્યિકી (ડેમોગ્રાફી) માં કરવામાં આવી રહેલા ફેરફારને રોકવા માટે પણ આપણે સતર્ક અને સજાગ રહેવું પડશે. તેમણે કહ્યું કે નાર્કોટિક્સ અને ફેક કરન્સીના હુમલાથી આપણા અર્થતંત્રને ખોખલું કરવાના પ્રયાસો પ્રત્યે પણ આપણે સતર્ક રહેવું પડશે. સાયબર પડકારો, હાઇબ્રિડ વોરફેર અને ડ્રોનના જોખમો માટે એક નવી રણનીતિ સાથે આપણે કામ કરવું પડશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સિયાચીન અને કાશ્મીરની બર્ફીલા પહાડો, કુપવાડા, કેરન અને ઉરી જેવા દુર્ગમ વિસ્તારો, રાજસ્થાનનું રણ, કચ્છનું નાનું રણ, સરક્રીકના દલદલી નાળાઓ, સુંદરવનના ગીચ જંગલો, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમની કઠિન પૂર્વીય સરહદો અને બ્રહ્મપુત્રા સાથે જોડાયેલા કઠિન સંવેદનશીલ નદી ક્ષેત્રો વચ્ચે સીમા સુરક્ષા બળ અડગ ઊભું છે. કારણે 1965 માં માત્ર 25 બટાલિયનોથી અલ્પ સંસાધનો સાથે શરૂ થયેલું સીમા સુરક્ષા બળ, આજે 2,70,000ના સંખ્યાબળની સાથે વિશ્વનું સૌથી મોટું સીમા સુરક્ષા બળ બની ગયું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે 2014 માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી આપણી રક્ષાનીતિ અને સરહદોની સુરક્ષા વિશેના આપણા દ્રષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ત્રણેય હુમલાનો આપણે જવાબ આપ્યો છે, પછી ભલે તે ઉરી હોય, પુલવામા હોય કે પહલગામ હોય. આપણે સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદુરના માધ્યમથી પાકિસ્તાનની અંદર તેમના મર્મસ્થાન પર પ્રહાર કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે તે જમાનો ગયો કે આતંકી હુમલા પછી વાટાઘાટો થતી હતી, નક્સલવાદીઓ બેખૌફ થઈને જનસંહાર કરતા હતા અને સરકારો માત્ર વાટાઘાટો કરતી હતી. આપણે આપણા સુરક્ષા પરિદ્રશ્યને ભારતના સંવિધાનની સ્પિરિટ (ભાવના) સાથે મજબૂત બનાવવાનું કામ કર્યું છે. એક પ્રકારે નવા Defence Doctrine (સંરક્ષણ સિદ્ધાંત) ની જાહેરાત છે અને આમાં સીમા સુરક્ષા બળનું બહુ મોટું યોગદાન રહ્યું છે.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે ભારત સરકાર અને ગૃહ મંત્રાલય, સરહદને એક સ્માર્ટ બોર્ડર બનાવવામાં સીમા સુરક્ષા બળને તકનીકી (ટેકનિકલ) સહાય પૂરી પાડશે. તેમણે કહ્યું કે બીએસએફ દ્વારા કરવામાં આવી રહેલા કેટલાય પ્રયોગોની સાથે એક મજબૂત સુરક્ષા ગ્રીડ બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આવનારા 1 વર્ષની અંદર સ્માર્ટ બોર્ડર કન્સેપ્ટની સાથે સીમા સુરક્ષાની સુરક્ષામાં તમામ પ્રકારની ટેકનોલોજીને સમાહિત કરીને એક અભેદ્ય બોર્ડરની સુરક્ષા ગ્રીડ બનાવવાનું કામ આગળ વધી રહ્યું છે. ગૃહ મંત્રાલય ખૂબ ઝડપથી ડ્રોન, રડાર, આધુનિક કેમેરા અને અન્ય નવી ટેકનોલોજી સાથે એક સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટને દેશની સામે લાવશે. ગૃહ મંત્રીએ કહ્યું કે શરૂઆત પછી સીમા સુરક્ષા બળનું કામ ઘણું સરળ પણ થઈ જશે અને આને મજબૂતાઈ પણ મળશે.

શ્રી અમિત શાહે કહ્યું કે સીમા સુરક્ષા બળની સ્થાપનાના 60મા વર્ષમાં આપણે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટની શરૂઆત કરીને બાંગ્લાદેશ અને પાકિસ્તાનની આખી સરહદને અભેદ્ય બનાવી દઈશું જેથી બીએસએફને બહુ મોટી તકનીકી સહાય ઉપલબ્ધ થઈ જશે. આનાથી પરાક્રમ, શૌર્ય, સમર્પણ, દેશભક્તિની સાથે-સાથે એક મજબૂત ટેકનિકલ સપોર્ટ પણ બળ પાસે ઉપલબ્ધ થશે જેનાથી આપણે બંને સરહદોને વધુ સુરક્ષિત કરી દઈશું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે નક્કી કર્યું છે કે આપણે માત્ર ઘૂસણખોરીને રોકીશું એટલું નહીં, પરંતુ એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને દેશમાંથી બહાર કાઢી દઈશું અને આપણી જનસાંખ્યિકીમાં કૃત્રિમ ફેરફાર નહીં થવા દઈએ. સીમા સુરક્ષા બળે જનસાંખ્યિકીમાં ફેરફાર કરવાના ષડયંત્રને રોકવું પડશે. તેમણે કહ્યું કે હવે ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં એવી સરકારો છે જે નીતિગત રીતે માને છે કે દેશમાં ઘૂસણખોરી થવી જોઈએ. સીમા સુરક્ષા બળની જવાબદારી છે કે આપણે માત્ર સરહદોની સુરક્ષા કરીએ પરંતુ ગામના પટવારી, પોલીસ સ્ટેશન, ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, DDO, જિલ્લા પોલીસ અધિક્ષક સાથે આપણો સંવાદ હોવો જોઈએ. કયો નવો ઘૂસણખોર આવ્યો છે, તેના આવવાનો કયો રૂટ છે, ક્યાંથી તસ્કરી, ગાયોની તસ્કરી થઈ રહી છે? તમામ રૂટ્સને વીણી-વીણીને બંધ કરવા અને સમાપ્ત કરવા બીએસએફની જવાબદારી છે. આમનાથી મળેલી તમામ માહિતીનો ઉપયોગ કરીને ઘૂસણખોરોને કાઢવાની અને રોકવાની એક સુચારુ વ્યવસ્થા બનાવવી જોઈએ. ગૃહ મંત્રીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વર્ષોથી બેરોકટોક ચાલી રહેલી ઘૂસણખોરીને આપણે રોકવી પડશે.

શ્રી અમિત શાહે કહ્યું કે ભારત સરકારના અડગ અને દ્રઢ નિશ્ચયના કારણે પાંચ દાયકા જૂની નક્સલવાદની સમસ્યા આજે સમાપ્ત થઈ ગઈ છે અને ભારત નક્સલ મુક્ત બની ચૂક્યું છે. તેમણે કહ્યું કે આપણા જવાનોએ કરીને બતાવ્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે સમસ્યાને જાળવી રાખવી કે કંટ્રોલમાં રાખવી સુરક્ષાનો દ્રષ્ટિકોણ હોઈ શકે, પરંતુ સમસ્યાને સમૂળગી સમાપ્ત કરવી સુરક્ષાનો દ્રષ્ટિકોણ હોઈ શકે. તેમણે કહ્યું કે હવે ઘૂસણખોરી માટે પણ બીએસએફએ દ્રઢતાની સાથે આગળ વધવું જોઈએ.

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીએ કહ્યું કે વાઇબ્રન્ટ વિલેજીસ-1 અને વાઇબ્રન્ટ વિલેજીસ-2 સીમા સુરક્ષા બળના સહયોગથી એક લોકતાંત્રિક રીતે ચલાવવામાં આવેલો વિકાસ કાર્યક્રમ છે. બીએસએફના અધિકાર ક્ષેત્રને 15 કિલોમીટરથી વધારીને આપણે 50 કિલોમીટર કર્યું છે અને પશ્ચિમ બંગાળ સરકારે જે જમીન આપવાની હતી તેનો નિર્ણય પણ થઈ ચૂક્યો છે.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીએ High-Powered Demography Mission ની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં આની કમિટી બનાવીને કામ શરૂ થઈ જશે. આપણે બંને દેશોની સરહદો પર આવનારા દિવસોમાં એક મજબૂત સુરક્ષા ગ્રીડ બનાવવી પડશે... અને આના માટે એક બહુ મોટું અભિયાન પણ ચલાવવું પડશે. તેમણે કહ્યું કે બીએસએફનું 60મું વર્ષ એક સ્માર્ટ બોર્ડર બનાવવા અને બીએસએફના જવાનોના કલ્યાણનું પણ વર્ષ છે. શ્રી શાહે કહ્યું કે બે મહિનાની અંદર નરેન્દ્ર મોદી સરકાર બીએસએફ અને તમામ સીએપીએફ (CAPF) ના જવાનોના કલ્યાણ માટે એક બહુ મોટો કાર્યક્રમ લાવશે. ત્યારબાદ આપણા જવાનો નિશ્ચિંત થઈને સરહદોની સુરક્ષા કરી શકશે અને તેમના પરિવારજનોની ચિંતા ભારત સરકારનું ગૃહ મંત્રાલ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે નાર્કોટિક્સ વિરુદ્ધ પણ આપણે દેશમાં એક બહુ મોટું અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ... અને આમાં પણ સીમા સુરક્ષા બળની બહુ મહત્વની ભૂમિકા હશે. બીએસએફની સતર્કતાથી બંને તરફની માહિતીઓ એકત્રિત કરીને નાર્કોટિક્સ વિરુદ્ધની લડાઈમાં પણ બળનું બહુ મોટું યોગદાન છે. તેમણે કહ્યું કે આવનારા ત્રણ-ચાર વર્ષ સીમા સુરક્ષામાં સંપૂર્ણ બદલાવના વર્ષ હશે. તેમણે કહ્યું કે તકનીકી સહાય મળવાથી જવાનોની જવાબદારી ઓછી નથી થતી, પરંતુ વધે છે. શ્રી શાહે કહ્યું કે ટેકનોલોજીને આત્મસાત કરીને, સ્થાનિક લોકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને, સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલ વધારતા આપણે દેશને ઘૂસણખોરીથી મુક્ત કરવાનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

IJ/DK/JD


(રીલીઝ આઈડી: 2264249) મુલાકાતી સંખ્યા : 26