પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે ભારત-ઇટાલી સંબંધો પર એક સંયુક્ત લેખ લખ્યો


પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે બંને દેશો વચ્ચે 'ખાસ વ્યૂહાત્મક ભાગીદારી' એક નિર્ણાયક તબક્કા પર પહોંચી ગઈ છે

પોસ્ટેડ ઓન: 20 MAY 2026 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે તેમણે ઇટાલીના પ્રધાનમંત્રી શ્રીમતી જ્યોર્જિયા મેલોની સાથે એક  લેખ લખ્યો છે, જેમાં ભારત અને ઇટાલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો કેવી રીતે એક નિર્ણાયક તબ્બકા પર પહોંચ્યા છે તેની વિગતો આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચેનો સંબંધ 'ખાસ વ્યૂહાત્મક ભાગીદારી' છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે આ મજબૂત સંબંધ મુખ્યત્વે નવીનતા, સમાન લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"મેં પ્રધાનમંત્રી મેલોની સાથે એક લેખ લખ્યો છે, જેમાં ભારત અને ઇટાલીના સંબંધો કેવી રીતે એક નિર્ણાયક તબ્બકા પર પહોંચ્યા છે તેની વિગતો આપવામાં આવી છે. અમારી ભાગીદારી એક 'ખાસ વ્યૂહાત્મક ભાગીદારી' છે, જે નવીનતા, સમાન લોકશાહી મૂલ્યો અને ભવિષ્ય માટે એક સહિયારા દ્રષ્ટિકોણ પર આધારિત છે."


 

IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2263170) મુલાકાતી સંખ્યા : 17