નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

મંદિરના સોનાના ભંડારના મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) અંગેના ખોટા દાવાઓ પર સ્પષ્ટતા

પોસ્ટેડ ઓન: 19 MAY 2026 9:37AM by PIB Ahmedabad

કેટલાક મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ એવા દાવાઓ સાથે પ્રસારિત થઈ રહ્યા છે કે ભારત સરકાર મંદિરના સોનાના અનામત ભંડારના બદલામાં મંદિરોને ગોલ્ડ બોન્ડ જારી કરવાનું આયોજન કરી રહી છે અથવા મંદિરના સોનાના ભંડારના મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) માટેનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં મંદિર ટ્રસ્ટો અથવા કોઈપણ ધાર્મિક સંસ્થા પાસે રહેલા સોના માટે સરકાર મુદ્રીકરણ (મોનેટાઇઝેશન) યોજના દાખલ કરવાનું આયોજન કરી રહી છે તેવું સૂચવતી અટકળો અને અફવાઓ સંપૂર્ણપણે ખોટી, ભ્રામક અને કોઈપણ આધાર વિનાની છે.

એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે કે, મંદિરના શિખરો (ટાવર્સ), દરવાજા અથવા અન્ય મંદિરના માળખાઓ પર સોનાના પતરાંને "ભારતના વ્યૂહાત્મક સોનાના ભંડાર" (સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ્સ ઓફ ઇન્ડિયા) તરીકે ગણવામાં આવશે તેવા દાવાઓ પણ ખોટા, ભ્રામક અને તદ્દન પાયાવિહોણા છે.

નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અથવા તેને પ્રસારિત ન કરે. અસત્યાપિત (વેરિફાઇડ ન થયેલી) માહિતી ફેલાવવાથી બિનજરૂરી મૂંઝવણ ઊભી થાય છે અને જનતા ગેરમાર્ગે દોરાઈ શકે છે.

સરકાર તમામ નાગરિકોને માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંચારો (કમ્યુનિકેશન્સ) પર જ આધાર રાખવા વિનંતી કરે છે. નીતિવિષયક નિર્ણયો અથવા સરકારી યોજનાઓ સંબંધિત કોઈપણ માહિતી સત્તાવાર અખબારી યાદીઓ (પ્રેસ રિલીઝ), સરકારી વેબસાઇટ્સ અને ચકાસાયેલા (વેરિફાઇડ) જાહેર સંચાર પ્લેટફોર્મ્સ દ્વારા શેર કરવામાં આવશે.

 

IJ/DK/GP/JT


(રીલીઝ આઈડી: 2262637) મુલાકાતી સંખ્યા : 13