પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ASML અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચેના કરાર હસ્તાક્ષરના સાક્ષી બન્યા

प्रविष्टि तिथि: 16 MAY 2026 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ જેટેનની સાથે આજે ધોલેરા, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ફેબ (Fab)ને સહયોગ આપવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASML વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કરવાના સાક્ષી બન્યા હતા.

બંને પ્રધાનમંત્રીઓએ ગુજરાતમાં ભારતના પ્રથમ ફ્રન્ટ-એન્ડ સેમિકન્ડક્ટર ફેબ માટે એકસાથે ભાગીદારી કરવાના ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ASMLના નિર્ણયને આવકાર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ ભાગીદારીને દેશમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની ભારતની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.

ASMLએ ડચ બહુરાષ્ટ્રીય કોર્પોરેશન છે અને હાઇ-પ્રિસિઝન લિથોગ્રાફી સાધનોના અગ્રણી સપ્લાયર્સમાંનું એક છે, જે સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનમાં એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ, જે ટાટા જૂથની પેટાકંપની છે, તે એક ભારતીય ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની છે જે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા સ્થાપી રહી છે.

અગ્રણી ડચ CEOs સાથેની રાઉન્ડટેબલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનને અહીં જોઈ શકાય છે [Link]

 

IJ/GP/JT

 

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2261915) आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam