પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 10 MAY 2026 11:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ નવા કાર્યકાળ માટે તેમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને રાજ્યના લોકોના કલ્યાણ અને વિકાસ માટે તમિલનાડુ સરકાર સાથે મળીને કામ કરવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“થિરુ સી. જોસેફ વિજયને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. તેમના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ. લોકોના જીવનને બહેતર બનાવવા માટે કેન્દ્ર સરકાર તમિલનાડુ સરકાર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

@TVKVijayHQ”

 

SM/JY/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2259496) મુલાકાતી સંખ્યા : 8