ચૂંટણી આયોગ
azadi ka amrit mahotsav

વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026


રૂ. 1400 કરોડથી વધુના ગેરકાદેસર સામગ્રી જપ્ત કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 07 MAY 2026 2:26PM by PIB Ahmedabad

ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તેમજ 5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ દરમિયાન આદર્શ આચારસંહિતા (MCC) ના કડક પાલન માટે અનેક પગલાં લેવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના 144-ફાલતા વિધાનસભા મતવિસ્તાર સિવાય આ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે આચારસંહિતાનો અમલ સમાપ્ત થયો છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, પંચે મુખ્ય સચિવો, સીઈઓ (CEOs), ડીજીપી (DGPs) અને ચૂંટણી યોજાતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ તેમની સરહદને અડીને આવેલા રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ અને અમલીકરણ એજન્સીઓના વડાઓ સાથે અનેક સમીક્ષા બેઠકો યોજી હતી.

હિંસા-મુક્ત, ડર-મુક્ત અને પ્રલોભન-મુક્ત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે 376 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ (જેમાં IRS (IT), IRS (C&IT), IA&AS, IRAS, IDAS, IP&TAFS અને ICAS ના અધિકારીઓ સામેલ હતા), 7,470 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ્સ (FSTs) અને 7,470 સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ (SSTs) તૈનાત કરવામાં આવી હતી.

આ જપ્તીની કામગીરીમાં ઈલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ (ESMS) નામના આઈટી પ્લેટફોર્મ દ્વારા મદદ મળી હતી, જેણે વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન અને માહિતીની આપ-લેને વધુ સરળ બનાવી હતી. 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ESMS સક્રિય થયા ત્યારથી 6 મે, 2026 સુધીમાં થયેલી કુલ જપ્તીની વિગતો નીચે મુજબ છે:

જપ્તીના આંકડા (રૂ. કરોડમાં)

ક્રમ

રાજ્ય

રોકડ (રૂ. કરોડ)

દારૂ (જથ્થો લિટરમાં)

દારૂની કિંમત (રૂ. કરોડ)

ડ્રગ્સની કિંમત (રૂ. કરોડ)

કિંમતી ધાતુ (રૂ. કરોડ)

અન્ય ચીજો (રૂ. કરોડ)

કુલ (રૂ. કરોડ)

1.

તમિલનાડુ

105.22

1,37,248.53

4.94

78.61

165.86

307.65

662.28

2.

પશ્ચિમ બંગાળ

31.14

58,58,648.98

151.86

130.28

69.36

190.77

573.41

3.

આસામ

6.07

8,28,248.33

22.71

70.08

3.68

14.7

117.24

4.

કેરળ

12.12

78,215.3

2.51

58.47

2.25

5.33

80.67

5.

પુડુચેરી

0.33

18,340.35

0.39

0

8.99

0.02

9.72

કુલ

 

154.89

69,88,793.38

183.33

337.88

250.14

518.73

1444.96

આ આંકડાઓ દર્શાવે છે કે, 2021 ની સામાન્ય ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે જપ્તીમાં 40.14% નો વધારો થયો છે. 2021 માં આ રાજ્યોમાં કુલ રૂ. 1029.93 કરોડની જપ્તી થઈ હતી. વર્ષ 2021 ની સરખામણીમાં 2026 માં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 68.92% નો અને તમિલનાડુમાં 48.40% નો વધારો જોવા મળ્યો છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2258712) મુલાકાતી સંખ્યા : 17