ગૃહ મંત્રાલય
ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સશસ્ત્ર દળોની અતુલનીય વીરતાને સલામ કરી
'ઓપરેશન સિંદૂર' ભારતનું એક યુગપ્રવર્તક મિશન છે, જે આપણા દુશ્મનોને આપણા સશસ્ત્ર દળોની અચૂક પ્રહાર શક્તિની હંમેશા યાદ અપાવતું રહેશે
સશસ્ત્ર દળોની ચોક્કસ પ્રહાર શક્તિ, એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ ગુપ્ત માહિતી અને મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ સાથે મળીને સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કર્યો
આ દિવસ આપણા દુશ્મનોને એ ભયાનક સંદેશ આપતો રહેશે કે તેઓ ગમે ત્યાં છુપાઈ જાય, તેઓ બચી શકશે નહીં
તેઓ હંમેશા આપણી નજરમાં છે અને આપણી મારક ક્ષમતાના પ્રચંડ પ્રકોપ હેઠળ છે
પોસ્ટેડ ઓન:
07 MAY 2026 10:30AM by PIB Ahmedabad
ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સશસ્ત્ર દળોની અતુલનીય વીરતાને સલામ કરી અને કહ્યું કે ઓપરેશન સિંદૂર એ ભારતનું એક યુગપ્રવર્તક મિશન છે જે આપણા દુશ્મનોને આપણા સશસ્ત્ર દળોની અચૂક પ્રહાર શક્તિની હંમેશા યાદ અપાવતું રહેશે.
X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, “ઓપરેશન સિંદૂર ભારતનું એક યુગપ્રવર્તક મિશન છે જે આપણા દુશ્મનોને આપણા સશસ્ત્ર દળોની અચૂક પ્રહાર શક્તિની હંમેશા યાદ અપાવશે. ઇતિહાસ તેને આપણા સશસ્ત્ર દળોની સચોટ પ્રહાર શક્તિ, આપણી એજન્સીઓની ઝીણવટભરી જાણકારી અને મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ તરીકે યાદ રાખશે જે પહલગામમાં આપણા નાગરિકો પર દુષ્ટ છાયા નાખવાની હિંમત કરનાર સરહદ પારના આતંકના દરેક સરનામાંને નષ્ટ કરવા માટે એક થઈને ઉભરી આવી હતી. આ દિવસ આપણા દુશ્મનોને એ ભયાનક સંદેશ આપતો રહેશે કે તેઓ ગમે ત્યાં છુપાઈ જાય, તેઓ બચી શકશે નહીં. તેઓ હંમેશા આપણી નજરમાં છે અને આપણી મારક ક્ષણતાના પ્રચંડ પ્રકોપ હેઠળ છે. આ દિવસે, હું આપણા દળોની અતુલનીય વીરતાને સલામ કરું છું.”
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2258615)
મુલાકાતી સંખ્યા : 7