પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

પોસ્ટેડ ઓન: 15 APR 2026 11:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમને આ ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.

'X' પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું:

"પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં થયેલા અકસ્માત વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું: પ્રધાનમંત્રી @narendramodi"

 


SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2252106) મુલાકાતી સંખ્યા : 26