માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકાર ખોટી માહિતીનો સામનો કરે છે; PIB ફેક્ટ-ચેક યુનિટે 2,900થી વધુ ફેક્ટ ચેક રજૂ કર્યા
પોસ્ટેડ ઓન:
01 APR 2026 3:39PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો હેઠળ ફેક્ટ ચેક યુનિટ (FCU) કાર્ય કરે છે. FCU કેન્દ્ર સરકારને લગતા ફેક ન્યૂઝ, ખોટી માહિતીને ઓળખે છે. અધિકૃત સ્ત્રોતો પાસેથી સમાચારની સત્યતા ચકાસ્યા પછી, FCU તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાચી માહિતી પ્રકાશિત કરે છે. વધુમાં, તે નાગરિકોને ચકાસણી માટે શંકાસ્પદ સામગ્રીની જાણ કરવા પ્રોત્સાહિત કરે છે, જેનાથી ખોટી માહિતી સામે લડવામાં જનભાગીદારી મજબૂત બને છે.
FCU એ ભારત સરકારને લગતા વિવિધ ફેક દાવાઓની ઓળખ કરી છે જેમાં ડીપફેક્સ, AI-જનરેટેડ અને ભ્રામક વીડિયો, નોટિફિકેશન, પત્રો અને વેબસાઇટ્સનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 2913 ફેક્ટ-ચેક્સ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તમામ ફેક્ટ-ચેક્સ X, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, થ્રેડ્સ અને વોટ્સએપ ચેનલ સહિત PIB ફેક્ટ ચેકના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન, PIB ફેક્ટ ચેક યુનિટે ઓનલાઈન ફરતી ખોટી માહિતી અને પ્રતિકૂળ નેરેટિવ્સને સક્રિયપણે ઓળખ્યા હતા. તેણે ખોટા દાવાઓના ફેક્ટ-ચેકિંગ પર તાત્કાલિક કાર્યવાહી કરી, અધિકૃત માહિતી પૂરી પાડી અને સચોટ જાહેર સંવાદ સુનિશ્ચિત કર્યો, જેનાથી ભ્રામક અને ભારત વિરોધી નેરેટિવ્સના ફેલાવાને રોકવામાં મદદ મળી. મંત્રાલયે ઓપરેશન સિંદૂર દરમિયાન ડિજિટલ મીડિયા પર આવા 1,400 થી વધુ URLs ને બ્લોક કરવા માટેના નિર્દેશો પણ જારી કર્યા હતા.
ડિજિટલ મીડિયા પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટના પ્રકાશકો માટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 (IT રૂલ્સ, 2021) આચારસંહિતા (Code of Ethics) ની સાથે આવા પ્રકાશકો દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ત્રણ-સ્તરીય સંસ્થાકીય પદ્ધતિ પ્રદાન કરે છે.
આ માહિતી આજે લોકસભામાં શ્રી વી. કે. શ્રીકંદન દ્વારા પૂછવામાં આવેલા અતારાંકિત પ્રશ્નના જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા સબમિટ કરવામાં આવી હતી.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2247743)
મુલાકાતી સંખ્યા : 14