માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકારે OTT પ્લેટફોર્મ્સ માટે એક્સેસિબિલિટી માર્ગદર્શિકા જારી કરી; શ્રવણ અને દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા પ્રેક્ષકો માટે વિશેષ સુવિધાઓ ફરજિયાત કરી
પોસ્ટેડ ઓન:
27 MAR 2026 3:48PM by PIB Ahmedabad
માહિતી અને પ્રસારણ મંત્રાલયે 06.02.2026ના રોજ શ્રવણ અને દ્રષ્ટિની ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે ઓનલાઇન ક્યુરેટેડ કન્ટેન્ટ પબ્લિશર્સ (OTT પ્લેટફોર્મ્સ) ના પ્લેટફોર્મ પર સામગ્રીની સુલભતા માટેની માર્ગદર્શિકા જારી કરી છે.
માર્ગદર્શિકા મંત્રાલયની વેબસાઇટ પર નીચેના પાથ હેઠળ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે: https://mib.gov.in → Home → Documents → Acts, Policies & Guidelines
આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે OTT પ્લેટફોર્મ પરની ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ શ્રવણ અને દ્રષ્ટિની ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે સુલભ હોય અને તે અમલીકરણના સમયપત્રકની જોગવાઈ પૂરી પાડે છે.
માર્ગદર્શિકા આદેશ આપે છે કે OTT પ્લેટફોર્મ પર પ્રકાશિત તમામ નવી સામગ્રીમાં નિર્ધારિત અમલીકરણ સમયપત્રક મુજબ શ્રવણ-ક્ષતિ ધરાવતા પ્રેક્ષકો માટે (ક્લોઝ્ડ કેપ્શનિંગ/ઓપન કેપ્શનિંગ/ઈન્ડિયન સાઈન લેંગ્વેજ) અને દ્રષ્ટિહીન દર્શકો માટે (ઓડિયો ડિસ્ક્રિપ્ટર્સ) ઓછામાં ઓછી એક-એક એક્સેસિબિલિટી સુવિધા હોવી જોઈએ.
શ્રીમતી માયા નરોલિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા રાજ્યસભામાં આ માહિતી રજૂ કરવામાં આવી હતી.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2246024)
મુલાકાતી સંખ્યા : 21