ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બિહાર દિવસ પર બિહારના તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને અનોખી કળાઓ માટે પ્રખ્યાત બિહારે હંમેશા રાષ્ટ્રને સામાજિક ન્યાય અને બૌદ્ધિક જાગૃતિનો માર્ગ બતાવ્યો છે

નાલંદા અને વિક્રમશિલાની ભવ્ય જ્ઞાન પરંપરાઓથી લઈને સ્વતંત્રતા સંગ્રામ અને કટોકટી સુધી, બિહારે દરેક તબક્કે ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે

આજે બિહાર તેના વિશાળ વારસા અને પરંપરાઓને સાચવીને પ્રગતિ અને વિકાસ માટે નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે

પોસ્ટેડ ઓન: 22 MAR 2026 10:17AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બિહાર દિવસ પર બિહારના તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને અનોખી કલાઓ માટે પ્રખ્યાત, બિહારે હંમેશા રાષ્ટ્રને સામાજિક ન્યાય અને બૌદ્ધિક ચેતનાનો માર્ગ બતાવ્યો છે. નાલંદા અને વિક્રમશિલાની ભવ્ય જ્ઞાન પરંપરાથી લઈને સ્વતંત્રતા સંગ્રામ અને કટોકટી સુધી, બિહારે દરેક તબક્કે ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે બિહાર તેના વિશાળ વારસા અને પરંપરાઓને સાચવીને પ્રગતિ અને વિકાસના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બિહાર દિવસ પર બિહારના તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક શુભેચ્છાઓ."

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2243516) મુલાકાતી સંખ્યા : 16