પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે ચર્ચા કરી અને તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
પોસ્ટેડ ઓન:
19 MAR 2026 5:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવા (de-escalation) તથા સંવાદ અને મુત્સદ્દીગીરી તરફ પાછા ફરવાની તાતી જરૂરિયાત અંગે ચર્ચા કરવા માટે વાતચીત કરી હતી. શ્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે તેમના ગાઢ સંકલનને જાળવી રાખવા આતુર છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
"મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવાની તાતી જરૂરિયાત તેમજ સંવાદ અને મુત્સદ્દીગીરી પર પાછા ફરવા અંગે વાત કરી.
અમે આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતાને આગળ વધારવા માટે અમારું ગાઢ સંકલન જાળવી રાખવા આતુર છીએ."
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2242586)
મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Odia
,
Telugu
,
Kannada