પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ગુવાહાટી, આસામમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 13 MAR 2026 8:00PM by PIB Ahmedabad

મુર મરોમોર ગુવાહાટી બાશી રાઈઝ, આપુનાલોકક મોઈ મુર, આંતોરિક નમોશ્કાર જોનાઈશુ। આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી સર્બાનંદ સોનોવાલજી, ઉપસ્થિત રાજ્ય સરકારના તમામ મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેશભરમાંથી ટેકનોલોજીના માધ્યમથી, આ કાર્યક્રમમાં જોડાયેલા આપણા તમામ અન્નદાતા સાથી, ટી-ગાર્ડનમાં કામ કરતા મારા ભાઈ-બહેન, અને હું જોઈ રહ્યો છું કે ઘણા સિનિયર આપણા તમામ મુખ્યમંત્રીજી પણ આજે આપણી સાથે આ કાર્યક્રમમાં દેશના ખૂણે-ખૂણેથી જોડાયેલા છે, મારા સૌને નમસ્કાર.

ભાઈઓ અને બહેનો, આજે મને નવરાત્રિ પહેલા, મા કામાખ્યાની આ પાવન ભૂમિ પર, આપ સૌના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મા કામાખ્યાના આશીર્વાદથી, થોડીવાર પહેલા, અહીંથી સાડા 19 હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. આસામને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવનારા પ્રોજેક્ટ્સથી લઈને આસામ આવતા લોકોની સુવિધા માટે જે કામ થયા છે, ઢગલાબંધ પ્રોજેક્ટ્સ આજે આસામને મળ્યા છે. આજે દેશના ખેડૂતો અને આસામમાં ટી ગાર્ડનમાં કામ કરતા સાથીઓ માટે પણ ઘણો મોટો દિવસ છે. થોડા ક્ષણ પહેલા, પૂરા દેશમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ, 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રાશિ, આપણા કરોડો અન્નદાતાઓના ખાતામાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત, આસામના ચાના બગીચાઓ સાથે જોડાયેલા અનેક પરિવારોને આજે જમીનના પટ્ટા પણ આપવામાં આવ્યા છે. હું આસામના લોકોને, અહીંના તમામ પરિવારોને અને દેશભરના ખેડૂતોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, આજે દેશભરમાંથી ખેડૂત સાથી, મા કામાખ્યાની આ ધરતી સાથે જોડાયા છે. થોડીવાર પહેલા કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિ જમા થવાના મેસેજ, દરેકના મોબાઈલમાં પહોંચી ચૂક્યા છે. આ યોજના ખરેખર અદ્ભુત છે. એક ક્લિકથી કરોડો ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા જમા થાય છે. દુનિયાના વિકસિત દેશોમાં પણ આવું સંભવ નથી. અને મને વિદેશના મહેમાન જ્યારે મળે છે અને આ વિષયમાં એટલા સવાલો પૂછે છે, જાણકારી માટે એટલા ઉત્સુક રહે છે, કે આ બધું કેવી રીતે સંભવ થઈ રહ્યું છે. દુનિયાના મોટા-મોટા દેશના મોટા-મોટા નેતાઓને પણ આ ઘણું અજૂબા જેવું લાગે છે, અને આ મારા એ જ ખેડૂત ભાઈ-બહેન છે, જેમનામાંથી મોટાભાગના પાસે 2014 પહેલા ન મોબાઈલ ફોન હતો અને ન બેંકમાં તેમનું કોઈ ખાતું હતું. આજે આવા કરોડો ખેડૂતોના ખાતામાં, અત્યાર સુધી સવા ચાર લાખ કરોડ રૂપિયાથી વધુ પૈસા જમા થઈ ચૂક્યા છે. આમાં આસામના પણ આશરે 19 લાખ ખેડૂતો છે, જેમને અત્યાર સુધી લગભગ આઠ હજાર કરોડ રૂપિયા મળી ચૂક્યા છે.

સાથીઓ, મને યાદ છે, જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ, તો અફવાઓ ફેલાવવામાં, જૂઠું બોલવામાં માહિર કોંગ્રેસવાળા કહેતા હતા કે આ યોજનાના પૈસા આજે ભલે મોદી આપે છે, પરંતુ ચૂંટણી પછી પાછા આપવા પડશે, આ જૂઠું બોલવામાં આવા એક્સપર્ટ છે. પરંતુ આજે સન્માન નિધિની આ યોજના, દેશના નાના ખેડૂતો માટે, સામાજિક સુરક્ષાનું એક માધ્યમ બની ગઈ છે.

સાથીઓ, ભાજપ-એનડીએ (BJP-NDA) સરકાર માટે ખેડૂત હિતથી મોટું બીજું કંઈ નથી. જ્યારે ખેડૂતોને પૈસા આપવાની વાત આવતી હતી, કોંગ્રેસવાળાના શ્વાસ અટકી જતા હતા. હું તમને બીજું એક ઉદાહરણ આપું છું. 2014 પહેલા કેન્દ્રમાં 10 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકારના 10 વર્ષમાં ખેડૂતોને MSP ના રૂપમાં સાડા 6 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, 10 વર્ષમાં સાડા 6 લાખ કરોડ. જ્યારે આપણી સરકારના 10 વર્ષમાં, ખેડૂતોને MSP ના રૂપમાં 20 લાખ કરોડ રૂપિયાથી વધુ મળી ચૂક્યા છે.

સાથીઓ, વીતેલા 11 વર્ષોમાં દેશના ખેડૂતની આસપાસ ભાજપ-એનડીએ સરકારે એક મજબૂત સુરક્ષા કવચ બનાવ્યું છે. MSP હોય, સસ્તું ઋણ હોય, પાક વીમો હોય, પીએમ કિસાન સન્માન નિધિ હોય, આ યોજનાઓ ખેડૂતોનું ઘણું મોટું સંબળ બની છે. એટલું જ નહીં, અમે આ વાતનું ધ્યાન રાખ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર સંકટની અસર ખેતી-વાડી પર ન પડે. હવે જેમ કોરોના અને ત્યારબાદ જે યુદ્ધ થયા છે, તેના કારણે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમતો અનેક ગણી વધી ગઈ હતી. વિદેશી બજારોમાં ખાતર મળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ કેન્દ્ર સરકારે આ સંકટને રોકવા માટે ભરપૂર કોશિશ કરી. યુરિયાની જે બોરી આંતરરાષ્ટ્રીય બજારમાં 3 હજાર રૂપિયામાં મળે છે, એ જ બોરી આપણી સરકારે પોતાના ખેડૂતોને માત્ર 300 રૂપિયામાં આપી છે. આના પર સરકારે પોતાના ખજાનામાંથી 12 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે, જેથી મારા ખેડૂતો પર બોજ ન પડે. આ બોજ સરકાર પોતાના ખભા પર ઉઠાવી રહી છે.

સાથીઓ, વીતેલા દાયકામાં ભાજપ-એનડીએ સરકારે, બીજું એક ઘણું મોટું કામ આત્મનિર્ભરતાને લઈને કર્યું છે. અમે કૃષિને બહારના સંકટોથી બચાવવા માટે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યું છે. અમે આઝાદ ભારતમાં વારંવાર જોયું છે, કે દુનિયાના બીજા હિસ્સાઓમાં લડાઈઓ થાય છે, ક્યાંક સપ્લાય ચેઈનમાં દિક્કત આવે છે, તો પરેશાની આપણા ખેડૂતને થતી હતી. ક્યારેક ખાતર મોંઘું થઈ જતું હતું, ક્યારેક ડીઝલ અને ઊર્જાની કિંમત વધી જતી હતી. કારણ કે દાયકાઓ સુધી કોંગ્રેસ પાર્ટીએ દેશને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. આનાથી ખેતીની પડતર પણ વધી જતી હતી.

સાથીઓ, ખેડૂતોની ખેતી નવી ટેકનિક સાથે જોડાય, તેમને સિંચાઈની નવી પદ્ધતિઓ સાથે જોડવામાં આવે, અને પાકોને પણ લાભ મળે, એ મનસાથી આપણી સરકારે Per Drop More Crop ની નીતિ બનાવી, ડ્રિપ અને સ્પ્રિંકલર જેવી માઈક્રો-ઈરિગેશન ટેકનિકોને ખેડૂતો સુધી પહોંચાડી. આનાથી સિંચાઈ પણ બહેતર થઈ અને પડતર પણ ઓછી થઈ ગઈ. આજે સરકાર, તમારા ખેતરોને સોલર પંપ સાથે જોડવા માટે કામ કરી રહી છે, અને આપણી કોશિશ છે કે ડીઝલ પર તમારો ખર્ચો ઓછામાં ઓછો હોય. કેન્દ્રે જે કુસુમ યોજના બનાવી છે, તે એટલા માટે જ છે. આજે ઘણા બધા ખેડૂતો, માત્ર સોલર પંપ લગાવીને સિંચાઈ નથી કરી રહ્યા પરંતુ તેનાથી વીજળી બનાવીને, પૈસા પણ કમાઈ રહ્યા છે. અને તેથી હું કહું છું, અન્નદાતા ઊર્જાદાતા બને.

સાથીઓ, આપણો નિરંતર પ્રયાસ છે, કે ખાતર અને કીટનાશકો પર ખેડૂતોની નિર્ભરતા પણ ઓછી થાય. કોંગ્રેસની ખોટી નીતિઓના કારણે, દેશના પાંચ મોટા ખાતર કારખાના બંધ થઈ ગયા હતા. અમે તે ખાતર કારખાનાઓને ફરીથી શરૂ કરાવ્યા. સાથે જ, ખેડૂતોને નેનો યુરિયા સાથે જોડવા માટે પણ ઘણા કામ કર્યા. આજે દેશના ખેડૂતને આનો લાભ મળી રહ્યો છે. હવે ભાજપ-એનડીએ સરકાર દેશના ખેડૂતોને, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત જ્યારે ઘણા મોટા સ્તર પર પ્રાકૃતિક ખેતીને અપનાવશે તો માટી પણ સુરક્ષિત રહેશે અને આપણા અન્નદાતા વૈશ્વિક સંકટોથી પણ સુરક્ષિત રહેશે.

સાથીઓ, એક તરફ ભાજપ-એનડીએ સરકાર ખેડૂતોને લઈને કામ કરી રહી છે, આપણે દેશને આત્મનિર્ભર બનાવવામાં લાગ્યા છીએ, ત્યાં જ આજે કોંગ્રેસે એકવાર ફરી સાબિત કરી દીધું છે કે તે કોઈ પણ સ્થિતિમાં દેશ પ્રત્યે ઈમાનદાર નથી. આજે યુદ્ધથી બનેલા સંકટોની વચ્ચે પણ કોંગ્રેસ માત્ર અફવાઓ ફેલાવવામાં અને અપ-પ્રચાર કરવામાં લાગેલી છે. અને હું જરા કોંગ્રેસના સાથીઓને કહેવા માંગુ છું, એક કામ કરો, લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે પંડિત નેહરુ જીએ જે ભાષણ આપ્યા છે, જરા ભાષણ સાંભળો, તમે સાંભળીને હેરાન થઈ જશો. લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટે એકવાર કહી રહ્યા છે પંડિત જી, કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં લડાઈ ચાલી રહી છે, એટલા માટે ભારતમાં મોંઘવારી વધી રહી છે. હવે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા ક્યાં છે અને અહીં પર મોંઘવારી વધવાની વાત નેહરુ જી કહી રહ્યા હતા. અને આજે કોંગ્રેસના લોકો દેશને ગુમરાહ કરવામાં લાગ્યા છે. વૈશ્વિક સંકટોનો પ્રભાવ શું હોય છે, આ આજે દુનિયા જોઈ રહી છે.

સાથીઓ, ભાજપ- એનડીએ સરકારને અમારી રિફાઈનરીઝના વિકાસ માટે, રિફાઈનિંગ કેપેસિટીના વિસ્તાર માટે કામ કર્યું છે. આજે ભારત દુનિયાનો તે દેશ છે, જે પોતાની જ નહીં, પરંતુ વિશ્વની ઊર્જા જરૂરિયાતોનું પણ ધ્યાન રાખી શકે છે. અહીં આસામમાં જે આપણી રિફાઈનરીઝ છે તેમને પણ વીતેલા વર્ષોમાં expand કરવામાં આવી છે. આસામ સહિત પૂરા નોર્થ ઈસ્ટમાં ગેસ પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અભૂતપૂર્વ રોકાણ કરવામાં આવી રહ્યું છે. નુમાલીગઢ-સિલીગુડી પાઈપલાઈનના અપગ્રેડેશનનું કામ પણ પૂરું થઈ ચૂક્યું છે. અને આસામના ગોલાઘાટમાં દુનિયાનો પહેલો સેકન્ડ જનરેશન બાયો-એથેનોલ પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ બધા પ્રોજેક્ટ્સનો ઘણો મોટો ફાયદો આ આખા ક્ષેત્રને થશે.

સાથીઓ, રેલવેની વિદેશો પર નિર્ભરતા ઓછી થાય, આપણે વિદેશોથી ઓછું તેલ મંગાવવું પડે, તેના માટે એક દાયકામાં ઘણું મોટું કામ થયું છે. છેલ્લા દસ વર્ષમાં, આજે દેશનું લગભગ લગભગ પૂરૂ રેલ નેટવર્ક ઈલેક્ટ્રિક રૂટ સાથે જોડાઈ ચૂક્યું છે. અને જલ્દી જ, આપણે 100 ટકા ઈલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય પણ પૂરું કરી રહ્યા છીએ. આ ઈલેક્ટ્રિફિકેશનને કારણે દેશમાં લગભગ લગભગ પોણા બેસો કરોડ લીટર ડીઝલની બચત થઈ રહી છે. આસામમાં પણ રેલવે નેટવર્કનું તેજીથી વીજળીકરણ થઈ રહ્યું છે. આજે પણ અહીં રેલવેના વીજળીકરણ સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે.

સાથીઓ, આસામ, દેશમાં રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલા સંકલ્પોની સિદ્ધિમાં પણ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. લોઅર કોપીલી હાઈડ્રો પાવર પ્રોજેક્ટથી આસામ સહિત પૂરા નોર્થ ઈસ્ટને ફાયદો થશે. અને સૌથી મોટી વાત, જે આ હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓ આસામમાં શરૂ થઈ છે, તે આસામના યુવાનો માટે રોજગારની નવી તકો બનાવી રહી છે, આસામની સમૃદ્ધિ વધારી રહી છે.

સાથીઓ, ભાજપ-એનડીએની ડબલ એન્જિન સરકારની ઓળખ સંવેદનશીલતાથી છે, સુશાસનથી છે. દેશના દરેક ક્ષેત્ર, દરેક વર્ગનો વિકાસ, આ આપણી પ્રાથમિકતા છે. આ જ ભાવ સાથે, આજે આસામના ટી-ગાર્ડનમાં કામ કરતા સાથીઓ માટે ઘણી મોટી પહેલ થઈ છે. જેમની મહેનતથી આસામની વૈશ્વિક ઓળખને બળ મળ્યું, જેમની ઉગાડેલી ચાની સુગંધ દુનિયાભરમાં ભારતની ઓળખ બની, આજે તે સાથીઓને ભાજપ-એનડીએ સરકાર સન્માન પણ આપી રહી છે અને સહાયતા પણ આપી રહી છે. કોંગ્રેસની સરકારોએ આ સાથીઓને પૂછ્યું પણ નહીં, તેમની પાસે જમીનના કાયદેસર દસ્તાવેજ પણ નહોતા. હું હિમંત જી અને તેમની પૂરી ટીમને અભિનંદન આપીશ, તમે ટી-ગાર્ડન સાથે જોડાયેલા આ પરિવારો માટે ઘણું મોટું કામ કર્યું છે. આજે આસામની સરકાર આ ઐતિહાસિક અન્યાયને ખતમ કરવાનું કામ કરી રહી છે. હવે આ પરિવારોને તેમની પોતાની જમીન મળી છે, અને તેમના માટે પાકા ઘર મળવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. આનાથી ટી-ગાર્ડનમાં રહેતી બહેનોને વિશેષરૂપે ઘણો ફાયદો થશે. હું ઈચ્છીશ કે હવે ટી-ગાર્ડનમાં કામ કરતા પરિવારોના બાળકો પણ સારી રીતે અભ્યાસ કરે અને આગળ વધે. અને ભાજપ સરકારે આના માટે પણ પૂરી સુવિધાઓ બનાવી દીધી છે. એટલા માટે જ તો દરેક ટી-ગાર્ડન વર્કર કહી રહ્યો છે- આકો એબાર, બીજેપી શોરકાર! અને મારા માટે તો, આ મારા ટી ગાર્ડન મજૂરોના સન્માન કરવા એટલે, હું ખુદ એક દેવું ઉતારી રહ્યો છું, કારણ કે તમે ભલે બગીચામાં કામ કરતા હતા, દૂર-સુદૂર ગુજરાતમાં મારા ગામમાં તે ચાની પત્તી પહોંચતી હતી, અને હું ચા વેચી વેચીને અહીં સુધી પહોંચી ગયો. હવે મને બતાવો કે આ ટી ગાર્ડન વાળાના આશીર્વાદ ન હોત, તો હું અહીં પહોંચત શું? આ ટી ગાર્ડન વાળાની ટી મારા ત્યાં પહોંચી અને હું આજે તમારી વચ્ચે પહોંચ્યો. અને જુઓ મા કામાખ્યાની કેવી કૃપા છે, કે મને આજે મારા ટી ગાર્ડનના ભાઈઓનું દેવું ઉતારવાની તક, મા કામાખ્યા દેવીએ મને આપી.

સાથીઓ, આજથી પ્રસિદ્ધ નિમાતી ઘાટ અને બिश्वનાથ ઘાટ પર આધુનિક ક્રૂઝ ટર્મિનલ બનાવવાનું કામ પણ શરૂ થયું છે. આ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, આ આસામમાં ટુરિઝમ અને સ્થાનિક અર્થવ્યવસ્થાને નવી દિશા આપનારું કામ છે. ભાજપ સરકારે ટુરિઝમને માત્ર દર્શનીય સ્થળો સુધી સીમિત નથી રાખ્યું, પરંતુ તેને રોજગાર અને વિકાસની મોટી તક તરીકે જોયું છે. આ જ વિચાર સાથે બ્રહ્મપુત્ર નદીમાં પણ, વોટર ટુરિઝમની સંભાવનાઓ વધારવામાં આવી રહી છે. ક્રૂઝ ટર્મિનલ બનવાથી બ્રહ્મપુત્ર પર ક્રૂઝ ચલાવવાનું કામ આગળ વધશે અને દેશ-દુનિયાના પર્યટકો માટે આસામ સુધી પહોંચવું વધુ સરળ થશે. જ્યારે ક્રૂઝ ટુરિઝમ વધશે, તો સ્થાનિક યુવાનો માટે રોજગારની નવી તકો બનશે. કારીગરો અને હસ્તશિલ્પ સાથે જોડાયેલા લોકોને નવું બજાર મળશે. નાના દુકાનદારો, નાવિકો, હોટલ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકોની આવક પણ વધશે. એટલે કે આસામમાં ટુરિઝમ હવે માત્ર ફરવા-ફરવા સુધી સીમિત નથી, આ સ્થાનિક વિકાસ અને જન-સમૃદ્ધિનું એક નવું એન્જિન બની રહ્યું છે.

સાથીઓ, આસામ, આજે આપણા નોર્થ ઈસ્ટ એટલે કે અષ્ટલક્ષ્મીના નવા ભવિષ્યનો એક મોડેલ બની રહ્યું છે. અહીંની પ્રગતિ પૂરા નોર્થ ઈસ્ટને નવી ગતિ આપી રહી છે. આસામમાં જે બદલાવ વીતેલા એક દાયકામાં બીજેપી-એનડીએ સરકારે કર્યો છે, તેનો પ્રભાવ પડોશમાં પશ્ચિમ બંગાળમાં પણ દેખાઈ રહ્યો છે. ત્યાં પણ લોકો ભાજપ-એનડીએનું એવું જ સુશાસન ઈચ્છે છે. એટલા માટે હું આસામના દરેક યુવાન, દરેક પરિવારને કહીશ, કે આપણે મળીને વિકસિત આસામ માટે કામ કરતા રહેવાનું છે. જેથી આસામ, દેશમાં એક મોડેલ સ્ટેટ બનીને ઉભરે. આ જ આગ્રહ સાથે, હું જ્યારે બધા મુખ્યમંત્રી મહોદય, આ સમારોહમાં આપણી સાથે જોડાયેલા છે, તો હું તેમની પાસે એક આગ્રહ કરવા માંગુ છું, અહીં જે પીએમ એકતા મોલનું ઉદ્ઘાટન થયું છે, તમે તમારા રાજ્યની વસ્તુઓ પણ અહીં વેચવાની વ્યવસ્થા કરો. તમે કંઈક જગ્યા અહીં લો અને આસામમાં કોઈને કેરળની વસ્તુ જોઈએ, તો અહીંથી જ મળવી જોઈએ, મહારાષ્ટ્રની કંઈ વસ્તુ જોઈએ, અહીંથી જ મળી જવી જોઈએ, ગુજરાતની કોઈ વસ્તુ જોઈએ અહીંથી મળી જાય, રાજસ્થાનની જોઈએ અહીં મળી જાય, એટલે કે પૂરા દેશની એકતાના દર્શન થાય. આ મોલમાં હિન્દુસ્તાનના તમામ રાજ્યોની ઉપસ્થિતિ હોય, આ મોલમાં આસામના દરેક ડિસ્ટ્રિક્ટની ઉપસ્થિતિ હોય. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ, એટલે કે એક પ્રકારથી કોઈ પણ વ્યક્તિ એકતા મોલમાં જાય, તો તેને ત્યાં પૂરા હિન્દુસ્તાન મળી જવું જોઈએ. અને મને વિશ્વાસ છે કે આસામની ધરતીથી પૂરા દેશને એક મોડેલ મળશે અને આ સફળતાપૂર્વક દેશના દરેક રાજ્યમાં એકતા મોલ તૈયાર થઈ જશે. હું આપ સૌને ફરીથી એકવાર વિકાસની પરિયોજનાઓની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. દેશભરમાંથી જે ખેડૂત સાથી આપણી સાથે જોડાયેલા રહ્યા છે, હું તેમનો પણ ફરીથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું મા કામાખ્યાને પ્રાર્થના કરું છું, કે થોડા જ દિવસો પછી જ્યારે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, મા કામાખ્યાની કૃપા તમામ દેશવાસીઓ પર બની રહે અને આપણે બધા સંકટોને પાર કરતા નવા વિશ્વાસ, નવા સામર્થ્ય સાથે આગળ વધીએ, મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! વંદે માતરમ્! વંદે માતરમ્! વંદે માતરમ્! વંદે માતરમ્! વંદે માતરમ્! વંદે માતરમ્! વંદે માતરમ્! વંદે માતરમ્!

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2239991) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी