માહિતી અને પ્રસારણ મંત્રાલય
એડવર્ટાઈઝિંગ કોડ ઉત્પાદનો માટે ચમત્કારિક અથવા અલૌકિક ગુણધર્મોનો દાવો કરતી જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની માર્ગદર્શિકા સમર્થન (Endorsements) માટે યોગ્ય ખંત ફરજિયાત બનાવે છે અને જાહેરાતો માટેની શરતો નિર્ધારિત કરે છે
પોસ્ટેડ ઓન:
11 MAR 2026 3:28PM by PIB Ahmedabad
વર્તમાન નિયમનકારી માળખા મુજબ, ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલો પર પ્રસારિત થતી તમામ જાહેરાતોએ કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને તે હેઠળ ઘડવામાં આવેલા નિયમોમાં નિર્ધારિત એડવર્ટાઈઝિંગ કોડનું પાલન કરવું આવશ્યક છે. એડવર્ટાઈઝિંગ કોડનો નિયમ 7(5) અન્ય બાબતોની સાથે એવી જોગવાઈ કરે છે કે 'કોઈપણ જાહેરાતમાં એવા સંદર્ભો હોવા જોઈએ નહીં જે જનતાને એવું અનુમાન કરવા તરફ દોરી જાય કે જાહેરાત કરાયેલ ઉત્પાદન અથવા તેના કોઈપણ ઘટકમાં કોઈ વિશેષ અથવા ચમત્કારિક અથવા અલૌકિક ગુણધર્મ કે ગુણવત્તા છે, જે સાબિત કરવી મુશ્કેલ હોય.' જ્યારે એડવર્ટાઈઝિંગ કોડની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન જણાય ત્યારે ખાનગી ટીવી ચેનલો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. મંત્રાલય એડવર્ટાઈઝિંગ કોડનું પાલન સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે બ્રોડકાસ્ટર્સને એડવાઈઝરી પણ જારી કરે છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સેન્ટ્રલ ઓથોરિટી/CCPA) ની સ્થાપના ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની કલમ 10 હેઠળ ગ્રાહકોના અધિકારોના ઉલ્લંઘન, અયોગ્ય વેપાર પદ્ધતિઓ અને ખોટી અથવા ભ્રામક જાહેરાતોને લગતી બાબતોનું નિયમન કરવા, ગ્રાહકોના અધિકારોનું રક્ષણ અને અમલ કરવા માટે કરવામાં આવી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 ની કલમ 18 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, "ભ્રામક જાહેરાતો નિવારણ અને ભ્રામક જાહેરાતો માટે સમર્થન (Endorsements) અંગેની માર્ગદર્શિકા, 2022" જારી કરી છે. આ માર્ગદર્શિકા બિન-ભ્રામક અને માન્ય જાહેરાત, બેઈટ એડવર્ટાઈઝમેન્ટ (લોભામણી જાહેરાત), સરોગેટ એડવર્ટાઈઝમેન્ટ પર પ્રતિબંધ, બાળકોને લક્ષિત કરતી જાહેરાત, જાહેરાતમાં ડિસ્ક્લેમર અને ઉત્પાદક, સેવા પ્રદાતા, જાહેરાતકર્તા અને જાહેરાત એજન્સીની ફરજો માટેની શરતો પૂરી પાડે છે.
ઉપરોક્ત માર્ગદર્શિકા ક્લોઝ 13 હેઠળ વધુમાં નિર્ધારિત કરે છે: જાહેરાતોના સમર્થન માટે જરૂરી 'ડ્યુ ડિલિજન્સ' (યોગ્ય ખંત) એટલે કે જાહેરાતમાં કોઈપણ સમર્થન એ રજૂઆત કરનાર વ્યક્તિ, જૂથ અથવા સંસ્થાના સાચા, વ્યાજબી રીતે વર્તમાન અભિપ્રાયને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ અને તે ઓળખાયેલ માલ, ઉત્પાદન અથવા સેવા વિશે પૂરતી માહિતી અથવા અનુભવ પર આધારિત હોવું જોઈએ અને અન્યથા ભ્રામક હોવું જોઈએ નહીં. વધુમાં, માર્ગદર્શિકા ઉલ્લેખ કરે છે કે જ્યાં ભારતીય વ્યાવસાયિકો, પછી ભલે તે ભારતમાં રહેતા હોય કે અન્યથા, કોઈપણ વ્યવસાયને લગતી કોઈપણ જાહેરાતમાં સમર્થન કરવા માટે તે સમયે અમલમાં રહેલા કોઈપણ કાયદા હેઠળ પ્રતિબંધિત હોય, તો તે વ્યવસાયના વિદેશી વ્યાવસાયિકોને પણ આવી જાહેરાતમાં સમર્થન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2238189)
મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada