પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પોતાના સંબોધનના મુખ્ય અંશો શેર કર્યા

પોસ્ટેડ ઓન: 28 FEB 2026 10:21PM by PIB Ahmedabad

ગુજરાતના સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીના સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનના કેટલાક મુખ્ય મુદ્દાઓ શેર કર્યા છે.

X પોસ્ટની એક સીરીઝમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું;

માઈક્રોનની સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન ટેકનોલોજી નેતૃત્વ તરફ ભારતની સફરમાં એક સીમાચિહ્નરૂપ છે.”

"સાણંદમાં માઇક્રોનના ATMP સુવિધામાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થવાથી, ભારત વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનનો મુખ્ય ભાગ બનશે અને ક્ષેત્રમાં અમારી ભૂમિકા વધુ મજબૂત બનશે."

"આજે ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તે સાણંદમાં માઇક્રોનની સુવિધા પર સ્પષ્ટપણે દેખાય છે"

"ભારત તૈયાર છે. ભારત વિશ્વસનીય છે. ભારત કામ કરે છે."

" વર્ષના બજેટમાં, અમે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત કરી છે, જે ભારતમાં મટીરિયલ, કમ્પોન્મેન્ટ અને સર્વિસિસની માંગમાં નોંધપાત્ર વધારો કરશે."

"હું ભારતના ભાગીદારો અને વૈશ્વિક રોકાણકારોને ખાતરી આપું છું..."

"ભારત માટે ગર્વનો દિવસ!

માઈક્રોન ટેકનોલોજીની સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું સાણંદમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

પ્રસંગની કેટલીક ખાસ વાતો અહીં છે..."

 

SM/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2234125) મુલાકાતી સંખ્યા : 47