આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
કેબિનેટે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યોના 8 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 307 કિમીનો વધારો થશે
પ્રોજેક્ટ્સની કુલ અંદાજિત કિંમત રૂ. 9,072 કરોડ છે અને તે 2030-31 સુધીમાં પૂર્ણ થશે
પોસ્ટેડ ઓન:
24 FEB 2026 3:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના રૂ. 9,072 કરોડ (આશરે) ના કુલ ખર્ચના 3 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- ગોંદિયા – જબલપુર ડબલિંગ (બેવડી લાઇન)
- પુનરખ - ક્યુલ 3rd અને 4th લાઇન
- ગમહરિયા - ચાંડિલ 3rd અને 4th લાઇન
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યોના 8 જિલ્લાઓને આવરી લેતા 3 (ત્રણ) પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 307 કિમીનો વધારો કરશે.
સૂચિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 5,407 ગામડાઓમાં કનેક્ટિવિટી વધારશે, જેની વસ્તી આશરે 98 લાખ છે.
લાઈન ક્ષમતામાં વધારો થવાથી ગતિશીલતામાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે ભારતીય રેલવે માટે કાર્યકારી કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટિ-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડને ઓછી કરવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નવભારતના વિઝનને અનુરૂપ છે જે આ વિસ્તારમાં વ્યાપક વિકાસ દ્વારા આ પ્રદેશના લોકોને "આત્મનિર્ભર" બનાવશે જે તેમની રોજગારી/સ્વ-રોજગારીની તકોમાં વધારો કરશે.
આ પ્રોજેક્ટ્સ PM-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આયોજિત કરવામાં આવ્યા છે જેમાં સંકલિત આયોજન અને હિતધારકો સાથે પરામર્શ દ્વારા મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, સામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
સૂચિત ક્ષમતા વધારો દેશભરના અનેક પ્રખ્યાત પર્યટન સ્થળો માટે રેલ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જેમાં કચનાર શિવ મંદિર (જબલપુર), કાન્હા નેશનલ પાર્ક (બાલાઘાટ), ગાંગુલપારા ડેમ અને વોટરફોલ, પેંચ નેશનલ પાર્ક, ધુઆંધાર વોટરફોલ, બરગી ડેમ, ગોમજી-સોમજી મંદિર, ચાંડિલ ડેમ, દાલમા હિલ ટોપ, હેસાકોચા વોટરફોલ, રાયજામા ઘાટી, દાલમા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વગેરેનો સમાવેશ થાય છે.
કોલસો, સ્ટીલ, આયર્ન ઓર, સિમેન્ટ, બેલાસ્ટ અને સ્ટોન ચિપ્સ, ફ્લાય એશ, ખાતર, લાઈમસ્ટોન (ચૂનાનો પથ્થર), મેંગેનીઝ, ડોલોમાઈટ, અનાજ, POL વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ પ્રોજેક્ટ્સ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વૃદ્ધિના કામોને પરિણામે 52 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ) ના મેગ્નિટ્યુડનો વધારાનો માલસામાન ટ્રાફિક થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ હોવાથી, આબોહવા લક્ષ્યો હાંસલ કરવા અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત (6 કરોડ લિટર) ઘટાડવા અને CO2 ઉત્સર્જન (30 કરોડ કિલો) ઘટાડવામાં મદદ કરશે જે એક કરોડ વૃક્ષોના વાવેતરની સમાન છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2232146)
મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam