પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

AI ઈમ્પેક્ટ સમિટની સાથે પ્રધાનમંત્રીની યુએન સેક્રેટરી-જનરલ સાથે મુલાકાત

પોસ્ટેડ ઓન: 20 FEB 2026 9:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ AI ઈમ્પેક્ટ સમિટની સાથે યુએન સેક્રેટરી-જનરલ (UNSG) શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી.

UNSG AI ને લોકશાહી બનાવવા અને તેને માનવ-કેન્દ્રીત બનાવવાના ઉદ્દેશ્ય સાથે AI ઈમ્પેક્ટ સમિટનું આયોજન કરવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પેનલ બનાવવાના UNSG ના પ્રયાસો અને AI પર વિકાસશીલ દેશોને આપેલા સમર્થનની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ AI માટે MANAV વિઝન અને વિકાસ માટે ઉત્પ્રેરક (catalyst) તરીકે ટેકનોલોજીની ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરતા બહુધ્રુવીય વિશ્વ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓએ યુનાઈટેડ નેશન્સ, ખાસ કરીને યુએન સુરક્ષા પરિષદ (UNSC) ના તાત્કાલિક સુધારાની અનિવાર્યતા પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ UNSG ગુટેરેસને તેમના બાકીના કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2231031) મુલાકાતી સંખ્યા : 12