નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણનો સ્વીકાર કર્યો


નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ તરીકે ₹1.4 લાખ કરોડ આપવામાં આવશે

પોસ્ટેડ ઓન: 01 FEB 2026 12:40PM by PIB Ahmedabad

સરકારે હિસ્સાની વહેંચણી (વર્ટિકલ શેર) 41 ટકા રાખવાની 16મા નાણા પંચની ભલામણને સ્વીકારી લીધી છે.

આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતા કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, “સરકારે હિસ્સાની વહેંચણી 41 ટકા રાખવાની પંચની ભલામણનો સ્વીકાર કર્યો છે. પંચ દ્વારા ભલામણ કરવામાં આવ્યા મુજબ, મેં નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ તરીકે ₹1.4 લાખ કરોડની જોગવાઈ કરી છે. આમાં ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને આપત્તિ વ્યવસ્થાપન ગ્રાન્ટનો સમાવેશ થાય છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંચે 17 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો અને સરકાર બંધારણની કલમ 281 હેઠળ ફરજિયાત કર્યા મુજબ સંસદમાં પંચની ભલામણો પર લેવામાં આવેલા કાર્યવાહી અહેવાલ સાથે સ્પષ્ટીકરણપત્ર સાથે અહેવાલ રજૂ કરવાની છે.

SM/IJ/GP/DK/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2221429) મુલાકાતી સંખ્યા : 101