ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા
જીવંત સંસ્કૃતિ અને પ્રતિભાશાળી લોકોથી ભરપૂર, મણિપુર હંમેશા આપણું ગૌરવ રહ્યું છે
વિકાસની નવી ઊંચાઈઓ પાર કરતા, ત્રિપુરાએ આજે ભારતના વિકાસમાં ગૌરવપૂર્ણ યોગદાન આપનાર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે
સમૃદ્ધ જૈવવિવિધતાનું કેન્દ્ર અને સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંગમ, મેઘાલય ભારતની ભાવનાને અપાર શક્તિ પ્રદાન કરે છે
प्रविष्टि तिथि:
21 JAN 2026 12:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મણિપુર, મેઘાલય અને ત્રિપુરાને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા.
X પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "મણિપુરની આપણી બહેનો અને ભાઈઓને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ." તેમણે કહ્યું, "એક જીવંત સંસ્કૃતિ અને પ્રતિભાશાળી લોકોથી ધન્ય, મણિપુર હંમેશા આપણું ગૌરવ રહ્યું છે. આવનારા સમયમાં આ રાજ્ય નવી ઊંચાઈઓ સુધી પહોંચે."
શ્રી અમિત શાહે મેઘાલયના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું, "સમૃદ્ધ જૈવવિવિધતાનું કેન્દ્ર અને સંસ્કૃતિઓ અને રિવાજોનો સંગમ, મેઘાલય ભારતની ભાવનાને અપાર શક્તિ પ્રદાન કરે છે. આ રાજ્ય પ્રગતિમાં નવા સીમાચિહ્નો પ્રાપ્ત કરે."
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું, "ત્રિપુરાની આપણી બહેનો અને ભાઈઓને રાજ્ય સ્થાપના દિવસની શુભકામનાઓ." તેમણે કહ્યું, "વિકાસમાં નવી ઊંચાઈઓ સર કરતું, ત્રિપુરાએ આજે ભારતના વિકાસમાં ગૌરવપૂર્ણ યોગદાન આપનાર તરીકે પોતાને સ્થાપિત કર્યું છે."શ્રી શાહે કહ્યું કે મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાજી મોદીજીના નેતૃત્વમાં લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરતા આગળ વધતા રહે તેવી શુભેચ્છા."
SM/IJ/GP/BS
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2216793)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam