ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓને ઊર્જા, ઉત્સાહ અને ઉત્સવના તહેવાર 'મકર સંક્રાંતિ' પર શુભેચ્છાઓ પાઠવી
ગૃહમંત્રીએ કર્ણાટકના લોકોને મકર સંક્રાંતિની; આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકોને ભોગી, સંક્રાંતિ અને કનુમાની; ગુજરાતના લોકોને ઉત્તરાયણની અને આસામના લોકોને માઘ બિહુની પણ શુભેચ્છાઓ પાઠવી
આ તહેવાર તમારા બધાના જીવનમાં અપાર આનંદ અને સમૃદ્ધિ લાવે
ભોગી, સંક્રાંતિ અને કનુમાના ઉત્સવો દરેક ઘર પર સમૃદ્ધિ, સુખ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ વરસાવે
હું સૌના કલ્યાણ માટે ભગવાન સૂર્ય નારાયણને પ્રાર્થના કરું છું
લણણીનો આ તહેવાર આપણી એકતાને મજબૂત કરે અને દરેકને સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સુખના આશીર્વાદ આપે
प्रविष्टि तिथि:
14 JAN 2026 3:10PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ભારતના લોકોને ઊર્જા, ઉત્સાહ અને ઉત્સવથી છલોછલ મકર સંક્રાંતિના જીવંત અને પવિત્ર તહેવાર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, સાથે જ વિશેષ પ્રાદેશિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી — કર્ણાટકના લોકોને મકર સંક્રાંતિની; આંધ્રપ્રદેશ અને તેલંગાણાના લોકોને ભોગી, સંક્રાંતિ અને કનુમાની; ગુજરાતના લોકોને ઉત્તરાયણની; અને આસામના લોકોને માઘ બિહુની.
X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "ઊર્જા, ઉત્સાહ અને ઉમંગના તહેવાર 'મકર સંક્રાંતિ' પર સૌને હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર તમારા બધાના જીવનમાં અપાર આનંદ અને સમૃદ્ધિ લાવે."
X પરની અન્ય એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે કહ્યું, "મકર સંક્રાંતિના અવસરે કર્ણાટકના આપણા બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર નવો ઉત્સાહ લાવે અને આપણા સંબંધને મજબૂત કરે, હું સૌના કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું."
કેન્દ્રીય ગૃહમંત્રીએ અન્ય એક પોસ્ટમાં કહ્યું, "આપણા તેલુગુ બહેનો અને ભાઈઓને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ. ભોગી, સંક્રાંતિ અને કનુમાના ઉત્સવો દરેક ઘર પર સમૃદ્ધિ, સુખ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ વરસાવે."
અન્ય એક પોસ્ટમાં, શ્રી અમિત શાહે ઉત્તરાયણના પવિત્ર અવસરે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે તેઓ સૌના કલ્યાણ માટે ભગવાન સૂર્ય નારાયણને પ્રાર્થના કરે છે.
X પરની અન્ય એક પોસ્ટમાં, ગૃહમંત્રીએ આસામના લોકોને માઘ બિહુની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, "આસામમાં આપણા તમામ બહેનો અને ભાઈઓને માઘ બિહુની હાર્દિક શુભેચ્છાઓ. લણણીનો આ તહેવાર આપણી એકતાને મજબૂત કરે અને દરેકને સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સુખના આશીર્વાદ આપે."
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2214562)
आगंतुक पटल : 12