પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમદાવાદમાં ભારત-જર્મની CEOs ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
12 JAN 2026 9:17PM by PIB Ahmedabad
યોર એક્સેલન્સી,
ચાન્સેલર મર્ઝ, બંને દેશોના બિઝનેસ લીડર્સ, નમસ્કાર.
ભારત-જર્મની CEOs ફોરમમાં સામેલ થવા પર મને અંત્યંત ખુશી થઈ રહી છે. આ ફોરમની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે. જ્યારે આપણે ભારત-જર્મની સંબંધોની પ્લેટિનમ જુબલી અને ભારત-જર્મની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સિલ્વર જુબલી મનાવી રહ્યા છીએ. એટલે કે, આપણા સંબંધોમાં પ્લેટિનમની શાશ્વતતા અને સિલ્વરની ચમક પણ છે.
મિત્રો,
ભારત અને જર્મનીની ભાગીદારી એક સહજ ભાગીદારી છે, જેનો પાયો સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ પર ટકેલો છે. દરેક સેક્ટરમાં આપણી વચ્ચે પારસ્પરિક લાભદાયી તકો છે. આપણી MSME’s અને જર્મનીની મિટલ સ્ટેન્ડ વચ્ચે ચાલુ મેન્યુફેક્ચરિંગ સહયોગ, IT અને સર્વિસમાં ઝડપથી વધતો સહયોગ, ઓટોમોટિવ, ઊર્જા, મશીનરી અને કેમિકલ સેક્ટર્સમાં જોઈન્ટ વેન્ચર્સ અને રિસર્ચ કોલેબોરેશનથી ઉભરતી નવી ટેકનોલોજી. અને આ મજબૂત લિંકેજિસનો સીધો લાભ આપણા વ્યાપારને મળ્યો છે, જે આજે લગભગ 50 બિલિયન ડોલરના આંકડાને પાર કરી ચૂક્યો છે.
મિત્રો,
દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ક્રિટિકલ ટેકનોલોજીસ અને કેપિટલ મશીનરી પરની નિર્ભરતાને આજે હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહી છે. આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિના પાવન અવસર પર આપણે તેમના વિચારો અને સંદેશમાંથી પ્રેરણા લેવી જોઈએ. તેમનો સંદેશ સ્પષ્ટ હતો કે એક સશક્ત રાષ્ટ્ર એ જ હોય છે, જે આત્મબળ, આત્મનિર્ભરતા અને જવાબદારી સાથે દુનિયાથી જોડાય છે. આજના વૈશ્વિક સંદર્ભમાં આ સંદેશ વધુ પ્રાસંગિક છે. આ જ વિચારને અનુરૂપ આપણી સહિયારી જવાબદારી છે કે આપણે દુનિયા માટે વિશ્વસનીય અને લવચીક સપ્લાય ચેઈનને મજબૂત કરીએ, અને આ પ્રયાસમાં ભારત અને જર્મની જેવા ભરોસાપાત્ર ભાગીદારોની ભાગીદારી નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
મિત્રો,
પોતાની પ્રથમ એશિયા યાત્રા માટે ચાન્સેલર મર્ઝે ભારતને ડેસ્ટિનેશન બનાવ્યું. આ જર્મનીની ડાયવર્સિફિકેશન સ્ટ્રેટેજીમાં ભારતની કેન્દ્રીય ભૂમિકાને દર્શાવે છે, અને આ ભારત પ્રત્યે જર્મનીના વિશ્વાસનો સ્પષ્ટ સંકેત છે. આ જ વિશ્વાસને અનુરૂપ આજે આપણે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. સૌથી પહેલા આપણે નક્કી કર્યું છે કે આ નિર્વિઘ્ન આર્થિક ભાગીદારીને અસીમ બનાવવામાં આવે. એટલે કે, પંરપરાગત આર્થિક ક્ષેત્રોની સાથે-સાથે હવે સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં પણ ઊંડો સહયોગ થશે. ડિફેન્સ ક્ષેત્રમાં આજે આપણે જોઈન્ટ ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટનું એક્સચેન્જ કરી રહ્યા છીએ. આનાથી ડિફેન્સમાં કો-ઇનોવેશન અને કો-પ્રોડક્શન માટે આપણી કંપનીઓને સ્પષ્ટ પોલિસી સપોર્ટ મળશે. અવકાશ ક્ષેત્રમાં પણ હવે સહયોગના નવા અવસરો ખુલશે. બીજું આપણે એ વાત પર પણ સહમત છીએ કે ટ્રસ્ટેડ પાર્ટનરશિપને હવે ટેકનોલોજી પાર્ટનરશિપનું રૂપ આપવામાં આવે. દુનિયાની બે મોટી લોકશાહી અર્થવ્યવસ્થાઓ ક્રિટિકલ અને ઇમર્જિંગ ટેકનોલોજીસમાં સહયોગ વધુ ઊંડો કરશે. સેમીકન્ડક્ટર્સમાં આપણે મ્યુચ્યુઅલ ભાગીદાર છીએ. આની સાથે પાવર ઈલેક્ટ્રોનિક્સ, બાયોટેક, Fintech, ફાર્મા, ક્વોન્ટમ અને સાયબર, એવા ક્ષેત્રોમાં પણ અપાર શક્યતાઓ છે. ત્રીજું આપણને સૌને આ વાત પર પૂરી સ્પષ્ટતા છે કે ઇન્ડિયા-જર્મની ભાગીદારી ન માત્ર પરસ્પર લાભદાયી છે, પરંતુ આ દુનિયા માટે પણ શ્રેષ્ઠ છે. ભારત ગ્રીન હાઈડ્રોજન, સોલર, વિન્ડ અને બાયોફ્યુઅલમાં વૈશ્વિક નેતા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આમાં જર્મન કંપનીઓ માટે સોલર સેલ્સ, ઇલેક્ટ્રોલાઇઝર્સ, બેટરીઝ અને વિન્ડ ટર્બાઇન જેવા ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગની ઘણી શક્યતાઓ છે. આપણે મળીને ઈ-મોબિલિટીથી લઈને ફૂડ અને હેલ્થ સિક્યુરિટી સુધી દુનિયા માટે સમાધાનો વિકસિત કરી શકીએ છીએ. AI ને લઈને ભારતની સ્માવેશિક દ્રષ્ટિ છે, જ્યારે જર્મનીની AI ઇકોસિસ્ટમ આની સાથે જોડાય છે, ત્યારે આપણે એક હ્યુમન સેન્ટ્રિક ડિજિટલ ફ્યુચર સુનિશ્ચિત કરી શકીએ છીએ.
મિત્રો,
ભારતની પ્રતિભા જર્મન ઇન્ડસ્ટ્રીની નવીનતા અને ઉત્પાદકતાને આગળ વધારવામાં સક્ષમ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને હાઇટેક સેક્ટરમાં સ્કિલ મોબિલિટીમાં ઝડપથી વધારો થયો છે. આપણે જર્મન કંપનીઓને આગ્રહ કરીએ છીએ કે તેઓ ભારતની પ્રતિભાનો પૂરો ઉપયોગ કરે. અને કૌશલ, નવચાર તથા ઔદ્યોગિક જોડાણોને વધુ મજબૂત કરે.
મિત્રો,
આજના આ પડકારજનક વૈશ્વિક માહોલમાં ભારત 8% થી વધુ વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. આની પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ સતત અને વ્યાપક સુધારાઓ છે. દરેક ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પછી તે સંરક્ષણ હોય કે અવકાશ માઈનિંગ હોય કે ન્યુક્લિયર ઊર્જા, કમ્પ્લાયન્સ સતત ઓછા થઈ રહ્યા છે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધી રહ્યો છે. આ જ પ્રયાસોએ ભારતને આજે દુનિયા માટે વૃદ્ધિ અને આશાવાદનું રૂપક બનાવી દીધું છે. ભારત–યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પણ ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યા છે. આ આપણા વ્યાપાર, રોકાણ અને ભાગીદારી માટે એક નવો અધ્યાય ખોલવા જઈ રહ્યો છે. એટલે કે, તમારા માટે રસ્તો ખુલ્લો છે. હું ચોકસાઈ અને નવીનતાને ભારતના વ્યાપ અને ઝડપ સાથે જોડાવાનું આમંત્રણ આપું છું. તમે ભારતમાં ઉત્પાદન કરી શકો છો, ઘરેલું માંગનો પૂરો લાભ ઉઠાવી શકો છો, અને કોઈ પણ અવરોધ વગર નિકાસ પણ કરી શકો છો.
મિત્રો,
સરકાર તરફથી હું તમને એ ભરોસો અપાવું છું કે ભારત, જર્મની સાથે સહયોગને સ્થિર નીતિઓ, પરસ્પર વિશ્વાસ અને લાંબાગાળાની દૃષ્ટિ સાથે આગળ વધારશે. મારો સંદેશ સંક્ષેપમાં એ જ છે, India is ready, willing and able (ભારત તૈયાર , ઇચ્છુક અને સક્ષમ છે). આવો આપણે મળીને ઇનોવેટ(નવીનતા), ઇન્વેસ્ટ(રોકાણ) અને વિકાસ કરીએ. ભારત અને જર્મની માટે જ નહીં, વૈશ્વિક ભવિષ્ય માટે ટકાઉ સમાધાન તૈયાર કરીએ.
ડાકે શોન
ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2214045)
आगंतुक पटल : 8