પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ PMNRF માંથી એક્સ-ગ્રેશિયા (સહાય) જાહેર કરી
प्रविष्टि तिथि:
09 JAN 2026 7:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના સિરમૌરમાં થયેલા બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના વારસને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ) માંથી ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની જાહેરાત કરી હતી.
PMO ઇન્ડિયાના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે:
“હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બસ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
પ્રત્યેક મૃતકના વારસને PMNRF માંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi”
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2213045)
आगंतुक पटल : 10