માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

NHAIએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે

प्रविष्टि तिथि: 06 JAN 2026 2:19PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કેટલાક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીની ગંભીર સમસ્યાઓ ઓળખીને, ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ દૂરસંચાર વિભાગ (DoT) અને ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ની દરમિયાનગીરી માંગી છે. આ દરમિયાનગીરીનો ઉદ્દેશ્ય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs)ને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના કેટલાક વિસ્તારો, ખાસ કરીને ગ્રીનફિલ્ડ અને દૂરના વિભાગોમાં મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીની અનુપલબ્ધતાને સંબોધવા માટે યોગ્ય નિર્દેશો જારી કરવાનો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના જાહેર સલામતીના મહત્વ અને વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકીને, NHAI એ દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોર પર મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી સુધારવા માટે ઝડપી અને સંકલિત અભિગમ માટે આહ્વાન કર્યું છે.

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા હાથ ધરવામાં આવેલા એક વ્યાપક મૂલ્યાંકનના ભાગરૂપે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર આશરે 1,750 કિમીના 424 સ્થળોએ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીના અભાવને કારણે ગંભીર રીતે પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ સ્થળો અંગેની વિગતવાર માહિતી એકત્ર કરીને જરૂરી કાર્યવાહી માટે દૂરસંચાર વિભાગ (DoT) અને ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) સાથે ઔપચારિક રીતે શેર કરવામાં આવી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા હોવાથી, આ વિસ્તારોમાં વિશ્વસનીય મોબાઇલ નેટવર્ક કવરેજનો અભાવ રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરી, કટોકટી પ્રતિભાવ તંત્ર અને ટેકનોલોજી આધારિત જાહેર સેવાઓની જોગવાઈ પર પ્રતિકૂળ અસર કરે છે.

આ ઉપરાંત, ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)ને ટેલિકોમ ઓપરેટરોને ભૂ-નકશા પર ચિહ્નિત અકસ્માત સંભવિત સ્થળોએ સક્રિય એસએમએસ અથવા ફ્લેશ એસએમએસ ચેતવણીઓનું પ્રસારણ કરવા માટે જરૂરી નિર્દેશો આપવા વિનંતી કરી છે, જેમાં રખડતા ઢોરની અવરજવરથી પ્રભાવિત વિસ્તારો અને અન્ય ઓળખાયેલા જોખમોનો સમાવેશ થાય છે. માર્ગ વપરાશકર્તાઓ આવા સ્થળોએ પહોંચે તે પહેલાં તેમના સુધી આ ચેતવણીઓ પહોંચાડવાનો હેતુ છે, જેથી સમયસર સાવચેતી રાખી શકાય અને સલામત ડ્રાઇવિંગ વર્તન સુનિશ્ચિત કરી શકાય. રખડતા ઢોરથી વારંવાર પ્રભાવિત અકસ્માત સંભવિત વિસ્તારોની એક યાદી પણ ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) ને  આપવામાં આવી છે.

મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટીના અંતરને દૂર કરવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામતી વધારવા માટે હસ્તક્ષેપની માંગ કરીને, ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) તમામ સંબંધિત હિતધારકો સાથે ગાઢ સંકલનમાં કામ કરવાની તેની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરે છે, જેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક ભૌતિક રીતે સુસંકલિત હોવા ઉપરાંત ડિજિટલી પણ સક્ષમ બને. આ પ્રયાસો દેશભરના નાગરિકો માટે સલામત, કાર્યક્ષમ અને વપરાશકર્તા-કેન્દ્રિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવાના એનએચએઆઈના વ્યાપક ઉદ્દેશ્ય સાથે સુસંગત છે.

SM/IJ/GP/DK

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2211748) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Tamil , Telugu , Malayalam