પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવાના અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી
પોસ્ટેડ ઓન:
30 DEC 2025 12:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવાના અહેવાલો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો દુશ્મનાવટનો અંત લાવવા અને કાયમી શાંતિ પ્રાપ્ત કરવાનો સૌથી વ્યવહારુ માર્ગ છે. તેમણે તમામ સંબંધિત પક્ષોને આ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત રાખવા અને તેમને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ કાર્યવાહી ટાળવનો આગ્રહ કર્યો હતો.
X પર શ્રી મોદીએ એક પોસ્ટ કરીને લખ્યું:રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યાના અહેવાલોથી ખૂબ જ ચિંતિત છું. ચાલુ રાજદ્વારી પ્રયાસો દુશ્મનાવટનો અંત લાવવા અને શાંતિ પ્રાપ્ત કરવા માટેનો સૌથી વ્યવહારુ માર્ગ પૂરો પાડે છે. અમે સંબંધિત તમામ પક્ષોને આ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમને નુકસાન પહોંચાડી શકે તેવી કોઈપણ કાર્યવાહી ટાળવાનો આગ્રહ કરીએ છીએ.
@KremlinRussia_E
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2209729)
મુલાકાતી સંખ્યા : 72
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam