રેલવે મંત્રાલય
ભારતીય રેલવે આગામી 5 વર્ષમાં મુખ્ય શહેરોમાં ટ્રેન ક્ષમતા બમણી કરવાનું આયોજન કરી રહી છે
વધતી જતી મુસાફરોની માંગને પહોંચી વળવા, ભીડ ઘટાડવા અને દેશવ્યાપી કનેક્ટિવિટી સુધારવા માટે મુખ્ય શહેરોમાં કોચિંગ ટર્મિનલ્સનું વિસ્તરણ: શ્રી અશ્વિની વૈષ્ણવ
વ્યસ્ત સ્ટેશનો પર ટ્રાફિક હળવો કરવા માટે ક્ષમતા વધારાના લાભો મેળવવા ઝોન પાસેથી ટૂંકા અને મધ્યમ ગાળાના પગલની જાણકારી માંગવામાં આવી
प्रविष्टि तिथि:
26 DEC 2025 4:48PM by PIB Ahmedabad
મુસાફરીની માંગમાં સતત થઈ રહેલા ઝડપી વધારાને ધ્યાનમાં રાખીને, મુખ્ય શહેરોની નવી ટ્રેનો શરૂ કરવાની ક્ષમતા આગામી 5 વર્ષમાં વર્તમાન સ્તરથી બમણી કરવાની જરૂર છે. આગામી વર્ષોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વર્તમાન માળખાગત સુવિધાઓમાં વધારો કરવાની જરૂર છે. વર્ષ 2030 સુધીમાં ટ્રેન શરૂ કરવાની ક્ષમતા બમણી કરવાના કાર્યોમાં નીચેના પગલાંનો સમાવેશ થશે:
- વર્તમાન ટર્મિનલ્સમાં વધારાના પ્લેટફોર્મ, સ્ટેબલિંગ લાઈન્સ, પીટ લાઈન્સ અને પૂરતી શન્ટિંગ સુવિધાઓ સાથે વધારો કરવો.
- શહેરી વિસ્તાર અને તેની આસપાસ નવા ટર્મિનલ્સની ઓળખ કરવી અને તેનું નિર્માણ કરવું.
- મેગા કોચિંગ કોમ્પ્લેક્સ સહિત જાળવણી (મેન્ટેનન્સ) સુવિધાઓ.
- વિવિધ સ્થળોએ વધેલી ટ્રેનોના સંચાલન માટે જરૂરી ટ્રાફિક સુવિધાના કાર્યો, સિગ્નલિંગ અપગ્રેડેશન અને મલ્ટીટ્રેકિંગ સાથે સેક્શનલ ક્ષમતામાં વધારો કરવો.
ટર્મિનલ્સની ક્ષમતા વધારવાનું આયોજન કરતી વખતે, ટર્મિનલ્સની આસપાસના સ્ટેશનોને પણ ધ્યાનમાં લેવામાં આવશે જેથી ક્ષમતા સમાન રીતે સંતુલિત રહે. દાખલા તરીકે, પુણે માટે, પુણે સ્ટેશન પર પ્લેટફોર્મ અને સ્ટેબલિંગ લાઈન્સ વધારવાની સાથે ક્ષમતા વધારવા માટે હડપસર, ખડકી અને આળંદી પર વિચાર કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત કવાયત ઉપનગરીય (સબર્બન) તેમજ બિન-ઉપનગરીય ટ્રાફિક બંને માટે કરવામાં આવશે, જેમાં બંને વિભાગોની અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવશે. 48 મુખ્ય શહેરોની એક વ્યાપક યોજના વિચારણા હેઠળ છે (યાદી સામેલ છે). આ યોજનામાં સમયબદ્ધ રીતે ટ્રેનોના સંચાલનની ક્ષમતા બમણી કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આયોજિત, પ્રસ્તાવિત અથવા પહેલેથી મંજૂર કરાયેલા કાર્યોનો સમાવેશ થશે.

જ્યારે ક્ષમતા બમણી કરવાની યોજના 2030 સુધીની છે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી 5 વર્ષમાં ક્ષમતા ક્રમશઃ વધારવામાં આવશે જેથી ક્ષમતા વધારાના લાભો તરત જ મેળવી શકાય. આનાથી વર્ષો જતાં ટ્રાફિકની જરૂરિયાતોને ક્રમશઃ પૂરી કરવામાં મદદ મળશે. યોજના હેઠળની કાર્યવાહીને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવશે, એટલે કે, તાત્કાલિક, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. સૂચિત યોજનાઓ સ્પષ્ટ સમયરેખા અને નિર્ધારિત પરિણામો સાથે ચોક્કસ હશે. જ્યારે આ કવાયત ચોક્કસ સ્ટેશનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે દરેક ઝોનલ રેલવેને તેમના વિભાગોમાં ટ્રેન હેન્ડલિંગ ક્ષમતા વધારવાનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે માત્ર ટર્મિનલ ક્ષમતા જ નહીં પરંતુ સેક્શનલ ક્ષમતા અને સ્ટેશનો તથા યાર્ડ્સમાં આવતી કામગીરીની અડચણોને પણ અસરકારક રીતે દૂર કરવામાં આવે.
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “અમે મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા અને ભીડ ઘટાડવા માટે વિવિધ શહેરોમાં કોચિંગ ટર્મિનલ્સનું વિસ્તરણ કરી રહ્યા છીએ, સેક્શનલ અને ઓપરેશનલ ક્ષમતા વધારી રહ્યા છીએ. આ પગલાથી આપણું રેલવે નેટવર્ક અપગ્રેડ થશે અને દેશવ્યાપી કનેક્ટિવિટીમાં સુધારો થશે.”
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2209044)
आगंतुक पटल : 35