ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંથાલી ભાષામાં ભારતનું બંધારણ પ્રકાશિત કરવાના ઐતિહાસિક પગલાં બદલ હૃદયપૂર્વક આભાર માન્યો


આ ભારતીય ભાષાઓને સન્માન આપવા તરફનું અન્ય એક મહત્વપૂર્ણ પગલું છે

સંથાલી ભાષામાં આપણા બંધારણનું પ્રકાશન સંથાલી સમુદાય અને સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વની વાત છે

ઓલ ચિકી લિપિમાં પ્રકાશિત બંધારણ આપણા બંધારણના આદર્શો અને મૂલ્યોને આદિવાસી સમુદાય સુધી વધુ સ્પષ્ટતાથી પહોંચાડશે અને આપણા બંધારણ નિર્માતાઓના સપનાને સાકાર કરશે

प्रविष्टि तिथि: 26 DEC 2025 4:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સંથાલી ભાષામાં ભારતીય બંધારણ પ્રકાશિત કરવાના ઐતિહાસિક પગલાં બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

'X' પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારતીય ભાષાઓને સન્માનિત કરવા તરફનું અન્ય એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે સંથાલી ભાષામાં આપણા બંધારણનું પ્રકાશન સંથાલી સમુદાય અને સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. શ્રી શાહે જણાવ્યું હતું કે ઓલ ચિકી લિપિમાં પ્રકાશિત બંધારણ આપણા બંધારણના આદર્શો અને મૂલ્યોને આદિવાસી સમુદાય સુધી વધુ સ્પષ્ટતાથી પહોંચાડશે અને આપણા બંધારણ નિર્માતાઓના સપનાને સાકાર કરશે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2208891) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Odia , Malayalam