ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે શ્રી વિજયપુરમમાં સ્વાતંત્ર્યવીર સાવરકરજી દ્વારા રચિત કવિતા 'સાગરા પ્રાણ તળમળલા' ના 115 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને સંબોધિત કર્યું


વીર સાવરકરજીની પ્રતિમાનું અનાવરણ તેમની વિચારધારાને આગળ વધારનાર સંગઠન RSSના સરસંઘચાલક ડો. મોહન ભાગવતજીના હસ્તે થવું સોનામાં સુગંધ સમાન છે

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો જે પાયો વીર સાવરકરજીએ નાખ્યો હતો, આજે તે જ માર્ગ પર મોદીજીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે

દેશભક્તિની અભિવ્યક્તિની પરાકાષ્ઠા છે વીર સાવરકરજીની ‘સાગરા પ્રાણ તળમળલા’

વીર સાવરકરજીની આ પ્રતિમા યુવાનોમાં માતૃભૂમિ પ્રત્યે કર્તવ્યનિષ્ઠા, રાષ્ટ્રીય એકતા અને સમૃદ્ધ રાષ્ટ્ર-નિર્માણની ભાવનાને મજબૂત બનાવશે

ભયને જાણતા હોવા છતાં તેને પરાસ્ત કરવાનું સાહસ રાખવાનો વીર સાવરકરજીનો વિચાર સૌ માટે પ્રેરણાદાયી છે

વીર સાવરકરજીના સાગર સમાન અનંત વ્યક્તિત્વને કોઈ પુસ્તક, કવિતા કે ફિલ્મમાં સમાવવું કઠિન છે

જન્મજાત દેશભક્ત, સમાજ-સુધારક, લેખક, યોદ્ધા જેવા અનેક ગુણોથી સંપન્ન વીર સાવરકરજી જેવું વ્યક્તિત્વ યુગોમાં એક વાર જન્મ લે છે

આધુનિકતા અને પરંપરાનો અદ્ભુત સંગમ હતું સાવરકરજીનું હિંદુત્વ પ્રત્યે એક દૃઢ શ્રદ્ધા રાખનારું જીવન

હિંદુ સમાજની તમામ કુરીતિઓ (દૂષણો) વિરુદ્ધ સાવરકરજીએ સંઘર્ષ કર્યો

માં ભારતીની સેવા માટે આત્મબલિદાનની ઇચ્છા રાખનાર સાવરકરજી જેવું વ્યક્તિત્વ વિરલ હોય છે

બે આજીવન કેદ મળવા છતાં માતૃભૂમિના યશોગાન માટે સાહિત્ય સર્જન કરનારા સાવરકરજી કરતાં મોટો દેશભક્ત કોઈ હોઈ ન શકે

અંદમાન–નિકોબાર અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓના તપ, ત્યાગ, સમર્પણ અને અખંડ રાષ્ટ્રભક્તિના યોગથી બનેલી તપોભૂમિ છે

અંદમાન–નિકોબાર દ્વીપ સમૂહનું નામ ‘શહીદ’ અને ‘સ્વરાજ’ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સુભાષ બાબુના સ્વપ્નને જમીન પર ઉતાર્યું છે

જે ક્ષેત્રમાં હો, તે જ ક્ષેત્રમાં ભારતને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનો ધ્યેય લઈને જો દેશના યુવાનો આગળ વધે, તો જ સાવરકરજીની કલ્પનાનું ભારત બનશે

प्रविष्टि तिथि: 12 DEC 2025 8:40PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે શ્રી વિજયપુરમમાં સ્વાતંત્ર્યવીર સાવરકરજી દ્વારા રચિત કવિતા 'સાગરા પ્રાણ તળમળલા' ના 115 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમને સંબોધિત કર્યું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક શ્રી મોહન ભાગવત અને અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના ઉપરાજ્યપાલ એડમિરલ (સેવાનિવૃત્ત) શ્રી ડી કે જોશી સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત હતા.

આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ આજે તમામ ભારતવાસીઓ માટે એક તીર્થસ્થાન બની ગયું છે કારણ કે અહીં વીર સાવરકરજીએ પોતાના જીવનનો સૌથી કઠિન સમય વિતાવ્યો છે. તેમણે કહ્યું કે આ સ્થાન આપણા સ્વતંત્રતા સંગ્રામના એક અન્ય મહાન સ્વતંત્રતા સેનાની સુભાષ બાબુની સ્મૃતિ સાથે પણ જોડાયેલું છે. તેમણે કહ્યું કે જ્યારે આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદ કરાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે સૌથી પહેલા ભારતમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહને આઝાદ કરાવ્યું જ્યાં સુભાષ બાબુ બે દિવસ સુધી રહ્યા પણ હતા. શ્રી શાહે કહ્યું કે સુભાષ બાબુએ જ આ દ્વીપ સમૂહને શહીદ અને સ્વરાજ નામ આપવાનો સુઝાવ આપ્યો હતો જેને શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બનીને જમીન પર ઉતારવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે અંદમાન અને નિકોબાર એક દ્વીપ સમૂહ નથી, પરંતુ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ, તપ, સમર્પણ અને અખંડ રાષ્ટ્રભક્તિના યોગથી બનેલી તપોભૂમિ છે. તેમણે કહ્યું કે આજે ખૂબ મોટો અવસર છે કે આ જ તપોભૂમિ પર વીર સાવરકરજીની આદમકદ પ્રતિમાનું લોકાર્પણ થયું છે અને આ લોકાર્પણ સાવરકરજીની વિચારધારાને સાચા અર્થમાં આગળ વધારવાનું કામ કરનારા સંગઠનના સરસંઘચાલક મોહન ભાગવતજીના હસ્તે થયું છે. તેમણે કહ્યું કે આ ભૂમિ અને વીર સાવરકરજીની સ્મૃતિ પણ પવિત્ર છે અને મોહન ભાગવતજીના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ સોનામાં સુગંધ સમાન તેને ચિરસ્મરણીય બનાવે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે લોકાર્પિત આ પ્રતિમા ઘણા વર્ષો સુધી વીર સાવરકરજીના બલિદાન, સંકલ્પ અને ભારત માતા પ્રત્યેના અખંડ સમર્પણનું પ્રતીક બનીને રહેશે. તેમણે કહ્યું કે આ પ્રતિમા ઘણા દાયકાઓ સુધી આવનારી પેઢીઓને સાવરકરજીના જીવનમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપશે. તેમણે કહ્યું કે આ, વીર સાવરકરજી દ્વારા કરવામાં આવેલા આહ્વાનને આપણા યુવાનો દ્વારા આત્મસાત કરવા માટે એક ખૂબ મોટું સ્થાન બનવાનું છે. શ્રી શાહે કહ્યું કે આ, વીર સાવરકરજીનો સાહસનો સંદેશ, માતૃભૂમિ પ્રત્યે કર્તવ્યનિષ્ઠાનો સંદેશ, દૃઢતાનો તેમનો ગુણ, રાષ્ટ્રીય એકાત્મતા, સુરક્ષા અને સમૃદ્ધ રાષ્ટ્રની કલ્પનાને યુવાનોને સોંપવાનું એક ખૂબ મોટું સ્થાન બનશે. તેમણે કહ્યું કે દેશભક્તિની અભિવ્યક્તિની પરાકાષ્ઠા છે વીર સાવરકરજીની ‘સાગરા પ્રાણ તળમળલા’. તેમણે કહ્યું કે સાવરકરજીનું એક વાક્ય તેમના અનુયાયીઓ માટે ખૂબ મહત્વનું છે કે વીરતા ભયનો અભાવ નથી, પરંતુ ભય પર પ્રાપ્ત કરેલો વિજય છે. જે ભયને નથી જાણતા તેઓ હંમેશાથી વીર હોય છે, પરંતુ સાચા વીર તેઓ હોય છે જે ભયને જાણે છે અને તેને પરાસ્ત કરવાનું સાહસ રાખે છે અને વીર સાવરકરજીએ આ વાક્યને જીવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજે અહીં એક કોફી ટેબલ બુકનું પણ વિમોચન થયું છે અને સાવરકરજીના તમામ ગુણોને તેમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સાવરકરજીના વિચારોને આગળ વધારનારા ઘણા લોકોનું આજે અહીં સન્માન પણ થયું છે. તેમણે કહ્યું કે જે પ્રકારે સાગરને કોઈ બાંધી શકતું નથી, તે જ પ્રકારે સાવરકરજીના ગુણો અને જીવનની ઊંચાઈ અને તેમના બહુઆયામી વ્યક્તિત્વને પુસ્તક, ફિલ્મ કે કવિતામાં સમાવી રાખવું અત્યંત કઠિન છે. તેમણે કહ્યું કે અલગ અલગ સ્તર પર થયેલા ઘણા પ્રયાસોએ આવનારી પેઢીઓને સાવરકરજીને સમજવાનું ખૂબ મોટું માધ્યમ આપ્યું છે. તેમણે કહ્યું કે વ્યક્તિનું અસ્તિત્વ ફક્ત શરીરથી નથી બનતું પરંતુ જે વિચારધારાનું તે અનુસરણ કરે છે, આત્મા જેને શ્રેષ્ઠ માને છે તે સંસ્કૃતિ અને વ્યક્તિના કર્મથી પણ બને છે અને વીર સાવરકરજીના આ ત્રણેય ગુણોને ફક્ત ભારત જ ઓળખી શકે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે આજે દેશ માટે બલિદાન આપવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર આજે પણ છે અને તો જ સાવરકરજીની કલ્પનાનું ભારત આપણે બનાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે આપણા યુવાનો જો સાવરકરજીની કલ્પનાનું ભારત બનાવવા માંગે છે તો પોતાના કામના ક્ષેત્રમાં સાવરકરજીની પ્રેરણાને અનુરૂપ જીવન જીવીને તેનું લક્ષ્ય સુરક્ષિત અને સૌથી સમૃદ્ધ ભારતની રચનાનું હોવું જોઈએ. તેમણે કહ્યું કે સાવરકરજીના જીવનને ધ્યાનથી જોઈએ તો લાગે છે કે આવું વ્યક્તિ આવનારી સદીઓ સુધી પૃથ્વી પર ફરીથી નહીં આવે. તેમણે કહ્યું કે સાવરકરજી એક રાઈટર, ફાઈટર, જન્મજાત દેશભક્ત, ખૂબ મોટા સમાજસુધારક, ખૂબ મોટા લેખક અને કવિ પણ હતા. તેમણે કહ્યું કે સાવરકરજી ગદ્ય અને પદ્ય બંનેમાં સિદ્ધહસ્ત હતા અને આવા સાહિત્યકાર ખૂબ ઓછા હોય છે. શ્રી શાહે કહ્યું કે લગભગ 600 થી વધુ એવા શબ્દો છે જે વીર સાવરકરજીએ આપણી ભાષાઓને પૂર્ણ કરવા માટે આપણા શબ્દકોષમાં આપ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વીર સાવરકરજીનું જીવન હિંદુત્વ પ્રત્યે એક દૃઢ શ્રદ્ધા રાખનારું હતું, જે આધુનિક પણ હતું અને પરંપરાઓને સાથે લઈને તેમનું વહન કરનારું પણ હતું. તેમણે કહ્યું કે વીર સાવરકરજીએ અસ્પૃશ્યતાના નિવારણ માટે જે યોગદાન આપ્યું છે, આ દેશે તેના માટે ક્યારેય સાવરકરજીનું સન્માન નથી કર્યું. તેમણે કહ્યું કે સાવરકરજીએ હિંદુ સમાજની તમામ કુરીતિઓ વિરુદ્ધ તે સમયે સંઘર્ષ કરવાનું કામ કર્યું અને સમાજનો વિરોધ સહન કરીને પણ આગળ વધ્યા. તેમણે કહ્યું કે પોતાનું આત્મબલિદાન કરવાનું કામ વીર સાવરકરજીએ કર્યું. તેમણે કહ્યું કે બે આજીવન કેદ મળવા છતાં માતૃભૂમિના યશોગાન માટે સાહિત્ય સર્જન કરનારા સાવરકરજી કરતાં મોટો દેશભક્ત કોઈ હોઈ ન શકે.

શ્રી અમિત શાહે કહ્યું કે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનું ચિંતન, જેના આધારે આજે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે, વીર સાવરકરજીએ જ તેનો પાયો અને વ્યાખ્યા કરવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું કે એવી સામૂહિક ઓળખ જે ભારતીય ઉપમહાદ્વીપના સાંસ્કૃતિક મૂલ્યો, પરંપરાઓ અને ઇતિહાસમાંથી ઉત્પન્ન થાય છે, તેને ઘણા લોકોએ આગળ વધારવાનું કામ કર્યું, તેમાંથી તેના સૌથી પ્રખર ઉપાસક વીર સાવરકર હતા. શ્રી શાહે કહ્યું કે અંગ્રેજોએ શિક્ષણના માધ્યમથી આપણા દેશ પર હંમેશા માટે ગુલામીનું ભારણ અને માનસિકતા લાદવાનો પ્રયાસ કર્યો હતો, એટલા માટે 1857 ના સ્વતંત્રતા સંગ્રામને અંગ્રેજોએ વિપ્લવનું નામ આપ્યું હતું. વીર સાવરકર એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે 1857 ના સ્વતંત્રતા સંગ્રામને વિપ્લવની જગ્યાએ સ્વતંત્રતા સંગ્રામનું નામ આપીને દેશની સાચી સ્પિરિટને આગળ વધારી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે આપણે આઝાદ છીએ અને લાંબી યાત્રા પછી દેશ આજે અહીં પહોંચ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં છેલ્લા લગભગ 12 વર્ષોથી સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે પ્રધાનમંત્રી મોદીજીએ પંચ પ્રણ આપ્યા અને તેમાંથી એક પ્રણ છે કે ગુલામીના કાળખંડની તમામ સ્મૃતિઓને સમાપ્ત કરીને દેશ આગળ વધે. તેમણે કહ્યું કે 15 ઓગસ્ટ, 2047 સુધી એક એવા મહાન ભારતની આપણે સૌ મળીને રચના કરીએ જે દરેક ક્ષેત્રમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પર હોય અને પ્રધાનમંત્રી મોદીજીનું આ આહ્વાન આજે 140 કરોડ લોકોનો સંકલ્પ બની ગયું છે. શ્રી શાહે કહ્યું કે એક જ દિશામાં જ્યારે 140 કરોડ લોકો આગળ વધે છે તો આપણે 140 કરોડ પગલાં આગળ વધીએ છીએ. તેમણે કહ્યું કે આ જ તાકાત મહાન ભારતની રચના કરશે અને ભારત સુરક્ષિત, સમૃદ્ધ, સંસ્કૃત અને શિક્ષિત પણ હશે. તેમણે કહ્યું કે વીર સાવરકરજીને વીરનું ઉપનામ કોઈ સરકારે નથી આપ્યું પરંતુ દેશના જન જને આપ્યું છે.

SM/JY/GP/JD


(रिलीज़ आईडी: 2203372) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi