પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતમાં UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની સમિતિના 20મા સત્રના પ્રારંભ પર આનંદ વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
08 DEC 2025 8:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ ભારતમાં UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની સમિતિના 20મા સત્રના પ્રારંભ પર અપાર આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ મંચે વિશ્વભરની જીવંત પરંપરાઓનું રક્ષણ અને લોકપ્રિય બનાવવાના સહિયારા વિઝન સાથે 150 થી વધુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓને એકસાથે લાવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત આ મહત્વપૂર્ણ સભાનું, ખાસ કરીને ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે, આયોજન કરીને ખુશ છે. તેમણે ઉમેર્યું કે આ પ્રસંગ સમાજો અને પેઢીઓને જોડવા માટે સંસ્કૃતિની શક્તિનો ઉપયોગ કરવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું:
“એ અત્યંત આનંદની વાત છે કે UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક વારસા પરની સમિતિનું 20મું સત્ર ભારતમાં શરૂ થયું છે. આ મંચ આપણી સહિયારી જીવંત પરંપરાઓનું રક્ષણ અને લોકપ્રિય બનાવવાના વિઝન સાથે 150થી વધુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓને એકસાથે લાવ્યું છે. ભારત આ સભાનું આયોજન કરીને ખુશ છે, અને તે પણ લાલ કિલ્લા પર. તે સમાજો અને પેઢીઓને જોડવા માટે સંસ્કૃતિની શક્તિનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.
@UNESCO”
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2200637)
आगंतुक पटल : 10