પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વંદે માતરમના 150 વર્ષ પર વિશેષ ચર્ચા દરમિયાન લોકસભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 08 DEC 2025 4:30PM by PIB Ahmedabad

આદરણીય અધ્યક્ષ મહોદય,

હું તમારો અને સદનના તમામ માનનીય સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે અમે આ મહત્વપૂર્ણ અવસર પર એક સામૂહિક ચર્ચાનો માર્ગ પસંદ કર્યો છે, જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા આપી હતી, પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, તે વંદે માતરમ્નું પુણ્ય સ્મરણ કરવું, આ સદનમાં આપણા સૌનું આ ખૂબ મોટું સૌભાગ્ય છે. અને આપણા માટે ગર્વની વાત છે કે વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે, આ ઐતિહાસિક અવસરના આપણે સાક્ષી બની રહ્યા છીએ. એક એવો કાલખંડ, જે આપણી સામે ઇતિહાસની અગણિત ઘટનાઓને લઈને આવે છે. આ ચર્ચા સદનની પ્રતિબદ્ધતાને તો પ્રગટ કરશે જ, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ, પેઢી દર પેઢી માટે પણ આ શિક્ષણનું કારણ બની શકે છે, જો આપણે સૌ મળીને તેનો સદુપયોગ કરીએ તો.

આદરણીય અધ્યક્ષજી,

આ એક એવો કાલખંડ છે, જ્યારે ઇતિહાસના ઘણા પ્રેરક અધ્યાય ફરીથી આપણી સામે ઉજાગર થયા છે. હમણાં-હમણાં જ આપણે આપણા સંવિધાનના 75 વર્ષ ગૌરવપૂર્વક મનાવ્યા છે. આજે દેશ સરદાર વલ્લભભાઈ પટેલની અને ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ પણ મનાવી રહ્યો છે અને હમણાં હમણાં જ આપણે ગુરુ તેગ બહાદુરજીનો 350મો બલિદાન દિવસ પણ મનાવ્યો છે અને આજે આપણે વંદે માતરમની 150 વર્ષ નિમિત્તે સદનની એક સામૂહિક ઊર્જાને, તેની અનુભૂતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વંદે માતરમની 150 વર્ષની આ યાત્રા અનેક પડાવોમાંથી પસાર થઈ છે.

પરંતુ આદરણીય અધ્યક્ષજી,

વંદે માતરમને જ્યારે 50 વર્ષ થયા, ત્યારે દેશ ગુલામીમાં જીવવા માટે મજબૂર હતો અને વંદે માતરમના 100 વર્ષ થયા, ત્યારે દેશ આપાતકાળની જંજીરોમાં જકડાયેલો હતો. જ્યારે વંદે માતરમ 100 વર્ષનું અત્યંત ઉત્તમ પર્વ હતું, ત્યારે ભારતના સંવિધાનનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. જ્યારે વંદે માતરમ 100 વર્ષનું થયું, ત્યારે દેશભક્તિ માટે જીવવા-મરવાવાળા લોકોને જેલના સળિયા પાછળ બંધ કરી દેવામાં આવ્યા હતા. જે વંદે માતરમના ગીતે દેશને આઝાદીની ઊર્જા આપી હતી, તેના જ્યારે 100 વર્ષ થયા, તો દુર્ભાગ્યથી એક કાળો કાલખંડ આપણા ઇતિહાસમાં ઉજાગર થઈ ગયો. આપણે લોકતંત્રના (અસ્પષ્ટ) જૂથમાં હતા.

 

આદરણીય અધ્યક્ષજી,

150 વર્ષ એ મહાન અધ્યાયને, એ ગૌરવને પુનઃ સ્થાપિત કરવાનો અવસર છે અને હું માનું છું, સદને પણ અને દેશે પણ આ અવસરને જવા દેવો ન જોઈએ. આ જ વંદે માતરમ્ છે, જેણે 1947માં દેશને આઝાદી અપાવી. સ્વતંત્રતા સંગ્રામનું ભાવનાત્મક નેતૃત્વ આ વંદે માતરમના જયઘોષમાં હતું.

આદરણીય અધ્યક્ષજી,

તમારી સમક્ષ આજે જ્યારે હું વંદે માતરમ 150 નિમિત્તે ચર્ચા માટે આરંભ કરવા ઉપસ્થિત થયો છું. અહીં કોઈ પક્ષ-પ્રતિપક્ષ નથી, કારણ કે આપણે સૌ અહીં જે બેઠા છીએ, ખરેખર આપણા માટે ઋણ સ્વીકાર કરવાનો અવસર છે કે જે વંદે માતરમના કારણે લક્ષ્યાવાદી લોકો આઝાદીનું આંદોલન ચલાવી રહ્યા હતા અને તેનું જ પરિણામ છે કે આજે આપણે સૌ અહીં બેઠા છીએ અને તેથી આપણા બધા સાંસદો માટે, આપણા બધા જનપ્રતિનિધિઓ માટે વંદે માતરમનું ઋણ સ્વીકાર કરવાનો આ પાવન પર્વ છે. અને તેનાથી આપણે પ્રેરણા લઈને વંદે માતરમની જે ભાવનાએ દેશની આઝાદીની જંગ લડી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૂરો દેશ એક સ્વરથી વંદે માતરમ બોલીને આગળ વધ્યો, ફરીથી એકવાર અવસર છે કે આવો, આપણે સૌ મળીને ચાલીએ, દેશને સાથે લઈને ચાલીએ, આઝાદીના દીવાનાઓએ જે સપના જોયા હતા, તે સપનાઓને પૂરા કરવા માટે વંદે માતરમ 150 આપણા સૌની પ્રેરણા બને, આપણા સૌની ઊર્જા બને અને દેશ આત્મનિર્ભર બને, 2047માં વિકસિત ભારત બનાવીને આપણે રહીએ, આ સંકલ્પને દોહરાવવા માટે આ વંદે માતરમ આપણા માટે એક ખૂબ મોટો અવસર છે.

આદરણીય અધ્યક્ષજી

દાદા તબિયત તો ઠીક છે ને! નહીં ક્યારેક ક્યારેક આ ઉંમરમાં થઈ જાય છે.

આદરણીય અધ્યક્ષજી,

વંદે માતરમની આ યાત્રાની શરૂઆત બંકિમ ચંદ્ર જીએ 1875માં કરી હતી અને ગીત એવા સમયે લખવામાં આવ્યું હતું, જ્યારે 1857ના સ્વતંત્રતા સંગ્રામ પછી અંગ્રેજ સલ્તનત ગભરાઈ ગઈ હતી. ભારત પર જાત-જાતના દબાણો નાખી રહી હતી, જાત-જાતના ઝુલ્મ કરી રહી હતી અને ભારતના લોકોને અંગ્રેજો દ્વારા મજબૂર કરવામાં આવી રહ્યા હતા અને તે સમયે તેમનું જે રાષ્ટ્રીય ગીત હતું, God Save The Queen, તેને ભારતમાં ઘેર-ઘેર પહોંચાડવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું હતું. આવા સમયે બંકિમ દાએ પડકાર આપ્યો અને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો અને તેમાંથી વંદે માતરમનો જન્મ થયો. તેના કેટલાક વર્ષ પછી, 1882માં જ્યારે તેમણે આનંદ મઠ લખ્યું, તો તે ગીતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો.

આદરણીય અધ્યક્ષજી,

વંદે માતરમે તે વિચારને પુનર્જીવિત કર્યો હતો, જે હજારો વર્ષથી ભારતની રગ-રગમાં રચ્યો-વસ્યો હતો. તે જ ભાવને, તે જ સંસ્કારોને, તે જ સંસ્કૃતિને, તે જ પરંપરાને તેમણે ખૂબ જ ઉત્તમ શબ્દોમાં, ઉત્તમ ભાવ સાથે, વંદે માતરમના રૂપમાં આપણને સૌને ખૂબ મોટી ભેટ આપી હતી. વંદે માતરમ્, તે માત્ર ફક્ત રાજનૈતિક આઝાદીની લડાઈનો મંત્ર નહોતો, માત્ર આપણે અંગ્રેજ જાય અને આપણે ઊભા થઈ જઈએ, પોતાની રાહ પર ચાલીએ, એટલા માત્ર સુધી વંદે માતરમ પ્રેરિત કરતું નહોતું, તે તેનાથી ઘણું આગળ હતું. આઝાદીની લડાઈ આ માતૃભૂમિને મુક્ત કરાવવાનો પણ જંગ હતો. પોતાની માં ભારતીને તે બેડીઓમાંથી મુક્તિ અપાવવાનો એક પવિત્ર જંગ હતો અને વંદે માતરમની પૃષ્ઠભૂમિ આપણે જોઈએ, તેના સંસ્કાર સરિતા જોઈએ, તો આપણા અહીંયા વેદકાળથી એક વાત વારંવાર આપણી સામે આવી છે. જ્યારે વંદે માતરમ્ કહીએ છીએ, તો તે જ વેદકાળની વાત આપણને યાદ આવે છે. વેદકાળથી કહેવામાં આવ્યું છે:

माता भूमिः पुत्रोऽहं पृथिव्याः

અર્થાત્ આ ભૂમિ મારી માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું.

આદરણીય અધ્યક્ષજી,

આ જ તે વિચાર છે, જેને પ્રભુ શ્રી રામે પણ લંકાના વૈભવને છોડતા કહ્યું હતું:જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી (માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે). વંદે માતરમ્, આ જ મહાન સાંસ્કૃતિક પરંપરાનો એક આધુનિક અવતાર છે.

આદરણીય અધ્યક્ષજી,

બંકિમ દાએ જ્યારે વંદે માતરમની રચના કરી, તો સ્વાભાવિક રીતે જ તે સ્વતંત્રતા આંદોલનનો સ્વર બની ગયો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ વંદે માતરમ્ દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો. તેથી વંદે માતરમની સ્તુતિમાં લખવામાં આવ્યું હતું, માતૃભૂમિ સ્વાતંત્ર્યની વેદિકા પર મોડમય, માતૃભૂમિ સ્વાતંત્ર્યની વેદિકા પર મોડમય,, સ્વાર્થ કા બલિદાન હૈ, આ શબ્દ છે વંદે માતરમ્, છે સજીવન મંત્ર પણ, આ વિશ્વ વિજયી મંત્ર છે, શક્તિનું આહ્વાન હૈ, આ શબ્દ વંદે માતરમ્ ઉષ્ણ શોણિતથીલખો, વક્તસ્થલિને ચીરીને વીરનું અભિમાન છે, આ શબ્દ વંદે માતરમ્।

આદરણીય અધ્યક્ષજી,

થોડા દિવસ પહેલાં, જ્યારે વંદે માતરમ 150નો આરંભ થઈ રહ્યો હતો, તો મેં તે આયોજનમાં કહ્યું હતું, વંદે માતરમ હજારો વર્ષની સાંસ્કૃતિક ઊર્જા પણ હતી. તેમાં આઝાદીનો જુસ્સો પણ હતો અને આઝાદ ભારતનું વિઝન પણ હતું. અંગ્રેજોના તે દોરમાં એક ફેશન થઈ ગઈ હતી, ભારતને નબળું, નકામું, આળસુ, કર્મહીન આ પ્રકારે ભારતને જેટલું નીચું બતાવી શકે, તેવી એક ફેશન બની ગઈ હતી અને તેમાં આપણા અહીંયા પણ જેમણે તૈયાર કર્યા હતા, તે લોકો પણ તે જ ભાષા બોલતા હતા. ત્યારે બંકિમ દાએ તે હીન ભાવનાને પણ ઝંઝોળવા માટે અને સામર્થ્યનો પરિચય કરાવવા માટે, વંદે માતરમ દ્વારા ભારતના સામર્થ્યશાળી રૂપને પ્રગટ કરતાં, તેમણે લખ્યું હતું, त्वं हि दुर्गा दशप्रहरणधारिणी, कमला कमलदलविहारिणी, वाणी विद्यादायिनी। नमामि त्वां नमामि कमलाम्, अमलाम् अतुलां सुजलां सुफलां मातरम्॥ वन्दे मातरम्॥ અર્થાત્ ભારત માતા જ્ઞાન અને સમૃદ્ધિની દેવી પણ છે અને દુશ્મનોની સામે અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરનારી ચંડી પણ છે.

અધ્યક્ષજી,

આ શબ્દ, આ ભાવ, આ પ્રેરણા, ગુલામીની હતાશામાં આપણને ભારતીયોને હિંમત આપનારા હતા. આ વાક્યોએ ત્યારે કરોડો દેશવાસીઓને આ અહેસાસ કરાવ્યો કે લડાઈ કોઈ જમીનના ટુકડા માટે નથી, આ લડાઈ માત્ર સત્તાના સિંહાસન પર કબજો કરવા માટે નથી, આ ગુલામીની બેડીઓને મુક્ત કરીને હજારો વર્ષની મહાન જે પરંપરાઓ હતી, મહાન સંસ્કૃતિ, જે ગૌરવપૂર્ણ ઇતિહાસ હતો, તેને ફરીથી પુનર્જન્મ કરાવવાનો સંકલ્પ તેમાં છે.

આદરણીય અધ્યક્ષજી,

વંદે માતરમ્, તેનું જે જન-જન સાથે જોડાણ હતું, આ આપણા સ્વતંત્રતા સંગ્રામની એક લાંબી ગાથા અભિવ્યક્ત થાય છે.

આદરણીય અધ્યક્ષજી,

જ્યારે પણ જેમ કે કોઈ નદીની ચર્ચા થાય છે, ભલે તે સિંધુ હોય, સરસ્વતી હોય, કાવેરી હોય, ગોદાવરી હોય, ગંગા હોય, યમુના હોય, તે નદીની સાથે એક સાંસ્કૃતિક ધારાપ્રવાહ, એક વિકાસ યાત્રાનો ધારાપ્રવાહ, એક જન-જીવનની યાત્રાનો પ્રવાહ, તેની સાથે જોડાઈ જાય છે. પરંતુ શું ક્યારેય કોઈએ વિચાર્યું છે કે આઝાદીની જંગના દરેક પડાવ, તે પૂરી યાત્રા વંદે માતરમની ભાવનાઓમાંથી પસાર થતી હતી. તેના તટ પર પલ્લવિત થતી હતી, આવો ભાવ કાવ્ય કદાચ દુનિયામાં ક્યારેય ઉપલબ્ધ નહીં હોય.

આદરણીય અધ્યક્ષજી,

અંગ્રેજ સમજી ગયા હતા કે 1857 પછી લાંબા સમય સુધી ભારતમાં ટકવું તેમના માટે મુશ્કેલ લાગી રહ્યું હતું અને જે પ્રકારે તેઓ પોતાના સપના લઈને આવ્યા હતા, ત્યારે તેમને લાગ્યું કે જ્યાં સુધી, જ્યાં સુધી ભારતને વહેંચશે નહીં, જ્યાં સુધી ભારતને ટુકડાઓમાં નહીં વહેંચે, ભારતમાં જ લોકોને એકબીજા સાથે નહીં લડાવે, ત્યાં સુધી અહીં રાજ કરવું મુશ્કેલ છે અને અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો (Divide and Rule), આ રસ્તાને પસંદ કર્યો અને તેમણે બંગાળને તેની પ્રયોગશાળા બનાવ્યું કારણ કે અંગ્રેજ પણ જાણતા હતા, તે એક સમય હતો જ્યારે બંગાળનું બૌદ્ધિક સામર્થ્ય દેશને દિશા આપતું હતું, દેશને તાકાત આપતું હતું, દેશને પ્રેરણા આપતું હતું અને તેથી અંગ્રેજ પણ ઇચ્છતા હતા કે બંગાળનું આ જે સામર્થ્ય છે, તે પૂરા દેશની શક્તિનું એક પ્રકારે કેન્દ્રબિંદુ છે. અને તેથી અંગ્રેજોએ સૌથી પહેલાં બંગાળના ટુકડા કરવાની દિશામાં કામ કર્યું. અને અંગ્રેજોનું માનવું હતું કે એકવાર બંગાળ તૂટી ગયું, તો આ દેશ પણ તૂટી જશે અને તેઓ જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહે ત્યાં સુધી રાજ કરતા રહેશે, આ તેમની વિચારસરણી હતી. 1905માં અંગ્રેજોએ બંગાળનું વિભાજન કર્યું, પરંતુ જ્યારે અંગ્રેજોએ 1905માં આ પાપ કર્યું, તો વંદે માતરમ્ પહાડની જેમ ઊભું રહ્યું. બંગાળની એકતા માટે વંદે માતરમ ગલી-ગલીનો નાદ બની ગયો હતો અને તે જ નારો પ્રેરણા આપતો હતો. અંગ્રેજોએ બંગાળ વિભાજનની સાથે જ ભારતને કમજોર કરવાના બીજ વધુ વાવવાની દિશા પકડી લીધી હતી, પરંતુ વંદે માતરમ એક સ્વર, એક સૂત્રના રૂપમાં અંગ્રેજો માટે પડકાર બનતું ગયું અને દેશ માટે પહાડ બનતું ગયું.

આદરણીય અધ્યક્ષજી,

બંગાળનું વિભાજન તો થયું, પરંતુ એક ખૂબ મોટું સ્વદેશી આંદોલન ઊભું થયું અને ત્યારે વંદે માતરમ ચારે તરફ ગુંજી રહ્યું હતું. અંગ્રેજ સમજી ગયા હતા કે બંગાળની ધરતીમાંથી નીકળેલું, બંકિમ દાનું આ ભાવ સૂત્ર, બંકિમ બાબુ બોલે સારું થેંક યુ થેંક યુ થેંક યુ તમારી ભાવનાઓનો હું આદર કરું છું. બંકિમ બાબુએ, બંકિમ બાબુએ થેંક યુ દાદા થેંક યુ, તમને તો દાદા કહી શકું ને, નહીં તો તેમાં પણ તમને વાંધો પડી જશે. બંકિમ બાબુએ આ જે ભાવ વિશ્વ તૈયાર કર્યું હતું, તેમના ભાવ ગીત દ્વારા, તેમણે અંગ્રેજોને હલાવી દીધા અને અંગ્રેજોએ જુઓ કેટલી કમજોરી હશે અને આ ગીતની તાકાત કેટલી હશે, અંગ્રેજોએ તેને કાનૂની રૂપથી પ્રતિબંધ લગાવવા માટે મજબૂર થવું પડ્યું હતું. ગાવા પર સજા, છાપવા પર સજા, એટલું જ નહીં, વંદે માતરમ શબ્દ બોલવા પર પણ સજા, એટલા કઠોર કાયદા લાગુ કરી દેવામાં આવ્યા હતા. આપણા દેશની આઝાદીના આંદોલનમાં સેંકડો મહિલાઓએ નેતૃત્વ કર્યું, લાખો મહિલાઓએ યોગદાન આપ્યું. એક ઘટનાનો હું ઉલ્લેખ કરવા માંગું છું, બારીસાલ, બારીસાલમાં વંદે માતરમ ગાવા પર સૌથી વધુ ઝુલ્મ થયા હતા. તે બારીસાલ આજે ભારતનો હિસ્સો નથી રહ્યો છે અને તે સમયે બારીસાલની આપણી માતાઓ, બહેનો, બાળકો મેદાનમાં ઊતર્યા હતા, વંદે માતરમના સ્વાભિમાન માટે, આ પ્રતિબંધના વિરોધમાં લડાઈના મેદાનમાં ઊતરી હતી અને ત્યારે બારીસાલની આ વીરાંગના શ્રીમતી સરોજિની ઘોષ, જેમણે તે જમાનામાં ત્યાંની ભાવનાઓને જુઓ અને તેમણે કહ્યું હતું કે વંદે માતરમ્ પર આ જે પ્રતિબંધ લાગ્યો છે, જ્યાં સુધી આ પ્રતિબંધ નહીં હટે, હું મારી બંગડીઓ જે પહેરું છું, તે કાઢી નાખીશ. ભારતમાં તે એક જમાનો હતો, બંગડીઓ કાઢવી એટલે મહિલાના જીવનની એક ખૂબ મોટી ઘટના થતી હતી, પરંતુ તેમના માટે વંદે માતરમ તે ભાવના હતી, તેમણે પોતાની સોનાની બંગડીઓ, જ્યાં સુધી વંદે માતરમ પરનો પ્રતિબંધ નહીં હટે, હું ફરીથી ધારણ નહીં કરું, એવું મોટું વ્રત લઈ લીધું હતું. આપણા દેશના બાળકો પણ પાછળ નહોતા રહ્યા, તેમને કોરડાની સજા થતી હતી, નાની-નાની ઉંમરમાં તેમને જેલમાં બંધ કરી દેવામાં આવતા હતા અને તે દિવસોમાં ખાસ કરીને બંગાળની ગલીઓમાં સતત વંદે માતરમ્ માટે પ્રભાત ફેરીઓ નીકળતી હતી. અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો અને તે સમયે એક ગીત ગુંજતું હતું બંગાળમાં: जाए जाबे जीवोनो चोले, जाए जाबे जीवोनो चोले, जोगोतो माझे तोमार काँधे वन्दे मातरम बोले (બંગાળીમાં) અર્થાત્ હે માં સંસારમાં તારું કામ કરતાં અને વંદે માતરમ કહેતાં જો જીવન પણ જતું રહે, તો તે જીવન પણ ધન્ય છે, આ બંગાળની ગલીઓમાં બાળકો કહી રહ્યા હતા. આ ગીત તે બાળકોની હિંમતનો સ્વર હતો અને તે બાળકોની હિંમતે દેશને હિંમત આપી હતી. બંગાળની ગલીઓમાંથી નીકળેલો અવાજ દેશનો અવાજ બની ગયો હતો. 1905માં હરિતપુરના એક ગામમાં ખૂબ નાની-નાની ઉંમરના બાળકો, જ્યારે વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા, અંગ્રેજોએ બેરહેમીથી તેમના પર કોરડા માર્યા હતા. દરેક પ્રકારે જીવન અને મૃત્યુ વચ્ચે લડાઈ લડવા માટે મજબૂર કરી દીધા હતા. એટલો અત્યાચાર થયો હતો. 1906માં નાગપુરમાં નીલ સિટી હાઈસ્કૂલના તે બાળકો પર પણ અંગ્રેજોએ આવા જ ઝુલ્મ કર્યા હતા. ગુનો આ જ હતો કે તેઓ એક સ્વરે વંદે માતરમ્ બોલીને ઊભા થઈ ગયા હતા. તેમણે વંદે માતરમ્ માટે, મંત્રનું મહાત્મ્ય પોતાની તાકાતથી સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આપણા જાંબાઝ સપૂત કોઈ પણ ડર વિના ફાંસીના તખ્ત પર ચડતા હતા અને છેલ્લા શ્વાસ સુધી વંદે માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્, આ જ તેમનો ભાવ ઘોષ રહેતો હતો. ખુદીરામ બોઝ, મદનલાલ ઢીંગરા, રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન, રોશન સિંહ, રાજેન્દ્રનાથ લાહિડી, રામકૃષ્ણ વિશ્વાસ અનગણિત જેમણે વંદે માતરમ કહેતાં કહેતાં ફાંસીના ફંદાને પોતાના ગળા પર લગાવ્યો હતો. પરંતુ જુઓ આ અલગ-અલગ જેલોમાં થતું હતું, અલગ-અલગ વિસ્તારોમાં થતું હતું. પ્રક્રિયા કરનારા ચહેરા અલગ હતા, લોકો અલગ હતા. જેમના પર ઝુલ્મ થઈ રહ્યો હતો, તેમની ભાષા પણ અલગ હતી, પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, આ સૌનો મંત્ર એક જ હતો, વંદે માતરમ્. ચટગાંવની સ્વરાજ ક્રાંતિ જે યુવાનોએ અંગ્રેજોને પડકાર આપ્યો, તે પણ ઇતિહાસના ચમકતા નામો છે. હરગોપાલ કૌલ, પુલિન વિકાસ ઘોષ, ત્રિપુર સેન આ સૌએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. માસ્ટર સૂર્ય સેનને 1934માં જ્યારે ફાંસી આપવામાં આવી, ત્યારે તેમણે પોતાના સાથીઓને એક પત્ર લખ્યો અને પત્રમાં એક જ શબ્દની ગુંજ હતી અને તે શબ્દ હતો વંદે માતરમ્.

આદરણીય અધ્યક્ષજી,

આપણે દેશવાસીઓને ગર્વ થવો જોઈએ, દુનિયાના ઇતિહાસમાં ક્યાંય પણ એવું કોઈ કાવ્ય ન હોઈ શકે, એવું કોઈ ભાવ ગીત ન હોઈ શકે, જે સદીઓ સુધી એક લક્ષ્ય માટે કરોડો લોકોને પ્રેરિત કરતું હોય અને જીવન આહૂત કરવા માટે નીકળી પડતા હોય, દુનિયામાં એવું કોઈ ભાવ ગીત ન હોઈ શકે, જે વંદે માતરમ્ છે. પૂરા વિશ્વને ખબર હોવી જોઈએ કે ગુલામીના કાલખંડમાં પણ એવા લોકો આપણા અહીંયા પેદા થતા હતા, જે આ પ્રકારના ભાવ ગીતની રચના કરી શકતા હતા. આ વિશ્વ માટે અજૂબો છે, આપણે ગર્વથી કહેવું જોઈએ, તો દુનિયા પણ મનાવવાનું શરૂ કરશે. આ આપણી સ્વતંત્રતાનો મંત્ર હતો, બલિદાનનો મંત્ર હતો, ઊર્જાનો મંત્ર હતો, સાત્વિકતાનો મંત્ર હતો, સમર્પણનો મંત્ર હતો, ત્યાગ અને તપસ્યાનો મંત્ર હતો, સંકટોને સહન કરવાનું સામર્થ્ય આપવાનો આ મંત્ર હતો અને તે મંત્ર વંદે માતરમ્ હતો. અને તેથી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું, તેમણે લખ્યું હતું, एक कार्ये सोंपियाछि सहस्र जीवन—वन्दे मातरम् (બંગાળીમાં) અર્થાત્ એક સૂત્રમાં બંધાયેલા સહસ્ર મન, એક જ કાર્યમાં અર્પિત સહસ્ર જીવન, વંદે માતરમ. આ રવીન્દ્રનાથ ટાગોરજીએ લખ્યું હતું.

આદરણીય અધ્યક્ષજી,

તે જ કાલખંડમાં વંદે માતરમની રેકોર્ડિંગ દુનિયાના અલગ-અલગ ભાગોમાં પહોંચી અને લંડનમાં જે ક્રાંતિકારીઓની એક પ્રકારે તીર્થ ભૂમિ બની ગયું હતું, તે લંડનનું ઇન્ડિયા હાઉસ વીર સાવરકર જીએ ત્યાં વંદે માતરમ ગીત ગાયું અને ત્યાં આ ગીત વારંવાર ગુંજતું હતું. દેશ માટે જીવવા-મરવાવાળાઓ માટે તે એક ખૂબ મોટી પ્રેરણાનો અવસર રહેતો હતો. તે જ સમયે બિપિન ચંદ્ર પાલ અને મહર્ષિ અરવિંદ ઘોષે, તેમણે અખબારો કાઢ્યા, તે અખબારનું નામ પણ તેમણે વંદે માતરમ રાખ્યું. એટલે કે ડગર-ડગર પર અંગ્રેજોની ઊંઘ હરામ કરવા માટે વંદે માતરમ પૂરતું થઈ જતું હતું અને તેથી તેમણે આ નામને રાખ્યું. અંગ્રેજોએ અખબારો પર રોક લગાવી દીધી, તો મેડમ ભીકાજી કામાએ પેરિસમાં એક અખબાર કાઢ્યું અને તેનું નામ તેમણે વંદે માતરમ રાખ્યું!

આદરણીય અધ્યક્ષજી,

વંદે માતરમે ભારતને સ્વાવલંબનનો રસ્તો પણ બતાવ્યો. તે સમયે માચિસની ડબ્બી, મેચ બોક્સ, ત્યાંથી લઈને મોટા-મોટા શિપ તેના પર પણ વંદે માતરમ લખવાની પરંપરા બની ગઈ અને બહારની કંપનીઓને પડકાર આપવાનું એક માધ્યમ બની ગયું, સ્વદેશીનો એક મંત્ર બની ગયો. આઝાદીનો મંત્ર સ્વદેશીના મંત્રની જેમ વિસ્તાર થતો ગયો.

આદરણીય અધ્યક્ષજી,

હું એક અન્ય ઘટનાનો ઉલ્લેખ પણ કરવા માંગું છું. 1907માં જ્યારે વી ઓ ચિદમ્બરમ પિલ્લઈ, તેમણે સ્વદેશી કંપનીનું જહાજ બનાવ્યું, તો તેના પર પણ લખ્યું હતું વંદે માતરમ. રાષ્ટ્રકવિ સુબ્રમણ્યમ ભારતીએ વંદે માતરમનો તમિલમાં અનુવાદ કર્યો, સ્તુતિ ગીત લખ્યા. તેમના ઘણા તમિલ દેશભક્તિ ગીતોમાં વંદે માતરમની શ્રદ્ધા સાફ-સાફ નજર આવે છે. કદાચ બધા લોકોને લાગે છે, તમિલનાડુના લોકોને ખબર હોય, પણ બધા લોકોને આ વાતની ખબર ન હોય કે ભારતનું ધ્વજ ગીત વી સુબ્રમણ્યમ ભારતીએ જ લખ્યું હતું. તે ધ્વજ ગીતનું વર્ણન જેના પર વંદે માતરમ લખેલું હતું, તમિલમાં આ ધ્વજ ગીતનું શીર્ષક હતું: Thayin manikodi pareer, thazhndu panintu Pukazhnthida Vareer! (તમિલમાં) અર્થાત્ દેશપ્રેમીઓ દર્શન કરી લો, સવિનય અભિનંદન કરી લો, મારી માંની દિવ્ય ધ્વજાનું વંદન કરી લો.

આદરણીય અધ્યક્ષ મહોદય,

હું આજે આ સદનમાં વંદે માતરમ્ પર મહાત્મા ગાંધીની ભાવનાઓ શું હતી, તે પણ રાખવા માંગું છું. દક્ષિણ આફ્રિકાથી પ્રકાશિત એક સાપ્તાહિક પત્રિકા નીકળતી હતી, ઇન્ડિયન ઓપિનિયન અને આ ઇન્ડિયન ઓપિનિયનમાં મહાત્મા ગાંધીએ 2 ડિસેમ્બર 1905 જે લખ્યું હતું, તેને હું ટાંકી રહ્યો છું. તેમણે લખ્યું હતું, મહાત્મા ગાંધીએ લખ્યું હતું, “ગીત વંદે માતરમ્ જેને બંકિમ ચંદ્રએ રચ્યું છે, પૂરા બંગાળમાં અત્યંત લોકપ્રિય થઈ ગયું છે, સ્વદેશી આંદોલન દરમિયાન બંગાળમાં વિશાળ સભાઓ થઈ, જ્યાં લાખો લોકો એકઠા થયા અને બંકિમનું આ ગીત ગાયું. ગાંધીજી આગળ લખે છે, આ ખૂબ મહત્વપૂર્ણ છે, તેઓ લખે છે આ 1905ની વાત છે. તેમણે લખ્યું, “આ ગીત એટલું લોકપ્રિય થઈ ગયું છે, જેમ કે આ અમારું નેશનલ એન્થમ બની ગયું છે. તેની ભાવનાઓ મહાન છે અને તે અન્ય રાષ્ટ્રોના ગીતોથી વધુ મધુર છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય આપણામાં દેશભક્તિની ભાવના જગાવવાનો છે. આ ભારતને માંના રૂપમાં જુએ છે અને તેની સ્તુતિ કરે છે.

અધ્યક્ષજી,

જે વંદે માતરમ 1905માં મહાત્મા ગાંધીને નેશનલ એન્થમના રૂપમાં દેખાતું હતું, દેશના દરેક ખૂણે, દરેક વ્યક્તિના જીવનમાં, જે પણ દેશ માટે જીવતો-જાગતો, જે દેશ માટે જાગતો હતો, તે સૌના માટે વંદે માતરમની તાકાત ખૂબ મોટી હતી. વંદે માતરમ એટલું મહાન હતું, જેની ભાવના એટલી મહાન હતી, તો પછી છેલ્લી સદીમાં તેની સાથે આટલો મોટો અન્યાય કેમ થયો? વંદે માતરમ સાથે વિશ્વાસઘાત કેમ થયો? આ અન્યાય કેમ થયો? તે કઈ તાકાત હતી, જેની ઈચ્છા ખુદ પૂજ્ય બાપુની ભાવનાઓ પર પણ ભારે પડી ગઈ? જેણે વંદે માતરમ્ જેવી પવિત્ર ભાવનાને પણ વિવાદોમાં ઘસડી દીધી. હું સમજું છું કે આજે જ્યારે આપણે વંદે માતરમના 150 વર્ષનો પર્વ મનાવી રહ્યા છીએ, આ ચર્ચા કરી રહ્યા છીએ, તો આપણે તે પરિસ્થિતિઓને પણ આપણી નવી પેઢીને જરૂર જણાવવી આપણી જવાબદારી છે. જેના કારણે વંદે માતરમ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો. વંદે માતરમ્ પ્રત્યે મુસ્લિમ લીગની વિરોધની રાજનીતિ તેજ થતી જતી હતી. મોહમ્મદ અલી જિન્નાએ લખનઉથી 15 ઓક્ટોબર 1937ના રોજ વંદે માતરમની વિરુદ્ધનો નારો બુલંદ કર્યો. પછી કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ જવાહરલાલ નેહરુને પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું. નેહરુજી મુસ્લિમ લીગના આધારહીન નિવેદનોનો મજબૂત જવાબ આપવાને બદલે, સણસણતો જવાબ આપવાને બદલે, મુસ્લિમ લીગના નિવેદનોની નિંદા કરવાને બદલે અને વંદે માતરમ્ પ્રત્યે ખુદની પણ અને કોંગ્રેસ પાર્ટીની પણ નિષ્ઠાને પ્રગટ કરવાને બદલે, પરંતુ ઊંધું થયું. તેઓ આવું કેમ કરી રહ્યા છે, તે તો પૂછ્યું જ નહીં, ન જાણ્યું, પરંતુ તેમણે વંદે માતરમની જ પડતાલ શરૂ કરી દીધી. જિન્નાના વિરોધના 5 દિવસ પછી જ 20 ઓક્ટોબરના રોજ નેહરુજીએ નેતાજી સુભાષ બાબુને ચિઠ્ઠી લખી. તે ચિઠ્ઠીમાં જિન્નાની ભાવનાથી નેહરુજી પોતાની સહમતિ વ્યક્ત કરતાં કે વંદે માતરમની આનંદ મઠવાળી પૃષ્ઠભૂમિ મુસલમાનોને ઈરિટેટ કરી શકે છે. હું નેહરુજીનું ક્વોટ વાંચું છું, નેહરુજી કહે છેમેં વંદે માતરમ્ ગીતનું બેકગ્રાઉન્ડ વાંચ્યું છે.નેહરુજી ફરી લખે છે, “મને લાગે છે કે આ જે બેકગ્રાઉન્ડ છે, તેનાથી મુસ્લિમ ભડકશે.

સાથીઓ,

આના પછી કોંગ્રેસ તરફથી નિવેદન આવ્યું કે 26 ઓક્ટોબરથી કોંગ્રેસ કાર્યસમિતિની એક બેઠક કોલકાતામાં થશે, જેમાં વંદે માતરમના ઉપયોગની સમીક્ષા કરવામાં આવશે. બંકિમ બાબુનું બંગાળ, બંકિમ બાબુનું કોલકાતા અને તેને પસંદ કરવામાં આવ્યું અને ત્યાં સમીક્ષા કરવાનું નક્કી કર્યું. પૂરો દેશ હતપ્રભ હતો, પૂરો દેશ હેરાન હતો, પૂરા દેશમાં દેશભક્તોએ આ પ્રસ્તાવના વિરોધમાં દેશના ખૂણે-ખૂણે પ્રભાત ફેરીઓ કાઢી, વંદે માતરમ ગીત ગાયું પરંતુ દેશનું દુર્ભાગ્ય કે 26 ઓક્ટોબરના રોજ કોંગ્રેસે વંદે માતરમ્ પર સમજૂતી કરી લીધી. વંદે માતરમના ટુકડા કરવાના નિર્ણયમાં વંદે માતરમના ટુકડા કરી દીધા. તે નિર્ણયની પાછળ નકાબ આ પહેરવામાં આવ્યો, ચોલો આ પહેરવામાં આવ્યો, કે આ તો સામાજિક સદ્ભાવનું કામ છે. પરંતુ ઇતિહાસ આ વાતનો ગવાહ છે કે કોંગ્રેસે મુસ્લિમ લીગની સામે ઘૂંટણ ટેકવી દીધા અને મુસ્લિમ લીગના દબાણમાં કર્યું અને કોંગ્રેસની આ તુષ્ટિકરણની રાજનીતિને સિદ્ધ કરવાની એક રીત હતી.

આદરણીય અધ્યક્ષજી,

તુષ્ટિકરણની રાજનીતિના દબાણમાં કોંગ્રેસ વંદે માતરમના વહેંચણી માટે ઝૂકી, તેથી કોંગ્રેસને એક દિવસ ભારતના વહેંચણી માટે ઝૂકવું પડ્યું. મને લાગે છે, કોંગ્રેસે આઉટસોર્સ કરી દીધું છે. દુર્ભાગ્યથી કોંગ્રેસની નીતિઓ જેવી હતી તેવી જ છે અને એટલું જ નહીં INC ચાલતાં ચાલતાં MMC થઈ ગયું છે. આજે પણ કોંગ્રેસ અને તેના સાથી અને જેમના જેમના નામની સાથે કોંગ્રેસ જોડાયેલું છે બધા, વંદે માતરમ પર વિવાદ ઊભો કરવાની કોશિશ કરે છે.

આદરણીય અધ્યક્ષ મહોદય,

કોઈપણ રાષ્ટ્રનું ચરિત્ર તેની ઊર્જા તેના સારા કાલખંડ કરતાં વધુ, જ્યારે મુશ્કેલીઓનો કાલખંડ હોય છે, જ્યારે સંકટોનો કાલખંડ હોય છે, ત્યારે પ્રગટ થાય છે, ઉજાગર થાય છે અને સાચા અર્થમાં કસોટીથી કસાય છે. જ્યારે કસોટીનો કાળ આવે છે, ત્યારે જ આ સિદ્ધ થાય છે કે આપણે કેટલા દૃઢ છીએ, કેટલા સશક્ત છીએ, કેટલા સામર્થ્યવાન છીએ. 1947માં દેશ આઝાદ થયા પછી દેશની ચુનૌતીઓ બદલાઈ, દેશની પ્રાથમિકતાઓ બદલાઈ, પરંતુ દેશનું ચરિત્ર, દેશની ઊર્જા, એ જ રહી, એ જ પ્રેરણા મળતી રહી. ભારત પર જ્યારે-જ્યારે સંકટ આવ્યા, દેશ દર વખતે વંદે માતરમની ભાવના સાથે આગળ વધ્યો. વચ્ચેનો કાલખંડ કેવો ગયો, જવા દો. પરંતુ આજે પણ 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરીની જ્યારે વાત આવે છે, હર ઘર તિરંગાની વાત આવે છે, ચારે તરફ તે ભાવ દેખાય છે. તિરંગા ઝંડા લહેરાય છે. એક જમાનો હતો, જ્યારે દેશમાં ખાદ્યનું સંકટ આવ્યું, તે જ વંદે માતરમનો ભાવ હતો, મારા દેશના ખેડૂતોના અન્નના ભંડાર ભરી દીધા અને તેની પાછળ ભાવ એ જ છે વંદે માતરમ્. જ્યારે દેશની આઝાદીને કચડવાની કોશિશ થઈ, સંવિધાનની પીઠ પર છરો ઘોંપી દેવાયો, આપાતકાળ થોપી દેવાયો, આ જ વંદે માતરમની તાકાત હતી કે દેશ ઊભો થયો અને પરાસ્ત કરીને રહ્યો. દેશ પર જ્યારે પણ યુદ્ધો થોપવામાં આવ્યા, દેશને જ્યારે પણ સંઘર્ષની નોબત આવી, આ જ વંદે માતરમનો ભાવ હતો, દેશનો જવાન સીમાઓ પર અડી ગયો અને માં ભારતીનો ઝંડો લહેરાતો રહ્યો, વિજય શ્રી પ્રાપ્ત કરતો રહ્યો. કોરોના જેવો વૈશ્વિક મહાસંકટ આવ્યો, આ જ દેશ તે જ ભાવથી ઊભો થયો, તેને પણ પરાસ્ત કરીને આગળ વધ્યો.

આદરણીય અધ્યક્ષજી,

આ રાષ્ટ્રની શક્તિ છે, આ રાષ્ટ્રને ભાવનાઓથી જોડનારો સામર્થ્યવાન એક ઊર્જા પ્રવાહ છે. આ ચેતનાનો પ્રવાહ છે, આ સંસ્કૃતિની અવિરલ ધારાનું પ્રતિબિંબ છે, તેનું પ્રકટીકરણ છે. આ વંદે માતરમ આપણા માટે માત્ર સ્મરણ કરવાનો કાળ નહીં, એક નવી ઊર્જા, નવી પ્રેરણા લેવાનો કાળ બની જાય અને આપણે તેના પ્રત્યે સમર્પિત થતા ચાલીએ અને મેં પહેલાં કહ્યું આપણે લોકો પર તો કર્જ છે વંદે માતરમનો, એ જ વંદે માતરમ્ છે, જેણે તે રસ્તો બનાવ્યો, જે રસ્તેથી આપણે અહીં પહોંચ્યા છીએ અને તેથી આપણું કરજ બને છે. ભારત દરેક ચુનૌતીઓને પાર કરવામાં સામર્થ્ય છે. વંદે માતરમના ભાવની એ તાકાત છે. વંદે માતરમ આ માત્ર ગીત કે ભાવ ગીત નહીં, આ આપણા માટે પ્રેરણા છે, રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યો માટે આપણને ઝંઝોળવાનું કામ છે અને તેથી આપણે નિરંતર આને કરતા રહેવું પડશે. આપણે આત્મનિર્ભર ભારતનું સપનું લઈને ચાલી રહ્યા છીએ, તેને પૂરું કરવાનું છે. વંદે માતરમ્ આપણી પ્રેરણા છે. આપણે સ્વદેશી આંદોલનને તાકાત આપવા માંગીએ છીએ, સમય બદલાયો હશે, રૂપ બદલાયા હશે, પરંતુ પૂજ્ય ગાંધીએ જે ભાવ વ્યક્ત કર્યો હતો, તે ભાવની તાકાત આજે પણ મોજૂદ છે અને વંદે માતરમ આપણને જોડે છે. દેશના મહાપુરુષોનું સપનું હતું સ્વતંત્ર ભારતનું, દેશની આજની પેઢીનું સપનું છે સમૃદ્ધ ભારતનું, આઝાદ ભારતના સપનાને સીંચ્યું હતું વંદે ભારતની ભાવનાએ, વંદે ભારતની ભાવનાએ, સમૃદ્ધ ભારતના સપનાને સીંચશે વંદે માતરમની ભાવના, તે જ ભાવનાઓને લઈને આપણે આગળ ચાલવાનું છે. અને આપણે આત્મનિર્ભર ભારત બનાવવું, 2047માં દેશ વિકસિત ભારત બનીને રહે. જો આઝાદીના 50 વર્ષ પહેલાં કોઈ આઝાદ ભારતનું સપનું જોઈ શકતું હતું, તો 25 વર્ષ પહેલાં આપણે પણ તો સમૃદ્ધ ભારતનું સપનું જોઈ શકીએ છીએ, વિકસિત ભારતનું સપનું જોઈ શકીએ છીએ અને આ સપના માટે પોતાને ખપાવી પણ શકીએ છીએ. આ જ મંત્ર અને આ જ સંકલ્પ સાથે વંદે માતરમ્ આપણને પ્રેરણા આપતું રહે, વંદે માતરમનું આપણે ઋણ સ્વીકાર કરીએ, વંદે માતરમની ભાવનાઓને લઈને ચાલીએ, દેશવાસીઓને સાથે લઈને ચાલીએ, આપણે સૌ મળીને ચાલીએ, આ સપનાને પૂરું કરીએ, આ એક ભાવની સાથે આ ચર્ચાનો આજે આરંભ થઈ રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે બંને સદનોમાં દેશની અંદર તે ભાવ ભરવાનું કારણ બનશે, દેશને પ્રેરિત કરવાનું કારણ બનશે, દેશની નવી પેઢીને ઊર્જા આપવાનું કારણ બનશે, આ જ શબ્દોની સાથે તમે મને અવસર આપ્યો, હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

વંદે માતરમ્!

વંદે માતરમ્!

વંદે માતરમ્!

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2200538) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी