પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
PMNRF તરફથી સહાયની જાહેરાત
प्रविष्टि तिथि:
07 DEC 2025 7:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના અરપોરામાં આગની ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અકસ્માતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કરી;
"ગોવાના અરપોરામાં બનેલી આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોતાના પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલદીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતજી સાથે પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2199960)
आगंतुक पटल : 14