પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરિણામોની સૂચિઃ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિની ભારત ખાતે સત્તાવાર મુલાકાત
प्रविष्टि तिथि:
05 DEC 2025 5:43PM by PIB Ahmedabad
સમજૂતી કરારો (MoUs) અને કરારો
સ્થળાંતર અને ગતિશીલતા:
ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે એક રાજ્યના નાગરિકોની બીજા રાજ્યના પ્રદેશમાં અસ્થાયી શ્રમ પ્રવૃત્તિ અંગેનો કરાર થયો છે. ઉપરાંત, ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે અનિયમિત સ્થળાંતર સામે લડવા માટે સહકાર અંગેનો કરાર પણ કરવામાં આવ્યો છે.
આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા:
ભારત ગણરાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રશિયન ફેડરેશનના આરોગ્ય મંત્રાલય વચ્ચે આરોગ્ય સંભાળ, તબીબી શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સહકાર અંગેનો કરાર થયો છે. તેમજ, ભારત ગણરાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ અને ગ્રાહક અધિકારોના સંરક્ષણ અને માનવ કલ્યાણ પર દેખરેખ માટેની ફેડરલ સર્વિસ (રશિયન ફેડરેશન) વચ્ચે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં કરાર કરવામાં આવ્યો છે.
દરિયાઈ સહકાર અને ધ્રુવીય જળ :
ભારત ગણરાજ્યની સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને રશિયન ફેડરેશનના પરિવહન મંત્રાલય વચ્ચે ધ્રુવીય જળમાર્ગમાં કાર્યરત જહાજો માટેના નિષ્ણાતોની તાલીમ અંગેનો સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભારત ગણરાજ્યના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને રશિયન ફેડરેશનના મેરિટાઇમ બોર્ડ વચ્ચેનો સમજૂતી કરાર પણ થયેલ છે.
ખાતરો:
મેસર્સ જેએસસી ઉરલકેમ (M/s. JSC UralChem) અને મેસર્સ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તથા નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
કસ્ટમ્સ અને વાણિજ્ય (Customs and commerce):
ભારત ગણરાજ્યની સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ અને ફેડરલ કસ્ટમ્સ સર્વિસ (રશિયન ફેડરેશન) વચ્ચે ભારત ગણરાજ્ય અને રશિયન ફેડરેશન વચ્ચે ખસેડાયેલા માલસામાન અને વાહનોના સંદર્ભમાં પૂર્વ-આગમન માહિતીના આદાનપ્રદાનમાં સહકાર માટેનો પ્રોટોકોલ કરવામાં આવ્યો છે. વધુમાં, ભારત ગણરાજ્યના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગ અને જેએસસી «રશિયન પોસ્ટ» વચ્ચે દ્વિપક્ષીય કરાર પણ થયો છે.
શૈક્ષણિક સહયોગ:
ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી, પુણે અને ફેડરલ સ્ટેટ ઓટોનોમસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઓફ હાયર એજ્યુકેશન "નેશનલ ટોમ્સ્ક સ્ટેટ યુનિવર્સિટી", ટોમ્સ્ક વચ્ચે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સહયોગ અંગેનો સમજૂતી કરાર થયો છે. ઉપરાંત, યુનિવર્સિટી ઓફ મુંબઈ, લોમોનોસોવ મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી અને જોઈન્ટ-સ્ટોક કંપની મેનેજમેન્ટ કંપની ઓફ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ વચ્ચે સહકાર અંગેનો કરાર કરવામાં આવ્યો છે.
મીડિયા સહયોગ:
પ્રસાર ભારતી, ભારત અને જોઈન્ટ સ્ટોક કંપની ગેઝપ્રોમ-મીડિયા હોલ્ડિંગ, રશિયન ફેડરેશન વચ્ચે પ્રસારણ પર સહકાર અને સહયોગ માટેનો સમજૂતી કરાર થયો છે. પ્રસાર ભારતી, ભારત અને નેશનલ મીડિયા ગ્રુપ, રશિયા વચ્ચે પણ પ્રસારણ પર સહકાર અને સહયોગ માટેનો સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. તદુપરાંત, પ્રસાર ભારતી, ભારત અને ધ બીગ એશિયા મીડિયા ગ્રુપ વચ્ચે પણ પ્રસારણ પર સહકાર અને સહયોગ માટેનો સમજૂતી કરાર થયો છે. પ્રસાર ભારતી, ભારત અને એએનઓ "ટીવી-નોવોસ્તી” વચ્ચે પ્રસારણ પર સહકાર અને સહયોગ માટેના સમજૂતી કરારમાં પૂરક જોડાણ (Addendum) પણ ઉમેરવામાં આવ્યું છે. છેલ્લે, "ટીવી બ્રિક્સ” જોઈન્ટ-સ્ટોક કંપની અને "પ્રસાર ભારતી (PB)” વચ્ચેનો સમજૂતી કરાર પણ થયો છે.
જાહેરાતો
વર્ષ 2030 સુધીમાં ભારત - રશિયા આર્થિક સહકારના વ્યૂહાત્મક ક્ષેત્રોના વિકાસ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રશિયન પક્ષે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ (IBCA) માં જોડાવા માટે ફ્રેમવર્ક એગ્રીમેન્ટ અપનાવવાનો નિર્ણય કર્યો છે. નેશનલ ક્રાફ્ટ્સ મ્યુઝિયમ અને હસ્તકલા એકેડેમી (નવી દિલ્હી, ભારત) અને ત્સારિત્સિનો સ્ટેટ હિસ્ટોરિકલ, આર્કિટેક્ચરલ, આર્ટ એન્ડ લેન્ડસ્કેપ મ્યુઝિયમ-રિઝર્વ (મોસ્કો, રશિયા) વચ્ચે "ભારત. સમયનું વસ્ત્ર” પ્રદર્શન માટેનો કરાર પણ કરવામાં આવ્યો છે. પારસ્પરિક ધોરણે રશિયન નાગરિકોને 30 દિવસનો ઇ-ટૂરિસ્ટ વિઝા મફત (gratis basis) આપવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ, રશિયન નાગરિકોને ગ્રુપ ટૂરિસ્ટ વિઝા મફત (gratis basis) આપવાની મંજૂરી પણ જાહેર કરવામાં આવી છે.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2199586)
आगंतुक पटल : 15