પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગીતા જયંતીના પવિત્ર દિવસે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
01 DEC 2025 3:23PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અવતરણ સાથે સંકળાયેલા 'ગીતા જયંતીના પવિત્ર દિવસે દેશભરના પરિવારના સભ્યોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ફરજની પરિપૂર્ણતા પર અમૂલ્ય સંદેશાઓથી શણગારેલો આ દૈવી ગ્રંથ ભારતીય કૌટુંબિક, સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં અત્યંત વિશિષ્ટ સ્થાન ધરાવે છે. "તેના દૈવી શ્લોકો દરેક પેઢીને નિઃસ્વાર્થ કાર્ય તરફ પ્રેરણા આપતા રહેશે," એમ શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રીમદ્ ભગવદ્ ગીતાના અવતરણ સાથે સંકળાયેલા 'ગીતા જયંતીના પવિત્ર દિવસે દેશભરના મારા પરિવારના સદસ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરજની પરિપૂર્ણતા પર અમૂલ્ય સંદેશાઓથી શણગારેલો આ દૈવી ગ્રંથ ભારતીય કૌટુંબિક, સામાજિક અને આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. તેના દૈવી શ્લોકો દરેક પેઢીને નિઃસ્વાર્થ કાર્ય તરફ પ્રેરણા આપતા રહેશે. જય શ્રી કૃષ્ણ!"
SM/IJ/GP/DK
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2196920)
आगंतुक पटल : 14